- RTE અંતર્ગત પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવા કોંગ્રેસની માંગ
- વડોદરા શહેર કોંગ્રેસે જિલ્લા કલેક્ટરને આપ્યું આવેદનપત્ર
- ખાનગી શાળાઓમાં RTE કાયદા હેઠળ પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ નથી
વડોદરા: રાજ્યમાં 7મી જૂનના રોજથી પ્રાથમિક શાળા નું નવું સત્ર ચાલુ થઈ ગયું છે. પરંતુ, હજી સુધી RTE (Right To Education) અંતર્ગત બાળકોને પ્રવેશ આપવાની પ્રક્રિયા હજુ ચાલુ થઈ નથી. કોંગ્રેસની સરકારે RTEના કાયદાનો અમલ કરવામાં આવ્યો હતો. ગુજરાતમાં 2012થી RTEનો કાયદો અમલમાં છે. હાલ કોરોનાનું કારણ આપનારા સત્તાધીશોએ ગઈ વખતે પણ ઓનલાઈન ફોર્મ ભરાવી એડમિશન આવ્યા હતા. પરંતુ, કોરોનાના કારણે આ વર્ષે પ્રક્રિયા યોગ્ય સમયમાં શરૂ થઇ નથી. ખરેખર ગત વર્ષે પણ ઓનલાઈન ફોર્મ મંગાવીને જ RTEના કાયદાનો અમલ કરવામાં આવ્યો હતો. એની પ્રક્રિયા અંદાજિત 45 દિવસ ચાલે છે. એટલે હાલનાં સત્રમાં બાળકોના 2 મહિના બગાડવાના નક્કી છે. એટલે હવે વધારે સમય ન બગાડતા તાત્કાલિક પ્રવેશ પ્રક્રિયા ચાલુ કરવા વડોદરા શહેર કોંગ્રેસે શિક્ષણ વિભાગને રજૂઆત કરી છે.
આ પણ વાંચો: સુરત RTE પ્રક્રિયા શરૂ કરવા વાલી મંડળ દ્વારા DEO વતી શિક્ષણ પ્રધાનને રજૂઆત
કોંગ્રેસની સરકારે RTEના કાયદાનો અમલ કર્યો હતો: પ્રમુખ પ્રશાંત પટેલ
RTE કાયદા અનુસાર 7 વર્ષથી 14 વર્ષના તમામ બાળકોને શિક્ષણનો કાયદેસર હક છે. જે શાળાઓ અને સરકારી વિભાગ દ્વારા રાઈટ ટુ એજ્યુકેશન અંતર્ગત પ્રવેશ મેળવેલા બાળકોના પરિવારની આર્થિક પરિસ્થિતિ સારી હોય તો તેમને RTEમાંથી બાકાત કરવામાં આવે છે. તેવી જ રીતે જે બાળકોના પરિવારે પોતાની નોકરી અને ધંધો ગુમાવ્યો હોય તેવા બાળકોને પ્રાથમિક વિભાગમાં RTE હેઠળ પ્રવેશ આપવામાં આવે છે. ગત વખતે પણ ખાનગી શાળાના સંચાલકો દ્વારા RTE હેઠળ શાળામાં પ્રવેશ આપવા ઠાગાઠૈયા કર્યા હતા. નવું શૈક્ષણિક સત્ર શરૂ થઈ ગયું હોવા છતાં પણ આજદિન સુધી RTE હેઠળ પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી નથી. જેના કારણે, ગરીબ પરિવારના બાળકોના વાલીઓ પોતાના બાળકોના ભવિષ્ય અંગે ચિંતાતુર બન્યા છે. જેથી, વધારે રાહ ન જોતા તાત્કાલિક RTE હેઠળ પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવે તે માટે વડોદરા શહેર કોંગ્રેસે માંગ કરી હોવાનું શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલે જણાવ્યું હતું.
આ પણ વાંચો: RTE હેઠળ એડમિશનની પ્રક્રિયા એપ્રિલથી શરૂ થવાની શક્યતા