ETV Bharat / city

વડોદરાના 83 વર્ષીય વૃદ્ધના નિધન બાદ તેમના પરિવારજનો દ્વારા મેડિકલ કોલેજમાં મૃતદેહ કરાયો ડોનેટ - Latest news of Vadodara

વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં રહેતાં અને મેડિકલ ઉદ્યોગ સાથે સંકળાયેલા 83 વર્ષીય વૃદ્ધના પરિવારેની તેમની અંતિમ ઈચ્છા પૂર્ણ કરી હતી. કુદરતી મોત થતા પરિવારજનો દ્વારા તેમના મૃતદેહને બરોડા મેડિકલ કોલેજને ડોનેટ કરવામાં આવ્યો હતો.

Vadodara News
Vadodara News
author img

By

Published : Aug 10, 2021, 3:56 PM IST

  • રિલાયન્સ ફાર્માસી પ્રા.લી. ના 83 વર્ષીય સંચાલકનું દેહદાન
  • કુદરતી અવસાન થતા પરિવારજનોએ અંતિમ ઈચ્છા પૂર્ણ કરી
  • સયાજી હોસ્પિટલની મેડિકલ કોલેજમાં મૃતદેહ ડોનેટ કરાયો
  • 2016 માં જાતે બરોડા મેડિકલ કોલેજમાં જઈ સંચાલકે દેહદાન કરવાની સંમતિ આપી

વડોદરા: ગુજરાતની સંસ્કારી નગરીમાં અનેક દાનવીરો (Donors) સામે આવ્યા છે. તાજેતરમાં જ વડોદરાથી કેટલાક બ્રેઇનડેડ (Braindead) થયેલા દર્દીઓના પરિવારજનો દ્વારા ઓર્ગન ડોનેટ કરી અનેક લોકોને નવું જીવંત દાન અપાવ્યું હતું. જેમાં મંગળવારે વધુ એક વખત 83 વર્ષીય વૃદ્ધના કુદરતી નિધન બાદ તેમના પરિવારજનો દ્વારા દેહદાન (body donate) કરવામાં આવ્યું હતું.

વડોદરાના 83 વર્ષીય વૃદ્ધના નિધન બાદ મૃતદેહ કરાયો ડોનેટ

આ પણ વાંચો: Organ Donation in Surat -ગત 12 દિવસમાં કુલ 19 અંગો અને ટિસ્યુઓનું દાન કરાયું

અંતિમ ઈચ્છા હતી કે મારો મૃતદેહ કોઈના ઉપયોગમાં આવે : હસમુખ શાહ

વડોદરા (Vadodara) ના કારેલીબાગ વિસ્તારમાં રહેતા અને રિલાયન્સ ફાર્મસી લિમિટેડના માલિક હસમુખ શાહનું વહેલી સવારે કુદરતી અવસાન થયું હતું. તેમની અંતિમ ઈચ્છા હતી કે, તેમના અવસાન બાદ તેમનો મૃતદેહ દાન (body donate) કરવામાં આવે. જેથી તેમના પરિવારજનો દ્વારા સયાજી હોસ્પિટલ (Sayaji Hospital) ની મેડિકલ કોલેજ ખાતે હસમુખ શાહના મૃતદેહને ડોનેટ કરવામાં આવ્યો હતો. તેમના ભત્રીજા શૈલેષ શાહે જણાવ્યું હતું કે, હસમુખ શાહ મારા કાકા છે. વર્ષોથી રિલાયન્સ ફાર્માસી પ્રા.લી. ના નામે બિઝનેસ ચાલે છે. આજે પણ બિઝનેશ ચાલે છે. તેમની ઉમર 83 વર્ષની છે અને તેમની પોતાની મનની ઈચ્છા એવી હતી કે મારી જે બોડી છે તે કોઈને ઉપયોગમાં આવી શકે. એટલે વર્ષ 2016 માં તેમણે સયાજી હોસ્પિટલમાં મેડિકલ કોલેજની અંદર જાતે આવી અને બોડી ડોનેટ (body donate) કરવાની સહેમતી દર્શાવી હતી. જેથી તેમના કહેવા મુજબ અમે તેમનો મૃતદેહ મંગળવારે બરોડા મેડિકલ કોલેજ ખાતે લઈ આવ્યા છે. આ દેહનો સારા માર્ગે ઉપયોગ થાય એવી અમારા પરિવારના તમામ સભ્યોની ઈચ્છા છે તેમ જણાવ્યું હતું.

આ પણ વાંચો: સુરત સિવિલ હોસ્પિટલમાં દર્દીને બ્લડ ડોનેટ કરવા આવેલા યુવકને કોઈ કર્મચારી હાજર નથી, તેમ કહી બ્લડ લીધા વગર જ કાઢી મૂક્યો

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.