- વડોદરામાં કોલેજના વિદ્યાર્થીઓની પ્રશંસનીય કામગીરી
- વિદ્યાર્થીઓના જૂથ દ્વારા શહેરીજનોને કરવામાં આવી સરસ મદદ
- કોરોના વેક્સીન લેવા માટેનું રજિસ્ટ્રેશન કરી સ્લોટ મેળવી આપે છે
વડોદરાઃ વિશ્વમાં કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે વેકસીનેશન અને એક જ રામબાણ ઉપાય છે ત્યારે 1 મેથી સમગ્ર દેશમાં રસીકરણ ઝૂંબેશ શરૂ કરી દેવામાં આવી છે. પરંતુ રસીકરણના સ્લોટ બુક કરવામાં જે નાગરીકો ખૂબ તકલીફ પડી રહી છે. જેને લઇને વડોદરા શહેરના સુભાનપુરા વિસ્તારમાં રહેતા કરણ બારોટ ,સાર્થક શાહ ,દીપ પટેલ અને તેમના સાથે ભણનારા અને સોસાયટીમાં રહેતા વિદ્યાર્થીઓને એક વિચાર આવ્યો કે માટે બુકિંગ કરતાં મને ચારથી પાંચ દિવસ લાગ્યા હતાં તો સામાન્ય લોકોને કેટલી તકલીફ પડતી હશે તે સમજી શકાય છે. સામાજિક જવાબદારીના ભાગરૂપે 20 દિવસથી અમદાવાદ, રાજકોટ, મહેસાણા, ભરૂચ ,સુરત વડોદરા સહિત શહેરના લોકોને ફ્રીમાં વેકસીનેશન સ્લોટ બૂક કરી આપે છે.
આ પણ વાંચોઃ કુખ્યાત ડોન નઝીર વોરાનું કોર્ટમાં સરેન્ડર, લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો
રાજ્યભરમાં લોકોને કરી મદદ
આ વિદ્યાર્થીઓએ અત્યાર સુધીમાં અંદાજે 1600 થી વધુ લોકોને ફ્રીમાં સ્લોટ બુક કરાવી આપ્યાં છે. જ્યારે વડોદરામાં સ્લોટ બુક કરાવી આપ્યાં છે. શરૂઆતમાં કોવિડ વેબસાઇટ ખોલવામાં ઘણી ક્ષતિઓ આવતી હતી. કોલેજની વેબસાઇટ ક્યારેક ઓપન થતી નથી. તેનો કોઈ ચોક્કસ સમય નક્કી ન હતો. જોકે હવે સાંજના સાડા ચારથી રાતના બે વાગ્યા સુધી અમને જે કોઈપણ પોતાની ઓટીપી આપે છે. તેને અમે સ્લોટ બૂક કરી આપીએ છીએ. અમે બધાં કોલેજમાં સાથે ભણનારા વિદ્યાર્થીઓ મિત્રો છે જે અમારી સાથે જોડાયાં છે.
આ પણ વાંચોઃ કોરોના વાઇરસની મહામારી વચ્ચે ડીસા માર્કેટયાર્ડના મજૂરો હડતાલ પર