વડોદરા- ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ વન ડે વન ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમ (BJP One Day One District program)અંતર્ગત આજે વડોદરા જિલ્લાની મુલાકાતે (C R Patil in Vadodara) આવ્યા હતાં. જેને લઈ ત્રિમંદિર વરમાણા ખાતે માધ્યમોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી હતી. આ પહેલાં તેમણે ડોક્ટર્સ, સી એ, સી એસ , વકીલ,શેરબઝાર ઇન્વેસ્ટર,એમ આર, ઉદ્યોગપતિ સાથે વેપારી મિત્રો સાથે બેઠક યોજી હતી.
આ પણ વાંચોઃ જામનગરમાં સી આર પાટીલના પોસ્ટર સળગાવવામાં આવ્યા, જાણો કેમ
રખડતા ઢોર મામલે સી આર પાટીલનું નિવેદન- ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી આર પટેલ વન ડે વન ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમ (BJP One Day One District program)અંતર્ગત વડોદરા શહેરના ત્રિમંદિર વરમાણામાં જણાવ્યું હતું કે મેં વડોદરાના મેયરને રખડતાં ઢોર અંગે ફરી એકવાર ટકોર કરી છે. ઠોસ કાર્યવાહી કરવામાં આવે તેવી સૂચના આપી છે. રખડતાં ઢોરોના કારણે અકસ્માતો થાય છે. આ અંગે ગઈકાલે મેયર કહ્યું હતું કે અટકી ગયેલા વિધાયકના કારણે મારા હાથ બંધાયેલા છે. ત્યારે પ્રદેશ અધ્યક્ષે સી આર પાટીલે (C R Patil in Vadodara)કહ્યું હું વડોદરાના મેયરને (Vadodara Mayor Keur Rokadia) પૂછીશ તમારા હાથ કેવી રીતે બંધાયેલા છે?
આ પણ વાંચોઃ સી આર પાટીલે નામ લીધા વગર કેજરીવાલ પર કર્યા આકરા પ્રહાર, ગુજરાતમાં આવી રહ્યો છે એક મહાઠગ
કોંગ્રેસના અધ્યક્ષ જગદીશ ઠાકોરના નિવેદન અંગે જવાબ -કોંગ્રેસના અધ્યક્ષ જગદીશ ઠાકોરે (Patil reply regarding Jagdish Thakor statement)હનુમાન ચાલીસા ઘરમાં કરવાના નિવેદન અંગે જવાબ આપતા ભાજપ અધ્યક્ષ સી આર પાટીલે (C R Patil in Vadodara)કહ્યું હતું કે હનુમાન ચાલીસા જેને જ્યાં કરવી હોય ત્યાં કરી શકે છે. ફક્ત નિવેદનો આપી વાતાવરણમાં ડર ઊભો ન કરવો જોઈએ. સાથે વિવિધ બેઠકોમાં ખેડૂતોને બુલેટ ટ્રેન જમીન સંપાદનના પૈસા મળે તેવી રજૂઆત આવી છે. તેને સરકારમાં રજુઆત કરી નિરાકરણ લાવવાનો પ્રયાસ કરીશ.