- વડોદરાની હોસ્પિટલ્સની કેન્દ્રની ટીમે લીધી મુલાકાત
- ડૉક્ટર વિનોદ રાવ કામગીરીના થયા વખાણ
- 100 વેન્ટિલેટરનો જથ્થો હૈદરાબાદથી વડોદરા આવ્યો
વડોદરા: શહેરમાં કોરોના બેકાબૂ બન્યો છે ત્યારે દિવસેને દિવસે કોરોના કેસો ની સંખ્યા વધતા હોસ્પિટલ હાઉસફુલ થઈ ગયા છે ત્યારે તંત્ર દ્વારા થતી કામગિરીનું નિરિક્ષણ કરવા માટે રવિવારે ભારત સરકારની ટીમે વડોદરાના OSD ડૉક્ટર સાથે ખાનગી હોસ્પિટલની મુલાકાત લીધી હતી. આ ટીમે પાયોનીયર કેમ્પસની મુલાકાત લીધી હતી જેમાં 250 બેડની વ્યવસ્થા છે જેમાં 130 બેડ ફૂલ છે. આ મુલાકાતને ધ્યાનમાં રાખીને રવિવારે વધુ 150 તૈયાર થઈ જશે.
OSD ડૉક્ટર વિનોદ રાવ કામગીરીના થયા વખાણ
મુલાકાત બાદ કેન્દ્રની ટીમે OSD ડૉક્ટર વિનોદ રાવ કામગીરીની પ્રશંસા કરી હતી. કોવિડ બેડની ક્ષમતા માત્ર એક જ મહિનામાં 2,400 થી વધારીને 10,400 કરી છે. કોવિડ હોસ્પિટલમાં ઑક્સિજન બેડ, વેન્ટિલેટર સાથે અગાઉથી આયોજન માટે પ્રયાસો માટે પ્રશંસા કરી હતી. આ ઉપરાંત સુમનદીપ કેમ્પસમાં 1,000 હોસ્પિટલનું કામ યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે. અગાઉ 350 બેડની વ્યવસ્થા છે એમાં 180 બેઠકો ખાલી છે ગુરુવાર સુધીમાંની લિક્વિડ ઑક્સિજનની ટાંકી અહીંયા તૈયાર થઈ જશે. આમ અહીં 125 બેડ વેન્ટિલેટર વાળા છે અને 250 બેડ ICU સ્થાપવાની પ્રક્રિયા સરળ બની જશે.
વધુ વાંચો: વડોદરામાં કોરોના કહેર યથાવત: 414 કેસ નોંધાયા, 2 દર્દીઓનું મોત
પારુલ હોસ્પિટલમાં વધારાયા બેડ્સ
ઉપરાંત પારુલ હોસ્પિટલની પણ મુલાકાત લેવામાં આવી હતી. જેમાં 50 બેડ ખાલી છે અહીં એક અઠવાડિયામાં 702 સુધીની ક્ષમતા વધારવામાં આવશે ફાઉન્ડેશન કાર્ય શરૂ થયું છે. આગામી 3 દિવસમાં એક પણ પ્રાથમિક થઈ જશે. આથી આગામી દિવસોમાં ICU 50થી વધારીને 240 બેડ અને વેન્ટિલેટર 30 થી વધારીને 120 કરવામાં આવશે.
વધુ વાંચો: EXCLUSIVE : PCB દ્વારા રેમડીસીવીર ઇન્જેક્શનના કાળાબજારી કરતા બેની ધરપકડ
100 વેન્ટિલેટરનો જથ્થો હૈદરાબાદથી વડોદરા આવ્યો
વડોદરા શહેરમાં કોરોના બેકાબૂ બન્યો છે ત્યારે વધુમાં વધુ હોસ્પિટલમાં બેડ્સ, ઑક્સિજન અને વેન્ટિલેટરની સુવિધા કરવામાં આવી રહી છે. આજે 100 વેન્ટિલેટરના જથ્થો બે ટ્રકમાં હૈદરાબાદથી વડોદરા આવી હતી. મોડી રાત્રે હૈદરાબાદથી 100 વેન્ટિલેટરનો જથ્થો લઈને શહેરમાં આવી પહોંચી હતી. આ વેન્ટિલેટર ભારત ઇલેક્ટ્રોનિકસ ઉત્પાદિત છે. OSD ડૉ. વિનોદ રાવે જણાવ્યું કે આ વેન્ટિલેટર આજે સરકારી કોવિડ હોસ્પિટલ અને નિઃશુલ્ક બેડ વાળી ખાનગી હોસ્પિટલમાં વિતરિત કરાશે. બાયોમેડિકલ ઇજનેરો અને ટેક્નિશિયનની તૈયારી રાખવામાં આવેલી ટીમ આજે આ ઉપયોગી ઉપકરણોને સ્થાપિત કરાશે