ETV Bharat / city

આધુનિક સુવિધાઓ સાથે આંગણવાડી અને 11 જનસેવા કેન્દ્રોનું ઉદ્ઘાટન

વડોદરાના સુખલીપુરામાં આંગણવાડીનું (Anganwadi Inauguration in Vadodara) સામાજિક ન્યાય અને અધિકારીતા પ્રધાન પ્રદિપ પરમાર દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. નંદઘરમાં રમકડાં અને ભોજન સહિતની આધુનિક સુવિધાઓ બાળકોના સર્વાંગી વિકાસમાં મદદ કરશે. આ ઉપરાંત શહેરમાં એક સાથે 11 નવા જનસેવા કેન્દ્રોનો પ્રારંભ કરવામાં આવ્યો છે. (Vadodara Public Service Centres)

આધુનિક સુવિધાઓ સાથે આંગણવાડી અને 11 જનસેવા કેન્દ્રોનું ઉદ્ઘાટન
આધુનિક સુવિધાઓ સાથે આંગણવાડી અને 11 જનસેવા કેન્દ્રોનું ઉદ્ઘાટન
author img

By

Published : Oct 8, 2022, 10:51 AM IST

વડોદરા સામાજિક ન્યાય અને અધિકારીતા પ્રધાન પ્રદિપ પરમારે વડોદરા જિલ્લાના દુમાડ નજીક સુખલીપુરા ગામમાં નવનિર્મિત આંગણવાડીનું ઉદ્ઘાટન કર્યું હતું. આ નંદઘર IOCLની મદદથી નિગમિત સામાજિક જવાબદારીના ભાગરૂપે બનાવવામાં આવ્યું છે. સાથે નાગરિકોની જરૂરિયાતોને ધ્યાને લઈ વડોદરા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જનસેવા કેન્દ્રોનું મોટા પાયે વિકેન્દ્રીકરણ કરવામાં આવ્યું છે. વડોદરા શહેરમાં બીજા નવા 11 જનસેવા કેન્દ્રોનો પ્રારંભ પ્રભારી પ્રધાન પ્રદીપ પરમાર દ્વારા કરવામાં આવ્યો હતો. (Vadodara Public Service Centres)

નંદઘરનું નિર્માણ
નંદઘરનું નિર્માણ

પ્રધાનનો બાળકો સાથે સંવાદ પ્રધાન પ્રદિપ પરમારે આંગણવાડીના બાળકો સાથે સંવાદ સાધ્યો હતો અને આંગણવાડી કાર્યકરોને પ્રોત્સાહિત કર્યા હતા. તેમણે કહ્યું કે, મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના વડપણ હેઠળની રાજ્ય સરકાર ગુજરાતને મોડેલ રાજ્ય બનાવવા માટે તમામ પ્રયાસો કરી રહી છે. જ્યારે આ ગામની ઓચિંતિ મુલાકાત લીધી, ત્યારે આંગણવાડીનું નવું મકાન બનાવવાની ગ્રામજનો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. ખૂબ જ ટૂંકાગાળામાં ગામમાં અદ્યતન નંદઘરનું નિર્માણ થતા આજે તેને ખુલ્લું મૂકવામાં આવ્યું છે. બાળકો એ આપણા દેશનું ભવિષ્ય છે. અહીં તેમને રમકડાં અને ભોજન સહિતની આધુનિક સુવિધાઓ મળશે, જે તેમના સર્વાંગી વિકાસમાં મદદ કરશે અને ભવિષ્યમાં દેશના જવાબદાર નાગરિક બનશે. જેનાથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આત્મનિર્ભર ભારતનું સ્વપ્ન સાકાર થશે. (Anganwadi Inauguration in Sukhlipura village)

આધુનિક સુવિધાઓ સાથે આંગણવાડી અને 11 જનસેવા કેન્દ્રોનું ઉદ્ઘાટન
આધુનિક સુવિધાઓ સાથે આંગણવાડી અને 11 જનસેવા કેન્દ્રોનું ઉદ્ઘાટન

અરાજદારોની આતુરતાનો અંત વડોદરા શહેરમાં હાલમાં નર્મદા ભવન સહિત કુલ ચાર જનસેવા કેન્દ્રો કાર્યરત છે. એકંદરે કુલ 60 હજાર જેટલી અરજીઓ મળતી હતી. જેમાં રાશનકાર્ડ, વિધવા અને વૃદ્ધ સહાય, ડોમીસાઇલ, વરિષ્ઠ નાગરિક પ્રમાણપત્ર, જાતિ અને લઘુમતીના દાખલાઓની અરજી મુખ્ય હતી. આ ચાર જનસેવા કેન્દ્રોમાં પ્રતિદિન અંદાજે બે હજાર અરજદારો મુલાકાત લેતા હોવાથી પ્રમાણપત્રો અને દાખલા કઢાવવા માટે લાઇનો લાગતી હતી. આ નવા 11 જનસેવા કેન્દ્રો પૈકી અટલાદરા અને ગોત્રીમાં તલાટી કચેરીમાં વિવિધ સેવાઓ ઉપલબ્ધ કરાવી ત્યારે ઉક્ત સેવાઓનો પ્રારંભ કરવામાં આવ્યો છે. પ્રભારી પ્રધાન પ્રદીપ પરમારે રીબીન કાપીને આ બન્ને જનસેવા કેન્દ્રની મુલાકાત લીધી હતી અને અરજદારોને વિવિધ પ્રમાણપત્રો એનાયત કર્યા હતા. (Anganwadi Inauguration in Vadodara)

આધુનિક સુવિધાઓ સાથે આંગણવાડી
આધુનિક સુવિધાઓ સાથે આંગણવાડી

અન્ય જનસેવા કેન્દ્રો અન્ય જનસેવા કેન્દ્રો કલાલી, તરસાલી, કપૂરાઇ, બાપોદ, હરણી, નિઝામપૂરા, કરોડિયા, ભાયલી અને સેવાસી ખાતે તલાટી કચેરીમાં આગામી સોમવારથી શરૂ કરી દેવામાં આવશે. ત્યાં વિધવા સહાય, ડોમિસાઇલ, આવકના દાખલા, જાતિ અને લઘુમતીના દાખલા સહિતની સેવાઓ મળશે. આ કાર્યક્રમમાં ધારાસભ્ય સીમા મોહિલે, કલેક્ટર અતુલ ગોર, જિલ્લા વિકાસ અધિકારી ડો. રાજેન્દ્ર પટેલ, અગ્રણી ડો. વિજય શાહ, નિવાસી અધિક કલેક્ટર ડો. બી. એસ. પ્રજાપતિ સહિત નગરસેવકો ઉપસ્થિત રહ્યા હતા. (In charge Minister Pradeep Parmar)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.