- પીસીબીની ટીમે સયાજીગંજમાં દેહ વ્યાપાર કર્યો પર્દાફાશ
- સયાજીગંજની પાછળ હોટલમાં ચાલતો હતો દેહ વ્યાપાર
- હોટલ સંચાલક અને દલાલની કરી ધરપકડ
વડોદરાઃ શહેરમાં પીસીબી પોલીસની ટીમે સયાજીગંજ વિસ્તારમાં દરોડા પાડી દેહવ્યાપારનું રેકેટ ચલાવતા હોટેલ સંચાલક અને એજન્ટને ઝડપી પાડ્યા છે.
ડમી ગ્રાહક મોકલી પીસીબીની ટીમે પાડી રેડ
પીસીબી પોલીસના દરોડાના પગલે સયાજીગંજ વિસ્તારમાં ધમધમતા દેહવ્યાપારના રેકેટનો પર્દાફાસ થતા સયાજીગંજ પોલીસની કામગીરી સામે સવાલો ઉભા થયા છે. પીસીબી પોલીસ મથકના જવાનોને ચોક્કસ માહિતી મળી હતી કે, વડોદરા રેલવે સ્ટેશન પાછળ આવેલી મમતા હોટલમાં દેહવ્યાપારનો ધંધો સક્રિય છે અને તેમાં ગ્રાહકો પાસેથી રૂપિયા 2 હજાર જેટલી માતબર રકમ લેવામાં આવે છે. જેથી પોલીસે ડમી ગ્રાહક મોકલી પ્રવૃત્તિ સક્રિય જણાય તો બારીમાંથી કાગળનો ડૂચો નાખી સિગ્નલ આપવા જણાવ્યું હતું. જેથી ડમી ગ્રાહકે બારીમાંથી કાગળનો ડૂચો નાખી સિગ્નલ આપતા જ પોલીસે દરોડા પાડ્યા હતા.
27 હજારનો મુદ્દામાલ કબજે કર્યો
દરોડા દરમિયાન એક મહિલા કઢંગી હાલતમાં ડમી ગ્રાહક સાથે મળી આવી હતી. પોલીસની પૂછતાછમાં મહિલાએ કબૂલાત કરી હતી કે, આ હોટલમાં એજન્ટ સુમિત કૃષ્ણચંદ્ર મિશ્રા તેમજ હોટલ સંચાલક જીજુ કે ફિલિપભાઈ પોતાને દેહવ્યાપાર માટે વડોદરા લઈ આવ્યા છે. જેના કારણે હોટલના રિસેપ્શન પર હાજર એજન્ટ સુમિત તથા હોટલ માલિક જીજુ કે ફિલિપભાઈની પોલીસે અટકાયત કરી હતી. પોલીસે બન્ને શખ્સો પાસેથી રૂપિયા ૨૫ હજારની કિંમતના બે મોબાઇલ ફોન, બે હજાર રોકડા મળી કુલ 27 હજારની મત્તા કબજે કરી હતી. બનાવ અંગે સયાજીગંજ પોલીસે બન્ને આરોપીઓ વિરુદ્ધ ધી પ્રિવેન્શન ઓફ ઇમોરલ ટ્રાફિકકિંગ એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.