ETV Bharat / city

હેલ્મેટના દંડથી બચવા બાઇક ચાલકે ટ્રાફિક પોલીસ કર્મીને 25 ફુટ સુધી ઘસડ્યો - ટ્રાફિકના નવા નિયમો

વડોદરાઃ એક નવેમ્બરથી લાગુ થયેલા ટ્રાફિકના નવા નિયમોનુ પાલન કરાવવા માટે પોલીસે કમરકસી છે, ત્યારે હેલ્મેટના કાયદાને લઇને વડોદરામાં ફરી એક વાર વિવાદ સર્જાયો છે. જેમાં હેલ્મેટ વિના બાઇક ચલાવી રહેલા શખ્સને ટ્રાફિક પોલીસે રોકતા એ ફફળી ઉઠ્યો હતો અને તેણે બાઇક વધુ ઝડપે ચલાવતા તેને ટ્રાફિક પોલીસે પાછળથી પકડ્યો હતો, ત્યારબાદ પણ ચાલકે બાઇક ચલાવવાનું ચાલુ રાખતા પોલીસ જવાન 25 ફુટ સુધી ઢસડાયો હતો. જોકે આ બનાવમાં ફરજ પરના ટ્રાફિક કર્મીને ઇજા પહોંચતા તેઓને તાત્કાલીક સારવાર અર્થે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં હતાં. સયાજીગંજ પોલીસે આ મામલે બાઇક ચાલક યુવકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

fdefd
author img

By

Published : Nov 5, 2019, 10:03 PM IST

શહેર ટ્રાફિક પોલીસ તંત્ર દ્વારા ટ્રાફિકના નવા નિયમોનો કડક અમલ કરાવવા માટે શહેરના જંકશન પોઇન્ટો ઉપર પોલીસ કાફલો ઉતારી દેવામાં આવ્યો છે. પોલીસનો એક કાફલો ફતેગંજ નરહરી હોસ્પિટલ સર્કલ પાસે તૈનાત હતો. તે દરમિયાન એક મોટર સાઇકલ ચાલક હેલ્મેટ પહેર્યા વિના પસાર થતાં, ફરજ પરના ટ્રાફિક પોલીસ જવાન મુકેશભાઇ રાઠવાએ રોકવાનો પ્રયાસ કર્યો હતો.

હેલ્મેટના દંડથી બચવા બાઇક ચાલકે ટ્રાફિક પોલીસ કર્મીને 25 ફુટ સુધી ઘસડ્યો
નિયમનો ભંગ કરનાર બાઇક ચાલક દંડથી બચવા માટે પોલીસ જવાનને ચકમો આપીને ભાગી છૂટવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ, પોલીસ જવાન મુકેશ રાઠવાએ તેનો પીછો કરી પકડવાનો પ્રયાસ કરતા તેઓ બાઇક સાથે 25 ફૂટ સુધી ઘસડાયા હતાં. જેમાં તેઓને થાપામાં અને પગમાં ઇજા પહોંચી છે. ઇજાગ્રસ્ત પોલીસ જવાનને તુંરત જ સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. આ ઘટનાને લઇને સયાજીગંજ પોલીસે રિકીન સોનીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. નોંધનીય છે કે, સોમવારે કાલાઘોડા ખાતે હેલ્મેટ બાબત પર જ તુષાર શાહ નામના વ્યક્તિએ ભારે હોબાળો મચાવ્યો હતો, ત્યારબાદ શહેરની આ બીજી વિવાદીત ઘટના સામે આવી છે.

