વડોદરા -મીટર આધારીત વીજદરને હોર્સ પાવર આધારીત વીજદરમાં સમાનતા લાવવા તેમજ ખેડૂતોની (Farmers Protest Gujarat ) સમસ્યાઓને દૂર કરવા ભારતીય કિસાન સંઘ દ્વારા વડોદરા જિલ્લા કલેક્ટર મારફતે મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલને આવેદનપત્ર (Bharatiya Kisan Sangh Vadodara Memorandum) આપી રજૂઆત કરવામાં સાથે વડોદરાના ખેડૂતોના ધરણા (Bhartiya Kisan Sangh Demands) યોજાયાં હતાં.
આ પણ વાંચો -Farmers Protest Gujarat : ખેડૂતોએ ફરી સરકાર સામે બાયો ચડાવી, ભારતીય કિસાન સંઘ દ્વારા આંદોલન
આટલી છે માગણી -વર્તમાન સમયમાં કિસાનોને વીજ પુરવઠો હોર્સ પાવર આધારીત અને મીટર આધારીત આપવામાં આવે છે. જેમાં બન્નેના વીજદરમાં તફાવત છે જેથી વીજ મીટર આધારીત ખેડૂતોને નુકસાન (Farmers Protest Gujarat ) જાય છે. જેથી મીટર આધારીત ખેડૂતોને પણ હોર્સ પાવર આધારીત ભાવથી જ વીજ પુરવઠો આપી સમાનતા લાવવામાં આવે. આ સાથે મીટર હોર્સ પાવર સમાન વીજદર, મીટર આધારીત બોરવેલનું વીજ બીલ દર બે મહિને ભરાશે ફીક્સ ચાર્જમાં રાહત આપવી, સ્વૈચ્છિક લોડ વધારાની સ્કીમ લાવવી, બોરવેલ પર વીજ મીટર બળી જાય તો તેની જવાબદારી વીજ કંપનીની, કિસાન સૂર્યોદય યોજના (Kisan Suryodaya Yojana) દિવસે વીજળીનું અમલીકરણ અને સ્કાય યોજના ફરીથી લાગુ કરવાની માગણી (Bhartiya Kisan Sangh Demands) કરવામાં આવી છે.
આ પણ વાંચો - ભાજપની ભગીની સંસ્થા ભારતીય કિસાનસંઘે સરકાર સામે બાંયો ચઢાવી, પડતર પ્રશ્નોનો ઉકેલ નહીં આવે તો ખેડૂતો રોડ પર ઉતરશે
જમીન રીસર્વેનો પ્રશ્ન - ઉપરાંત જમીન માપણી માટેની રીસર્વે કામગીરીનું તાત્કાલીક નિરાકરણ કરવું. જ્યારે ફક્ત વડોદરા જિલ્લામાં મહેસૂલ પર લેવાતી 3 ટકા શેષ તાત્કાલિક ધોરણે નાબૂદ (Farmers Protest Gujarat ) કરવાની સાથે પશુપાલકોને દૂધના પોષણક્ષમ ભાવની રજૂઆત (Bhartiya Kisan Sangh Demands) કરી છે. ઉલ્લેખનીય છે કે ભાજપ સરકારની ભગિની સંસ્થા ભારતીય કિસાન સંઘના ( Vadodara Farmers Agitation ) આગેવાનોએ પડતર પ્રશ્નોની માંગને લઈને અલગ અલગ 3 કેબિનેટ પ્રધાનો સાથે બેઠકો કરી હતી.
પ્રધાનો સમક્ષ કરી ચૂક્યાં છે રજૂઆતો- ભારતીય કિસાન સંઘ દ્વારા જેમાં ખેડૂતોના બીયારણના પ્રશ્નો, મહેસૂલના પ્રશ્નો અને ઊર્જાના પ્રશ્નોને લઈને કેબિનેટ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદી, રાઘવજી પટેલ અને કનુ દેસાઈ સાથે બેઠક કરીને 56 જેટલા પડતર પ્રશ્નો વિશે વાત (Bhartiya Kisan Sangh Demands) કરવામાં આવી હતી. સરકાર ઝૃડપથી નિરાકરણ નહીં લાવે તો આગામી સમયમાં ખેડૂતો રોડ પર ઉતરીને આંદોલન કરશે તેવી ચીમકી (Farmers Protest Gujarat ) ભારતીય કિસાન સંઘ દ્વારા ઉચ્ચારવામાં આવી હતી.