ETV Bharat / city

વડોદરાઃ ભાયલી વિસ્તારને અશાંતધારામાં સમાવેશ કરવા માટે આવેદનપત્ર પાઠવાયું - Application form to the District Collector

વડોદરાના ભાયલી વિસ્તારને અશાંતધારા હેઠળ સમાવેશ કરવાની માંગ સાથે ભાયલી ગામના અવેરનેસ ગ્રુપ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજુઆત કરવામાં આવી હતી.

ભાયલી વિસ્તારને અશાંતધારામાં સમાવેશ કરવા માટે આવેદનપત્ર પાઠવાયું

author img

By

Published : Dec 25, 2020, 5:28 PM IST

Updated : Dec 25, 2020, 5:58 PM IST

  • ભાયલી વિસ્તારને અશાંતધારા વિસ્તારમાં સમાવેશ કરવા માંગ
  • સ્થાનિક રહીશોએ કરી માંગ
  • જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી કરી રજુઆત

વડોદરાઃ શહેરના ભાયલી વિસ્તારને અશાંતધારા હેઠળ સમાવેશ કરવાની માંગ કરવામાં આવી છે. ભાયલી ગામના અવેરનેસ ગ્રુપ દ્વારા આ અંગે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજુઆત કરવામાં આવી હતી.

ઇ ડબ્લ્યુ એસ-2 યોજના હેઠળ આવસો બનાવી લઘુમતી સમાજને ફાળવાતા રોષ

ભાયલી ગામ ખાતે પ્રધાનમંત્રી ગૃહ આવાસ યોજના અંતર્ગત ઇ ડબ્લ્યુ એસ-2 યોજના હેઠળ આવાશો બનાવી આવશોમાં લઘુમતી સમાજના લોકોને મકાનો ફાળવવામાં આવતા ગ્રામજનો ભારે રોષે ભરાયા છે. સમગ્ર ભાયલી ગામ હિન્દૂ બહુમતી વસ્તી ધરાવતું ગામ છે. પ્રધાનમંત્રી આવાસ યોજના થકી વિધર્મી લોકોને મકાનો ફાળવી ગ્રામજનો સાથે અન્યાય થયી રહ્યો છે. વિધર્મીઓને મકાનો ફાળવવામાં આવતા હિન્દુ સમુદાયની ધાર્મિક લાગણી દુભાવવાની અને રીતરિવાજોની જાળવણીમાં સંકટ ઉભું થવાની આશંકાએ સમગ્ર ભાયલી ગામના રાહીશોએ ભેગા મળી અવેરનેસ ગુપના માધ્યમ થકી જિલ્લા કલેક્ટર સમક્ષ ભાયલી ગામને અશાંતધારા હેઠળ સમાવેશ કરવાની માંગ કરી છે.

ભાયલીને અશાંતધારા વિસ્તારમાં સમાવેશ કરવામાં આવે તે માટે રજુઆત કરાઈ

વડોદરા શહેરમાં હમણાં થોડા સમયથી સમાવેશ કરાયેલા ભાયલી વિસ્તાર આશરે 50 હજારની વસતી ધરાવે છે. કોઈ પણ વિસ્તાર માટે કાયમી ધોરણે સુખ શાંતિ સલામતી જળવાય રહે તે તેના વિકાસ અને શાંતિ માટે પાયાની જરૂરિયાત ગણાય છે. જેની લોકોને સદાય અપેક્ષા રહેતી હોય છે અને સરકારની પણ તેને લગતી જ નીતિ ઘડીને તેને પ્રાથમિકતા આપીને યુદ્ધના ધોરણે અમલ કરવાની પ્રણાલી રહી છે. જે અંતર્ગત ઘડવામાં આવેલા અશાંતધારા વિસ્તારમાં સમાવેશ જે તે વિસ્તારની કરવાની નીતિ રહેલી છે. જેથી કરીને ભાયલી વિસ્તારમાં સુલેહ શાંતિ કાયમી ધોરણે જળવાઈ રહે અને સમગ્ર વિસ્તારમાં કોમી રમખાણો, જાનહાનિ, દંગલો ન થાય તે માટે હાલથી જ અશાંતધારા વિસ્તારમાં સમાવેશ કરવાની તાતી જરૂરિયાત જણાતી હોય ભાયલી વિસ્તારના હિન્દુ સમુદાયના રહીશોએ ભાયલીને અશાંતધારા વિસ્તારમાં સમાવેશ કરવામાં આવે તે માટે રજુઆત કરી હતી.

Last Updated : Dec 25, 2020, 5:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.