- પ્રધાનમંત્રી આવાસ યોજનાના ડ્રો બાદ આવાસોની ફાળવણી મામલે કૌભાંડની ફરિયાદ
- કૌભાંડ અંગે પાલિકાના બે અધિકારીઓ સામે ફરિયાદ નોંધાઈ
- આવાસ યોજનાના ડ્રોમાં કૌભાંડની ફરિયાદ બાદ તપાસનો ધમધમાટ શરૂ
- મેયર અને વિપક્ષીનેતાએ આપી પ્રતિક્રિયા
વડોદરા: ગત તારીખ 7 ઓગસ્ટના રોજ મુખ્યપ્રધાન (CM) રૂપાણી સરકાર (Rupani Government) ના પાંચ વર્ષ પૂર્ણ થયાની ઉજવણી અંતર્ગત પ્રધાનમંત્રી આવાસ યોજનાના 119 કરોડના ખર્ચે બનેલા 382 આવાસોનો ડ્રો ઓનલાઈન યોજવામાં આવ્યો હતો. જેના બે દિવસ બાદ એ જ આવાસોના ડ્રો (Draw) માં પસંદ થનારા લાભાર્થીઓના નામનું લિસ્ટ VMC ની વેબસાઈટ પર અપલોડ કરવામાં આવ્યું હતું. જે 7 તારીખે થનારા ડ્રોમાં પસંદ થયેલા લાભાર્થીઓના નામ કરતા અલગ હતા. જેથી આ વાત ધ્યાને આવતા પાલિકાના સિટી એન્જીનીયર શૈલેષ મિસ્ત્રી દ્વારા નવાપુરા પોલીસ મથકે કાર્યપાલક ઈજનેર પ્રમોદ વસાવા અને એફોર્ડબલ હાઉસિંગ બોર્ડના કર્મચારી નિશિત પીઠવા સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. બીજી તરફ કાર્યપાલક ઈજનેર પ્રમોદ વસાવાએ સિટી એન્જીયર પર જ આક્ષેપ કર્યા હતા કે, તેઓ પોતાની જવાબદારી નિભાવી ન શક્યા અને અમને ફસાવ્યા છે.
આ પણ વાંચો: સુરતમાં Pradhan Mantri Awas Yojana ના ઘર માટે ફોર્મ વિતરણની કામગીરી, કોરોના ગાઈડલાઈનનો સરેઆમ ભંગ
પાલિકામા ગેરરીતિ થશે તો કડક રીતે કાર્યવાહી કરાશે: મેયર
અત્રે ઉલ્લેખનીય છે કે, આવાસ યોજનામાં લાગવગ ચાલતી હોવાની ચર્ચા પહેલેથી જ ચાલતી આવી છે. આરોપીઓ એક બીજા પર જે રીતે આક્ષેપો કરી રહ્યા છે. આ કૌભાંડ ચર્ચાઓને સમર્થન આપી રહી છે. સમગ્ર મામલા અંગે પ્રતિક્રિયા આપતાં વડોદરાના મેયર (Mayor) કેયુર રોકડીયાએ જણાવ્યું છે કે, પાલિકામા ગેરરીતિ થશે તો કડક રીતે કાર્યવાહી કરાશે. પાલિકાના કોંગ્રેસ પક્ષના નેતા અમીબેન રાવતે પાલિકા દ્વારા કરવામાં આવાસ યોજનામાં ભ્રષ્ટાચાર હોવાનું કહી આ મામલે તપાસ થવી જોઈએ. આપણે માત્ર ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવેલા આરોપીઓ નહિ પરંતુ અન્ય જે પણ લોકોની સંડોવણી છે તેમની સામે કડક કાર્યવાહી કરવાની માગ તંત્ર સમક્ષ કરી છે તેમ જણાવ્યું હતું.
આ પણ વાંચો: કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 1250 કરોડ ફાળવ્યા