- કોરોનાનો બોગસ રીપોર્ટ બનાવી મેડીક્લેમના નાણાં પડાવવાનું કોભાંડ ઝડપાયું
- ઈન્સ્યોરન્સ કંપનીની તપાસમાં સમગ્ર કૌભાંડનો થયો પર્દાફાશ
- વડોદરાના જે.પી.પોલીસ મથકે નોંધાઈ ફરિયાદ
વડોદરાઃ શહેરમાં લેબોરેટરીનો બોગસ કોરોના પોઝિટિવ રીપોર્ટ રજૂ કરી ઈન્સ્યોરન્સ પાસ કરાવવાનું કૌભાંડ ઝડપાયું છે. દર્દી દ્વારા કોરોનાની સારવારનો મેડીકલેમ કરતા વીમા કંપની દ્વારા લેબોરેટરીમાં વેરિફિકેશન કરતા સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો હતો.
![ડો.કરણરાજસિંહ વાઘેલા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10158555_410_10158555_1610036891487.png)
લેબોરેટરીના ઓનલાઈન રજિસ્ટ્રેશનમાં કોઈ રિપોર્ટ કાઢવામાં આવ્યો નથી
લેબોરેટરીના ઓનલાઈન રજિસ્ટ્રેશનમાં તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, આવી કોઈ વ્યક્તિનો કોઈપણ પ્રકારનો કોવિડ-19 ટેસ્ટ આ લેબ દ્વારા કરવામાં આવ્યો નથી અને કોવિડ 19 પોઝિટિવ રિપોર્ટ આ લેબમાંથી આપવામાં આવ્યો નથી. આ અંગેની જાણ ઈન્સ્યોરન્સ કંપનીને જાણ કરી લેબોરેટરી સંચાલકે જે.પી.રોડ પોલીસ મથકે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બોગસ કોરોના પોઝિટિવ રિપોર્ટના આધારે કલેમ પાસ કરાવવાના ગુનામાં ડોક્ટરની હોસ્પિટલ સહિત અન્યની સંડોવણી હોવાની તેમજ બોગસ રીતે અન્યોએ પણ કલેમ પાસ કરાવ્યાં હોઈ શકે છે, તેવી આશંકાઓ સાથે પોલીસે આગળની તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.