Intro:હેલ્મેટના દંડથી બચવા ફતેગંજ સર્કલ પર યુવકે પોલીસ કાફલો જોતા બાઇક ભગાવ્યું અને ટ્રાફિક કર્મીને 25 ફુટ સુધી ઘસડી ગયો
Body:વડોદરા. એક નવેમ્બરથી લાગુ થયેલા ટ્રાફિકના નવા નિયમોનુ પાલન કરાવવા માટે પોલીસે કમરકસી છે. ત્યારે હેલ્મેટના કાયદાને લઇને વડોદરામાં ફરી એક વિવાદ સર્જાયો છે. જેમાં હેલ્મેટ વિના બાઇક હંકારી રહેલા શખ્સને ટ્રાફિક પોલીસે રોકતા એ ફફળી ઉઠ્યો હતો. અને તેણે બાઇક વધુ ઝડપે હંકારતા ટ્રાફિક પોલીસે પાછળથી પકડી લેતા 25 ફુટ સુધી ઢસડાયા હતા. જોકે આ બનાવમાં ફરજ પરના ટ્રાફિક કર્મીને ઇજા પહોંચતા તેઓને તાત્કાલીક સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા. સયાજીગંજ પોલીસે આ મામલે બાઇક ચાલક યુવકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.

શહેર ટ્રાફિક પોલીસ તંત્ર દ્વારા ટ્રાફિકના નવા નિયમોનો કડક અમલ કરાવવા માટે શહેરના જંકશન પોઇન્ટો ઉપર પોલીસ કાફલો ઉતારી દેવામાં આવ્યો છે. આજે સવારથી પોલીસનો એક કાફલો ફતેગંજ નરહરી હોસ્પિટલ સર્કલ પાસે તૈનાત હતો. દરમિયાન એક મોટર સાઇકલ ચાલક હેલ્મેટ પહેર્યા વિના પસાર થતાં, ફરજ પરના ટ્રાફિક પોલીસ જવાન મુકેશભાઇ રાઠવાએ રોકવાનો પ્રયાસ કર્યો હતો.

નિયમનો ભંગ કરનાર બાઇક ચાલક દંડથી બચાવવા માટે પોલીસ જવાનને ચકમો આપીને ભાગી છૂટવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ, પોલીસ જવાન મુકેશ રાઠવાએ તેનો પીછો કરી પકડવાનો પ્રયાસ કરતા તેઓ બાઇક સાથે 25 ફૂટ સુધી ઘસડાયા હતા. જેમાં તેઓને થાપામાં અને પગમાં ઇજા પહોંચી હતી. ઇજાગ્રસ્ત પોલીસ જવાનને તુરતજ સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ બનાવની જાણ એ.સી.પી. ટ્રાફિક અમીતા વાનાણીને થતાં તુરતજ તેઓ સયાજી હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા.

Conclusion:આ બનાવ અંગે એ.સી.પી. ટ્રાફિક અમીતા વાનાણીએ જણાવ્યું હતું કે, ફતેગંજ નરહરી સર્કલ પાસેથી બાઇક ચાલક હેલ્મેટ પહેર્યા વિના પસાર થતો હતો. તેને ટ્રાફિક પોલીસ જવાન મુકેશભાઇ રાઠવાએ રોકવાનો પ્રયાસ કરતા બાઇક ચાલક ઉભો રહ્યો ન હતો. અને બાઇક હંકારી મુકી હતી. જેનો પીછો કરીને મુકેશભાઇ પકડવા જતાં તેઓ બાઇક સાથે ઘસડાયા હતા. અને તેમાં તેઓને ઇજા પહોંચતા સયાજી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.

નરહરી હોસ્પિટલ પાસે બનેલી ઘટનામાં પોલીસ જવાનને ઇજા પહોંચાડનાર મોટર સાઇકલ ચાલક મુળ ગોધરાનો રિકીન સોની હોવાનું બહાર આવ્યું છે. સયાજીગંજ પોલીસે રિકીન સોનીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. નોંધનીય છે કે, સોમવારે કાલાઘોડા ખાતે હેલ્મેટ બાબતેજ તુષાર શાહ નામના વ્યક્તિએ ભારે હોબાળો મચાવ્યો હતો. ત્યારબાદ શહેરની આ બીજી વિવાદીત ઘટના સામે આવી છે.

બાઈટ -અમિતા વાળાની એસીપી ટ્રાફિક
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.