- સયાજી હોસ્પિટલને 10 ઓક્સિજન કોન્સન્ટ્રેટર ભેટમાં મળ્યા
- ફ્રેન્ડ્સ ફ્રોમ કેનેડા કરૂણા ગૃપે ઓક્સિજન કોન્સન્ટ્રેટર આપ્યા
- હોસ્પિટલમાં ઓક્સિજનની અછતને પહોંચી વળવા સંસ્થાની પહેલ
વડોદરાઃ શહેરમાં કોરોનાના દર્દીઓની સેવા કરવા માટે વધુ એક સંસ્થા આગળ આવી છે. ફ્રેન્ડ્સ ફ્રોમ કેનેડા કરૂણા ગૃપે સયાજી હોસ્પિટલને 10 ઓક્સિજન કોન્સન્ટ્રેટર ભેટમાં આપ્યા છે. હોસ્પિટલમાં કોરોનાની સર્જાતી અછતને પહોંચી વળવા માટે આ સંસ્થાએ એક પહેલ કરી છે.
આ પણ વાંચોઃ વર્લ્ડ હિન્દુ કાઉન્સિલ ઓફ શિકાગો દ્વારા નડિયાદ સિવિલ હોસ્પિટલને ઓક્સિજન કોન્સન્ટ્રેટર જનરેટર અર્પણ
કોરોનાના દર્દીઓની મદદ કરવા અનેક સંસ્થા આગળ આવી
કોરોનાની ગંભીર સ્થિતિમાં અનેક સેવાભાવી સંસ્થાઓ અને વ્યક્તિઓ પોતાનાથી બનતી તમામ મદદ કોરોનાના દર્દીઓને પહોંચાડી રહ્યા છે. આ જ હેતુથી વડોદરાની ફ્રેન્ડ્સ ફ્રોમ કેનેડા કરૂણા ગૃપે સયાજી હોસ્પિટલને ઓક્સિજન કોન્સન્ટ્રેટર ભેટમાં આપ્યા છે.
આ પણ વાંચોઃ ડીસામાં કોરોના વાઇરસની મહામારીમાં સેવા કરતા યુવકોની સેવાને આરોગ્ય અધિકારીએ ગણાવ્યું રાજકારણ
હોસ્પિટલે સંસ્થાનો આભાર વ્યક્ત કર્યો
વર્તમાન સંજોગોમાં દર્દીઓની સારવારમાં ઓક્સિજનની અછતની ખૂબ બૂમરાણ છે. તેવામાં આ સંસ્થાએ સયાજી હોસ્પિટલને કરેલી મદદ કોરોનાના દર્દીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થશે. આ સંસ્થાએ હોસ્પિટલને 65 હજાર રૂપિયાની કિંમતના 10 ઓક્સિજન કોન્સન્ટ્રેટર આપ્યા છે. હોસ્પિટલે સંસ્થાનો આભાર વ્યક્ત કર્યો હતો.