વડોદરા-વડોદરા મકરપુરા જીઆઇડીસીમાં (Vadodara Makarpura GIDC) ફાયર સ્ટેશનના ફાયર ઓફિસર નિકુંજ આઝાદ સામે માંજલપુર પોલીસ મથકમાં (Manjalpur Police station) દુષ્કર્મની ફરિયાદ (Complaint of Rape against Makarpura GIDC Fire Officer )નોંધાઇ છે. ફાયર ઓફિસર નિકુંજ આઝાદે પોતાની પત્ની સાથે છૂટાછેડા લઈ લીધા છે તેવું મહિલાને જણાવી લગ્નની લાલચ આપીને વારંવાર સરકારી ક્વાટર્સ તથા ગોવા લઇ જઇને દુષ્કર્મ આચર્યું હતું. મકરપુરા GIDC ફાયર ઓફિસરે આટલેથી ન અટકતા મહિલાને પોર્ન વિડીયો બતાવીને પોતાની અકુદરતી હવસ પણ સંતોષી હતી. આખરે ફરિયાદ (Complaint of Rape )નોંધાતા પોલીસે ફાયર ઓફિસર સામે કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો- Corruption in fire department: રાષ્ટ્રપતિ ચંદ્રક મેળવનાર ફાયર ઓફિસર 5 લાખની લાંચ લેતા ઝડપાયો
સરકારી વાહનનો દુરુપયોગ કર્યો - મકરપુરા GIDC ફાયર ઓફિસરે યુવતીનો સમાન અમદાવાદથી વડોદરા શિફ્ટ કરવા ફાયર બ્રિગેડની એમ્બ્યુલન્સનો દુરુપયોગ (Misuse of fire brigade ambulances)પણ કર્યો હતો. યુવતીને વડોદરામાં ઘર આપી યુવતીની જાસૂસી કરવા ઘરમાં કેમેરા પણ ફીટ કરાવ્યા હતાં. પોતાની પત્ની હોવા છતાં યુવતી સાથે નવા ઘરમાં જ ફૂલહાર કરી બીજા લગ્ન પણ કરી લીધાં હતાં. યુવતી સાથે કરેલ દુષ્કર્મનો વિડિયો (Video of Rape) બનાવી લેપટોપ અને મોબાઈલમાં રાખ્યો હોવાના પણ આક્ષેપ છે.
આ પણ વાંચોઃ Gujarat Anti-corruption Bureau: ગાંધીનગરના ચીફ ફાયર ઓફીસર લાંચ લેતાં ઝડપાયા
થોડાક દિવસ અગાઉ પત્નીએ ફરિયાદ નોંધાવી હતી- મકરપુરા GIDC ફાયર ઓફિસર નિકુંજ આઝાદ યુવતી સાથે દુષ્કર્મ અને અકુદરતી સેકસ કરતા સમયે પોર્ન વિડિયો નિહાળતો હતો. થોડાક દિવસ પહેલા જ નિકુંજ આઝાદ સામે તેની પત્નીએ દારૂનો નશો કરી ઘરે આવી ધમાલ મચાવતા હોવાની પોલીસમાં ફરિયાદ (Complaint of Rape against Makarpura GIDC Fire Officer ) કરી હતી. જે અંગે માંજલપુર પોલીસ સ્ટેશનમાં (Manjalpur Police station) નિકુંજ આઝાદ સામે પ્રોહિબીશનનો ગુનો (Crime of Prohibition against Nikunj Azad) પણ નોંધાયો હતો. આગામી દિવસોમાં ઓફિસર સામે સસ્પેન્ડ સુધીની કાર્યવાહી થાય તો નવાઈ નહીં.