- 23 દિવસ બાદ વેપારીઓએ પોતાના ધંધા- રોજગાર શરૂ કર્યો
- સરકારની જાહેરાતથી વેપારીઓમાં કહી ખુશી કહી ગમ દેખાયો
- વેપારીઓએ વેપાર- ધંધાના 23 દિવસ બાદ ફરી શ્રી ગણેશ કર્યા
વડોદરા : સમગ્ર ભારત દેશમાં કોરોનાની બીજી લહેર ચાલી રહી છે, ત્યારે ગુજરાત રાજ્ય સરકારે ગત 28 એપ્રિલના રોજથી આંશિક નિયંત્રણ જાહેર કરવામાં આવ્યું હતું. જે બાદ કુલ 23 દિવસ પછી સમગ્ર ગુજરાત રાજ્યના 36 શહેરોમાં ખોલવામાં આવ્યું છે અને વેપારીઓએ પોતાના ધંધા- રોજગાર ચાલુ કર્યા છે. સવારના 9થી બપોરના 3 સુધી વેપારીઓએ પોતાની દુકાનો ખુલ્લી રાખવા માટે છૂટછાટ આપવામાં આવી છે ત્યારે આજે સવારના નવ વાગ્યા છે વડોદરા શહેરમાં વેપારીઓએ દુકાનનું નામ શ્રી ગણેશ કર્યા હતા દુકાન ખોલીને સાફ સફાઈ કરીને પૂજન અર્ચન કરી હતી. વેપારીઓએ સવારે દુકાન ખોલી નાખતા પોતાના ધંધા- રોજગારો શરૂ કર્યા હતા અને બજારમાં પણ નાગરિકો ખરીદી કરવા માટે પણ ઉમટી પડ્યાં હતા.
આ પણ વાંચો : વડોદરામાં આંશિક લોકડાઉનનો વેપારીઓ દ્વારા વિરોધ
સરકાર વેપારીઓને 7 વાગ્યા સુધી દુકાન ખુલ્લી રાખવા માટે વેપારીઓની માગ
કોરોનાની બીજી લહેરના કારણે 36 શહેરોમાં આંશિક નિયંત્રણ જાહેર કરી દેવામાં આવ્યું હતું. જે બાદ જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ સરકાર દ્વારા ખુલ્લી રાખવામાં આવી હતી. જ્યારે સમગ્ર વડોદરા વેપાર વિકાસ એસોસિએશન દ્વારા સંપૂર્ણ લોકડાઉનની માગ કરી હતી, પરંતુ સરકારે આંશિક નિયંત્રણ આપતા વેપાર વિકાસ એસોસિયેશને પણ એનો વિરોધ નોંધાવ્યો હતો. જ્યારે ઈમાનદાર વેપારીઓએ દુકાનો બંધ કરી હતી. જ્યારે અમુક વેપારીઓએ દુકાન ખુલ્લી રાખતા વેપારીઓમાં પણ રોષ જોવા મળ્યો હતો. વેપારીઓમાં કહી ખુશી કહી ગમ પણ જોવા મળ્યો હતો.
![વડોદરા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-vdr-01-bajernopen-video-7209424_21052021154431_2105f_1621592071_993.jpg)
આ પણ વાંચો : પોરબંદરમાં આંશિક લોકડાઉન ખુલતા વેપારીઓને રાહત
27 તારીખ બાદ સરકાર વધુ રાહત આપી શકે છે : પરેશ પરીખ
સમગ્ર વડોદરા વેપાર વિકાસ એસોસિએશનના પ્રમુખ પરેશ પરીખ અને અને અગ્રણીઓએ સરકારમાં રજૂઆત કરતાં સવારના 9થી બપોરના 3 સુધી વેપારીઓને રાહત આપી છે, ત્યારે વડોદરા વેપાર વિકાસ એસોસિએશન પ્રમુખ પરેશ પરીખે જણાવ્યું હતું કે, વેપારીઓ જો સરકારની ગાઇડ લાઇનનું પાલન કરશે તો આગામી 27 તારીખ સુધી જે વેપારીઓને રાહત આપી છે તેમાં 27 તારીખ બાદ સરકાર વધુ રાહત આપશે તેવું પણ તેમણે જણાવ્યું હતું.
![વડોદરા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11844574_thum.jpg)