વડોદરા: ગઈકાલે સાંજે અમરનાથ ગુફા પાસે વાદળ ફાટ્યું (Amarnath Cloudburst ) હતું. જેને કારણે કેમ્પની વચ્ચે અચાનક પૂર આવ્યું હતું. દુર્ઘટના દરમિયાન હજાર ભક્તો ગુફા પાસે હાજર હતાં. ઘણા લોકો તંબુઓ સાથે તણાઈ ગયાં હતાં. જેમાંથી અત્યાર સુધીમાં 15 થી વધુ લોકોનાં મોત Death of pilgrims in Amarnath થયા છે. અસરગ્રસ્ત વિસ્તારમાં હજુ પણ 35 થી 40 શ્રદ્ધાળુઓ ફસાયેલા હોવાના અહેવાલ છે. અમરનાથમાં બચાવ કાર્ય ચાલુ છે ત્યારે વડોદરાના 11 વકીલો અમરનાથ યાત્રામાં ફસાયા હોવાની માહિતી સામે આવી છે.
આ પણ વાંચોઃ Amarnath Cloudburst : અમરનાથમાં ફસાયેલા યાત્રાળુઓનું આવી રીતે કરાયું રેસ્ક્યું
કોણ કોણ ફસાયા છે- વડોદરા શહેના વકીલ મંડળના પૂર્વ પ્રમુખ હસમુખભાઈ ભટ્ટ, જનરલ સેક્રેટરી રિતેશભાઈ પી. ઠક્કર, જોઇન્ટ સેક્રેટરી નેહલભાઈ કે. સુતરીયા, પૂર્વ લાઇબ્રેરી સેક્રેટરી ઘનશ્યામભાઈ પટેલ, સિનિયર વકિલ જગદીશભાઈ રામાણી, પ્રણવભાઈ જોશી, મગનભાઈ ઠાકરાની, જયેશભાઈ ઠક્કર, જયેશભાઈ રામાણીનાઓ અમરનાથ યાત્રામાં 12,000 સ્ક્વેર ફીટ ઉપર ફસાયા હતા. જેઓને હાલ સલામત જગ્યાએ ટેન્ટમાં (Rescue operation continues in Amarnath )મોકલવામાં આવેલા છે.
આ પણ વાંચોઃ અમરનાથ યાત્રામાં રેસ્ક્યુ ઓપરેશન ચાલુ, 6 લોકો એરલિફ્ટ, 16ના મોત
પ્રશાસન તરફથી શું મદદ - ગઈકાલે સાંજે બનેલી અમરનાથ યાત્રામાં વાદળ ફાટવાની ઘટનામાં (Amarnath Cloudburst ) વડોદરાના વકીલ મંડળના 11 પ્રતિનિધિ પણ દર્શન અર્થે ગયાં હતાં. પરંતુ વાદળ ફાટવાની ઘટનાથી હસમુખભાઈ અને રીતેશભાઈએ જણાવ્યું હતું કે પ્રશાસન તરફથી અમને ખૂબ જ સહકાર મળ્યો છે. અમારી 11 વ્યક્તિની ટીમમાં માત્ર 2 જ વ્યક્તિ દર્શન કરી શક્યા છે. અમને હાલ આર્મીના જવાનો દ્વારા રેસ્ક્યુ (Rescue by Army) કરી સલામત જગ્યાએ ટેન્ટમાં મોકલવામાં આવ્યા છે અને હાલ અમે બધાં જ સાથે છીએ. પ્રશાસન તરફથી આદેશ મુજબ વડોદરા પરત ફરીશું.