ETV Bharat / city

કેજરીવાલ ફરી ગુજરાત મુલાકાતે, વડોદરાથી ગેરેન્ટી આપે એવા એંધાણ - aam Admi party Gopal Italiya

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક (Arvind Kejriwal gujarat Visit) આવતા જ કેન્દ્રમાંથી મોટા નેતાઓની ગુજરાત મુલાકાત વધી રહી છે. મંગળવાર તારીખ 20 સપ્ટેમ્બરના રોજ ભાજપના નેતા જે.પી.નડ્ડા રાજકોટની મુલાકાત કરવાના છે તો વડોદરામાં આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal in vadodara) મુલાકાત કરવાના છે. ફરી એકવખત આમ આદમી પાર્ટી તરફથી ગુજરાતની પ્રજાને મોટી ગેરેન્ટી મળે એવી શક્યતાઓ છે.

અરવિંદ કેજરીવાલ ફરી ગુજરાત મુલાકાતે, વડોદરાથી ગેરેન્ટી આપે એવા એંધાણ

author img

By

Published : Sep 19, 2022, 8:38 PM IST

વડોદરા: આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ વીડિયોના માધ્યમથી એક મહત્વપૂર્ણ જાણકારી આપતા જણાવ્યું કે, આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal in vadodara) મંગળવાર (તા.20 સપ્ટેમ્બર)ના રોજ વડોદરાની (Arvind Kejriwal Vaghodia) મુલાકાત કરવાના છે. તેઓ વડોદરામાં એક પ્રેસ કોન્ફરન્સ કરશે અને ટાઉનહોલ કાર્યક્રમના માધ્યમથી ગુજરાતની જનતા સમક્ષ પોતાની વાત રજૂ કરશે.

અરવિંદ કેજરીવાલ ફરી ગુજરાત મુલાકાતે, વડોદરાથી ગેરેન્ટી આપે એવા એંધાણ

ટાઉનહોલમાં સંવાદઃ આવતી કાલે દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ વડોદરાની મુલાકાતે આવી રહ્યા છે. શહેરના વાઘોડિયા વિસ્તારમાં આવેલા ટાઉનહોલ ખાતે કાર્યક્રમમાં હાજરી આપવાના છે. જેમાં શિક્ષકો અને વાલીઓ સાથે સંવાદ કાર્યક્રમ યોજાશે. આ સાથે અરવિંદ કેજરીવાલ પત્રકારો સાથે પણ વાતચીત કરશે. વિધાનસભાની ચૂંટણીનું એલાન થાય એ પહેલા રાજનેતાઓ વાયદાનું પોટલું ખોલી રહ્યા છે. એવામાં અરવિંદ કેજરીવાલ વધુ કોઈ મોટી ગેરેન્ટી આપે એવા એંધાણ છે.

અમદાવાદમાં સિસોદિયાઃ દિલ્હી સરકારના નાયબ મુખ્ય પ્રધાન અને શિક્ષણ પ્રધાન મનીષ સિસોદિયા પણ તારીખ 21 સપ્ટેમ્બરના રોજ અમદાવાદની મુલાકાત કરવાના છે. સાબરમતી આશ્રમથી બાપુના દર્શન કરી એક યાત્રાની શરૂઆત કરશે. સમગ્ર ઉત્તર ગુજરાતમાં આ યાત્રા ફરશે અને લોકોને પરિવર્તન લાવવા માટે મનીષ સિસોદિયાજી હાકલ કરશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.