ETV Bharat / city

Attempt to commit suicide In Vadodara: વડોદરા શહેર પોલીસ કમિશ્નર કચેરીમાં યુવકનો ઝેરી દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ - વડોદરામાં આત્મહત્યાના કિસ્સાઓ

વડોદરા પોલીસ કમિશ્નર કચેરી (Vadodara Police Commissioner Office)માં અજાણ્યા ઇસમે ઝેરી દવા ગટગટાવીને જીવન ટૂંકાવવાનો પ્રયત્ન કર્યો હતો. તેને તાત્કાલિક સારવાર અર્થે સરકારી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. અત્યારે તેની તબિયત સ્થિર છે.

Attempt to commit suicide In Vadodara: વડોદરા શહેર પોલીસ કમિશ્નર કચેરીમાં યુવકનો ઝેરી દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ

author img

By

Published : Feb 18, 2022, 5:16 PM IST

વડોદરા: પોલીસ કમિશ્નર કચેરી (Vadodara Police Commissioner Office)માં અનેક લોકો ફરિયાદ લઇને આવતા હોય છે. અહીં આવતા લોકોની સ્થાનિક સ્તરે ફરિયાદનો ઉકેલ નહીં આવતા તેઓ કમિશ્નર કચેરીમાં ફરિયાદ લઇને આવે છે. લોકો અને પોલીસકર્મીઓથી સતત ધમધમતી પોલીસ કમિશ્નર કચેરીમાં આજે અજાણ્યા ઇસમે ઝેરી દવા ગટગટાવી જીવન ટૂંકાવવાનો પ્રયાસ (Attempt to commit suicide In Vadodara) કરતા ચકચાર મચી જવા પામી છે.

કમિશ્નર કચેરીમાં અજાણ્યા ઇસમે ઝેરી દવા ગટગટાવી જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો.

આ પણ વાંચો: Vadodara suicide case: વડોદરામાં વિદ્યાર્થીએ મિત્રના એપાર્ટમેન્ટના પાંચમા માળેથી પડતું મૂકી આપઘાત કર્યો

વડોદરાની કોર્ટમાં જીવન ટૂંકાવવાની 2 ઘટનાઓ

જીવન ટૂંકાવવાનો પ્રયાસ કરનાર ઇસમને સારવાર અર્થે દવાખાનામાં લઇ જવામાં આવ્યો હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. ઉલ્લેખનીય છે કે, વડોદરાની કોર્ટ (suicide attempt in vadodara court)માં તાજેતરમાં જીવન ટૂંકાવવાની ઘટનાના 2 કિસ્સાઓ સામે આવ્યા હતા. જો કે બંને કિસ્સામાં કોઇની જાનહાની થઇ નથી. એક કિસ્સામાં પોતાની જાતને આગ લગાવીને તથા અન્ય કિસ્સામાં ઝેરી પદાર્થ પીને જીવન ટુંકાવવાના પ્રયાસો (Suicide cases in vadodara) કરવામાં આવ્યા હતા. આજે આ પ્રકારની ઘટનાનું શહેર પોલીસ કમિશ્નરની કચેરીમાં પુનરાવર્તન થયું છે.

આ પણ વાંચો: વુડાના મહિલા અધિકારી સાથે ગેરવર્તણૂક કરનાર પ્રમુખ વિરુદ્ધ ગુનો નોંધાયો

સારવાર અર્થે ઇસમને સરકારી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો

સમગ્ર મામલે પ્રાપ્ત વિગતો અનુસાર, આજ રોજ લોકોથી ધમધમતી પોલીસ કમિશ્નર કચેરીના વોશરૂમમાં એક અજાણ્યા ઇસમે જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો છે. જો કે જાણ થઇ જતા તેને તાત્કાલિક સારવાર અર્થે સરકારી હોસ્પિટલમાં લઇ જવાયો હતો, જ્યાં હાલ તેની તબિયત સ્થિર હોવાનું સામે આવ્યું છે. આ મામલાની પોલીસ કંટ્રોલ રૂમ (police control room vadodara)માં જાણ થઇ હતી. પોલીસ કમિશ્નર કચેરીના પહેલા માળે આવેલા વોશરૂમમાં આ ઘટના બની છે. પ્રાથમિક માહિતી પ્રમાણે ઇસમનું નામ સૌરભ હસમુખભાઇ બારોટ (રહે-કિશનવાડી વુડાના મકાન) હોવાનું સામે આવ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.