વડોદરા: ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલયઅને મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટી દ્વારા આઝાદીના અમૃત મહોત્સવ તેમજ શહીદ દિવસ નિમિતે ક્રાંતિકારી વીરો તથા યોગી મહર્ષિને શ્રદ્ધાંજલિ અર્પિત કરવા બદલ પદયાત્રા સહિતના કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું. શિક્ષણપ્રધાન જીતુ વાઘાણી નિવેદન આપતા કહ્યું કે, દરેક ભારતીયે ધ કાશ્મીર ફાઈલ્સ મૂવી એક વાર તો અવશ્ય જોવી જ જોઈએ.
આ પણ વાંચો: લીંબડી ખાતે 'આઝાદી કા અમૃત મહોત્સવ' અંતર્ગત કાર્યક્રમ યોજાયો
દેશભરમાં આઝાદીકા અમૃત મહોત્સવ ઉજવવણી કરવામાં આવી હતી. ત્યારે વડોદરાની MS યુનિવર્સીટી દ્વારા આઝાદીના 75 વર્ષની ઉજવણી(Celebrating 75 years of independence) અંતર્ગત શહીદ દિવસની ઉજવણી(Celebration of Martyr's Day) કરવામાં આવી. MS યુનિવર્સીટીના વિધાર્થીઓ દ્વારા મહર્ષિ અરવિંદ આશ્રમથી અકોટના સયાજીનગર ગૃહ સુધી પ્રભાતફેરી યોજવામાં આવી હતી. પ્રભાત ફેરીનેને યુનિવર્સીટીના વાઇસ ચાન્સેલર VK શ્રીવાત્સવે પ્રસ્થાન કરાવ્યું હતું.
આ પણ વાંચો: વડોદરામાં 'આઝાદી કા અમૃત મહોત્સવ'ની ઉજવણીનો પ્રારંભ કરાયો
સર સયાજી નગરગૃહમાં ક્રાંતિકારીઓને શ્રદ્ધાંજલિ આપવા આવી. કાર્યક્રમમાં રાજ્યના શિક્ષણપ્રધાન જીતુ વાઘાણી ઉપસ્થિત રહ્યા હતા. MS યુનિવર્સીટીના કુલપતિ(Chancellor of MS University) શુભાંગીદેવી ગાયકવાડ, ઉપ કુલપતિ વિજયકુમાર શ્રીવાત્સવશેર, બીજેપી પ્રમુખ ડો વિજય શાહ, જિલ્લા કલેકટર(District Collector) AB ગોર, મ્યુનિસિપલ કમિશ્નર(Municipal Commission) શાલિની અગ્રવાલ, સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં. મુખ્ય મહેમાન તરીકે રાજ્યના રાજ્યપાલ(State Governor) આચાર્ય દેવવ્રત ઓન લાઇન જોડાયા હતા.
જીતુ વાઘાણીનું નિવેદન - જીતુ વાઘાણીએ 'ધ કાશ્મીર ફાઈલ્સ' ફિલ્મ પર નિવેદન આપતા કહ્યું કે દરેક ભારતીયે ધ કાશ્મીર ફાઈલ્સ મૂવી એક વાર તો અવશ્ય જોવી જ જોઈએ. તેમજ તેમણે એ પણ જણાવ્યું કે પ્રાથમિક શિક્ષકોની બદલી અંગે વિચારણા ચાલી રહી છે. આ સાથે તેમણે ઉમેર્યું હતું કે અરસ પરસ બદલી અરજી કરવાની મુદત 31 માર્ચ સુધી લંબાવાશે.