- મહાનગરપાલિકાની ચૂંટણી માટે મતદાન શરૂ
- ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ કર્યું મતદાન
- સાંસદ રંજનબેન ભટ્ટે તેના પરિવાર સાથે કર્યું મતદાન
વડોદરાઃ રાજયની 6 મહાનગરપાલિકાની ચૂંટણી માટે રવિવારે મતદાન યોજાઈ રહ્યું છે, ત્યારે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ વડોદરાના બાજવાડા વિસ્તારના શ્રેય સાધક હોલ ખાતેના મતદાન મથકે મતદાન કર્યું હતું. તેમજ સાંસદ રંજનબેન ભટ્ટે તેના પરિવાર સાથે સરસ્વતી સ્કૂલ મહેસાણા નગર ખાતે મતદાન કર્યું હતું.
વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ લોકોને મતદાન કરવા અપીલ કરી
ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ વડોદરાના બાજવાડા વિસ્તારના શ્રેય સાધક હોલ ખાતેના મતદાન મથકે મતદાન કર્યું હતું. તેમણે જણાવ્યું કે, લોકશાહીમાં મતદાન પવિત્ર ફરજ છે. એટલે સહુએ મતદાન કરવું જ જોઈએ.