ETV Bharat / city

ભાજપ-આપ એકબીજાથી મળેલા, BJPનું કામ લોલીપોપ આપવાનું: મોઢવાડિયા

વડોદરામાં આજે(શનિવારે) ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ (Former President Gujarat Congress) અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, પૂર્વ સૈનિકોની માંગણીઓને કોંગ્રેસ પક્ષ સમર્થન કરે છે. રાજ્યના લાખો કર્મચારીઓની જૂની પેન્શન યોજનાની માંગ અને  દેશની સુરક્ષા કરનાર જવાનોએ આંદોલન કરવું પડે તે અત્યંત દુઃખદ બાબત છે. આ સાથે ભાજપ પર પ્રહારો કરી કહ્યું હતું કે ભાજપ અને આપ મિલીજુલી કુસ્તી (BJP and AAP collusion fight) છે.

ભાજપ અને આપ મિલીજુલી કુસ્તી છે, ભાજપનું કામ લોલીપોપ આપવાનું: અર્જુન મોઢવાડિયા

author img

By

Published : Sep 17, 2022, 8:31 PM IST

વડોદરા શહેરમાં આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ (Former President Gujarat Congress) અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, જેમાં રાજ્યના લાખો કર્મચારીઓની જૂની પેન્શન યોજનાની (Old Pension Scheme) માંગ અને દેશની સુરક્ષા કરનાર જવાનોએ આંદોલન કરવું પડે તે અત્યંત દુઃખદ બાબત છે. પૂર્વ સૈનિકોની માંગણીઓને કોંગ્રેસ પક્ષ સમર્થન (Congress Supports Retired Army Jawan Demands) કરે છે.

પૂર્વ સૈનિકોની માંગણીઓને કોંગ્રેસ પક્ષ સમર્થન કરે છે અને દેશની સુરક્ષા કરનાર જવાનોએ આંદોલન કરવું પડે તે અત્યંત દુઃખદ બાબત તેવું જણાવ્યું હતું

કોંગ્રેસ સત્તા પર આવશે તો તમામ માંગણીઓ સ્વીકારાશે હાલમાં સમગ્ર રાજ્યમાં સરકારી કર્મચારીઓને જૂની પેન્શન યોજનાને આંદોલનો કરવામાં આવી રહ્યા છે. કોંગ્રેસ સત્તા પક્ષમાં આવતા જ તમામ માંગણીઓ પૂર્ણ કરશે. પૂર્વ સૈનિકોએ પોતાનું જીવન રાષ્ટ્ર માટે સમર્પિત કર્યું હતું. તેમના પર ભાજપની સરકારે લાઠીઓ વરસાવે છે. આ સાથે એક સૈનિકનું મોત થાય છે. જે અત્યંત દુઃખદ બાબત છે. કોંગ્રેસની સરકાર બનતા પૂર્વ સૈનિક નોકરી દરમિયાન મૃત્યુ પામનારના પરિવારમાંથી એક વ્યક્તિને નોકરી આપશે. એટલું જ નહીં પૂર્વ સૈનિકના બાળકો ધોરણ 12 પછીના કોર્સમાં રિઝર્વ સીટ માટે વ્યવસ્થા ઉભી કરીશું. આ સરકાર મોટા ઉદ્યોગોની તરફેણ કરતી સરકાર છે. આઝાદી પછી પેન્શન આપવાની યોજના કોંગ્રેસે શરૂ કરી હતી, ભાજપે આ યોજનાઓ બંધ કરી અમારી સરકાર આવશે અમે ચોક્કસથી ફરી શરૂ કરીશું તેવું જણાવ્યું હતું.

ભાજપના 27 વર્ષના કુશાસનનો અંત આવશે આ સાથે જ સત્તા પક્ષ પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીના 27 વર્ષના કુશાસનનો અંત આવશે અને કોંગ્રેસની સરકાર બનશે. રેવડી બાબતે પૂછતાં જ રેવડી જેને કઈ ન કર્યું હોય તે વેચે છે. અમે તો વચનો નિભાવીએ છીએ. અમે પણ વીજળી ફ્રી, આરોગ્ય સેવા ફ્રી, 3 હજાર જેટલી અંગ્રેજી મોડેલ સ્કૂલ (English Model School) શરૂ કરીશું. ગરીબ બાળકો ભણી શકે તેવી વ્યવસ્થા ઉભી કરીશું. વર્ષો પહેલા અમે જ બનાવેલી જૂની સ્કૂલોને અમે મોડલાઈઝ કરી આધુનિક સ્કૂલો બનાવીશું. બાળકોને ભણાવીશું. લોલીપોપ આપવાનું કામ ભાજપ કરી રહી છે. હાલમાં રાજ્યમાં મોંઘવારીને લઈ તમામ પ્રજા ત્રસ્ત છે. ભાજપ અને આપ મિલીજુલી કુસ્તી (BJP and AAP collusion fight) છે. અન્ય પાર્ટીને ગુજરાતમાં અસ્તિત્વ ટકાવી નહીં શકે તેવું જણાવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.