ETV Bharat / city

વડોદરામાં ભાજપ નેતાઓએ સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાવ્યા - latest news of vadodara

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે, ત્યારે વડોદરા શહેરમાં ઠેરઠેર ઉદ્ઘાટન થઈ રહ્યું છે. વાઘોડિયા રોડ પર ભાજપ કાર્યાલયના ઉદ્ઘાટનમાં પ્રમુખ અને ધારાસભ્યની ઉપસ્થિતિમાં કોરોના કાળમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા છે. જેનો વીડિયો વાયરલ થયો છે.

સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા
સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા
author img

By

Published : Jan 9, 2021, 7:10 PM IST

  • વડોદરામાં ભાજપ કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયું
  • સોશિયલ ડિસ્ટન્સના ઉડ્યા ધજાગરા
  • કોરોના નિયમો માત્ર જનતા માટે

વડોદરાઃ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે, ત્યારે વડોદરા શહેરમાં ઠેરઠેર ઉદ્ઘાટન થઈ રહ્યું છે. વાઘોડિયા રોડ પર ભાજપ કાર્યાલયના ઉદ્ઘાટનમાં પ્રમુખ અને ધારાસભ્યની ઉપસ્થિતિમાં કોરોના કાળમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા છે. જેનો વીડિયો વાયરલ થયો છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવતા શહેરમાં કાર્યાલયનુ ઉદ્ઘાટન

ગુજરાતમાં હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે, ત્યારે વડોદરા શહેરની અંદર ભાજપ દ્વારા અલગ અલગ વિસ્તારોમાં કાર્યાલય ખોલવામાં આવી રહ્યાં છે. જે અંતર્ગત વડોદરા શહેરના વાઘોડીયા રોડ ખાતે ભાજપ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જેમાં ભાજપના કાર્યકરો સાથે શહેર પ્રમુખ વિજય શાહ, મનીષા વકીલ પણ ઉપસ્થિત રહ્યાં હતા.

પ્રમુખને આવકારવા કાર્યકરોએ ટ્રાફિક પણ રોકી લીધો

વાઘોડિયા રોડ પર ભાજપ કાર્યાલયના ઉદ્ઘાટનમાં શહેર ભાજપ પ્રમુખ વિજય શાહને આવકારવા કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. એક તબક્કે ડૉક્ટર વિજય શાહને આવકારવા માટે ઉત્સાહમાં કાર્યકરોએ ટ્રાફિક પણ રોકી દીધો હતો.

પ્રમુખ અને ધારાસભ્યને ઉપસ્થિતિમાં સોશિયલ ડિસ્ટન્સના ઉડીયા ધજાગરા

વાઘોડિયા રોડ વિસ્તારમાં ભાજપ કાર્યાલય ઉદ્ઘાટનમાં કાર્યકરો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા હતા. એક તબક્કે જ્યારે વિશ્વમાં કોરોનાની મહામારી ચાલી રહી છે, ત્યારે માત્રને માત્ર નાગરિકને જ હેરાન થવું પડે છે અને દંડ પણ વસૂલ કરવામાં આવે છે, જ્યારે સત્તામાં રહેલા લોકો નિયમોને ભંગ કરી રહ્યા છે એવું જ વાઘોડિયા રોડ પર ભાજપના કાર્યના ઉદ્ઘાટનમાં જોવા મળ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.