વડોદરાઃ પુષ્પા ફિલ્મમાં જે રીતે દૂધના કન્ટેનરમાં લાલ ચંદનની તસ્કરી થતી હતી. તે જ રીત અપનાવી હતી વડોદરાના બૂટલેગરોએ. આ બૂટલેગરો લાલ ચંદન તો નહીં, પરંતુ પુષ્પા સ્ટાઈલમાં દૂધના કન્ટેનરમાં ચોરખાનું બનાવી દારૂની હેરાફારી (Alcohol Smuggling in Vadodara) કરતા હતા. જોકે, પોલીસે 2 બૂટલેગરોની આ મામલે ધરપકડ (Alcohol smuggling in Pushpa style in Vadodara) કરી હતી અને સમગ્ર મામલાનો પર્દાફાશ (Bootleggers arrested in Vadodara) કર્યો હતો.
આ પણ વાંચો- Ahmedabad Alcohol Case : રાજસ્થાનથી દારૂ લઈને આવતા બુટલેગરોની પોલીસે ફિલ્મી ઢબે બોચી દબોચી
વડોદરા પોલીસની PCB ટીમે પુષ્પા બનેલા બૂટલેગરોનો ખેલ ઊંધો પાડી દીધો
તાજેતરમાં જ રિલીઝ થયેલા ફિલ્મ 'પુષ્પા' મોટા ભાગના લોકોએ જોઈ હશે. આ ફિલ્મનો અભિનેતા દૂધના ટેમ્પોમાં ચોર ખાનું બનાવી લાલ ચંદનની તસ્કરી (Alcohol Smuggling in Vadodara) કરતો જોવા મળે છે. આ ફિલ્મ પોલીસના હાથે ઝડપાયેલા બુટલેગરોએ પણ જોઈ હોય તેવું (Alcohol smuggling in Pushpa style in Vadodara) લાગી રહ્યું છે. એટલે જ તેમણે આ ટેકનિક દારૂની હેરાફેરી કરવામાં અપનાવી છે. જોકે, પોલીસ બૂટલેગરોથી પણ ચાર પગલાં આગળ જોવા મળી હતી. એટલે પોલીસની PCB ટીમે બૂટલેગરોનો ખેલ ઊંધો પાડી (Bootleggers arrested in Vadodara) દીધો હતો.
PCB ટીમને મળી હતી બાતમી
વડોદરા શહેર પોલીસની પ્રિવેન્શન ઓફ ક્રાઈમબ્રાન્ચને બાતમી મળી હતી કે, કેટલાક શખ્સો દારૂના સપ્લાય માટે દૂધના ટેમ્પોનો ઉપયોગ કરી રહ્યાં છે. આથી PCBની ટીમ સતત આ બૂટલેગરોને શોધી કાઢવાની ફિરાકમાં હતી. તેવામાં ચોક્કસ બાતમી મળી કે, નેશનલ હાઈવે નંબર 8 પરથી આ એક દૂધનો ટેમ્પો પસાર થશે, જેમાં ચોર ખાનું બનાવી લાખોની કિંમતનો દારૂનો અને બિયરનો જથ્થો લઈ જવામાં આવશે.
રાત્રે દૂધના ટેમ્પોમાં ઝડપાયો દારૂ
આ ચોક્કસ બાતમી મળતાં જ પોલીસની ટીમ હાઈવે પર વોચમાં ગોઠવાઈ (Alcohol smuggling in Pushpa style in Vadodara) ગઈ હતી. તે દરમિયાન રાત્રિના સમયે દૂધનો એક ટેમ્પો નેશનલ હાઈવે નંબર 8 L&T નોલેજ સિટી પાસેથી પસાર થતાં તેને રોકવામાં આવ્યો હતો. ટેમ્પો રોકી પોલીસ તપાસ કરતા ઉપરના ભાગે લોખંડની પ્લેટો લગાડી ચોર ખાનું બનાવેલું (Bootleggers arrested in Vadodara) જોવા મળ્યું હતું.
આ પણ વાંચો- Liquor Destruction of Vadodara : વડોદરાના ચાર પોલીસ મથકોમાં ઝડપાયેલા 1.7 કરોડના દારૂ પર બુલડોઝર ફરી વળ્યું
પોલીસે 2 આરોપીને ઝડપી 2 આરોપીને વોન્ટેડ જાહેર કર્યા
પોલીસે ટેમ્પોની તપાસ કરતા બિયર અને દારૂનો જથ્થો મળી આવ્યો હતો. આથી પોલીસ ટેમ્પોમાં સવાર પુષ્કર ગણેશલાલ પટેલ અને વેનીરામ સુખલાલ પટેલની અટકાયત (Alcohol Smuggling in Vadodara) કરવામાં આવી હતી. પોલીસે દારૂ-બિયર સહિત કુલ 7,60,900 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ સાથે જ પોલીસે રાજુ પટેલ અને રામલાલ પટેલને વોન્ટેડ જાહેર કરી તેમની શોધખોળ (Bootleggers arrested in Vadodara) હાથ ધરી છે.