વડોદરા - વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના આંકડાકીય માહિતી અનુસાર વડોદરામાં 40 તળાવો છે. જેમાં 25 તળાવોને હાલ સુધીમાં બ્યૂટિફિકેશન (Beautification of lakes)કરવામાં આવ્યા છે. જેમાંથી મોટાભાગના તળાવનું બ્યૂટિફિકેશન પૂર્ણ થયું છે અને એક તળાવને પીપીટી મોડલ મુજબ આપવામાં આવેલ છે. અત્યારે આ તળાવો પાછળ સરકારે અંદાજે 85 કરોડથી પણ વધુનો ખર્ચ કર્યો છે, પરંતુ તળાવની હાલત હજુ પણ પહેલાં જેવી જ છે. વિકાસ સાથે આ તમામ તળાવોની જાળવણી કરવામાં પાલિકા (Vadodara Corporation)તંત્ર સાવ નિષ્ફળ નીવડ્યું છે તો બીજી તરફ અન્ય 4 તળાવોની બ્યૂટિફિકેશન માટે ટેન્ડર પ્રક્રિયા (Tender process for beautification of lakes) ચાલી રહી છે.
વિપક્ષ નેતાના આક્ષેપ - વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષ નેતા અમી રાવતે (Vadodara Congress allegation) જણાવ્યું હતું કે હાલ સુધીમાં વડોદરા કોર્પોરેશન (Vadodara Corporation)દ્વારા 25 તળાવનું બ્યૂટિફિકેશન (Beautification of lakes)કરવામાં આવ્યું છે જેની પાછળ 87 કરોડ જેટલો ખર્ચ કરવામાં આવ્યો છે. છતાં પણ તળાવો ડ્રેનેજના પાણીથી ખદબદે છે સાથે તળાવમાં માછલીઓના મોતથી (Death of fish in the lake ) દુર્ગંધ ફેલાય છે. આ તળાવોમાં ડિસોલ્વ ઓક્સિજન લેવલ ઝીરો છે છતાં તંત્ર દ્વારા આ તળાવ પાછળ કરોડો રૂપિયા ખર્ચ્યા છે છતાં ત્યાંની પરિસ્થિતિ સુધરી નથી અને દર વર્ષે 2 કરોડ જેટલી રકમ જાળવણી પાછળ ખોટો ખર્ચ કરવામાં આવે છે. સાથે અન્ય 4 તળાવોની પરિસ્થિતિ સુધારવાની વાત છે તો અગાઉ ખર્ચેલ કરોડો રૂપિયા છતાં હજુ સ્થિતિ ત્યાંની ત્યાં જ છે તો અન્ય તળાવો પાછળ પૈસા ખર્ચવાનો શું મતલબ છે?
આ પણ વાંચો - Lake Renovation in Vadodara: VMCએ છાણી તળાવના બ્યૂટિફિકેશન માટે 14 કરોડ ખર્ચ્યા, પરંતુ કામ હજી અધૂરું
સામાજિક કાર્યકર શું કહે છે - આ અંગે સામાજિક કાર્યકર અતુલ ઘામેચીએ જણાવ્યું હતું કે તળાવોની સ્થિતિમાં કોઈ ફેરફાર જોવા નથી મળ્યો. બ્યૂટિફિકેશનના (Beautification of lakes)નામે કરોડોનો ભ્રષ્ટાચાર થયો છે. હાલમાં કોક્રેટનું જંગલ અને જળચર જીવોના જીવન પર સંકટ સર્જાયું છે. હાલમાં વિકાસની સાથે જાળવણી પણ જરૂરી છે ,તે હાલમાં દેખાતી નથી. અન્ય તળાવોમાં બ્યૂટિફિકેશન માટે ટેન્ડર પ્રક્રિયા (Tender process for beautification of lakes) માત્ર કમિશન અને ભ્રષ્ટાચાર માટે થતી હોય છે તેવા અતુલ ઘામેચીએ આક્ષેપ કર્યા હતાં.
આ પણ વાંચો - Solar Park in Navsari: નવસારીના વડા તળાવમાં બનશે સોલાર પાર્ક, ગણદેવી નગરપાલિકાનું 50 ટકા લાઈટ બિલ બચી જશે
વડોદરા મહાનગરપાલિકા સત્તાધીશો શું કહે છે- વડોદરા કોર્પોરેશન (Vadodara Corporation)સ્થાયી સમિતિ અધ્યક્ષ ડો.હિતેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે શહેરના તળાવોનુંં બ્યૂટિફિકેશન (Beautification of lakes)કરવામાં આવ્યું છે. અમે વોકિંગ ટ્રેક, બેસવાની જગ્યા સાથે અનેક કામો કર્યા છે, પરંતુ આ તળાવ પાછળ માત્ર કોર્પોરેશન જાળવણી કરી નથી શકતી. જનભાગીદારી દ્વારા યોગ્ય જાળવણી થાય તે જરૂરી છે. સાથે બપોદ, મકરપુરા, વેમાલી, કપુરાઈ જેવા તળાવોની (Tender process for beautification of lakes) આગામી દિવસોમાં જાળવણી કરવામાં આવશે. હાલમાં બ્યૂટિફિકેશન કરાયેલ તળાવોમાં ગંદકી સાથે જેટલા તળાવોમાં ડ્રેનેજના પાણી છોડવામાં આવે છે તે બંધ કરવાની કામગીરી ચાલુ છે અને તમામ તળાવો યોગ્ય જાળવણી કરવામાં આવશે તેવી વાત કરી હતી.