ETV Bharat / city

ખેતીમાં વૈવિધ્યકરણ: જમીનમાં ગ્રીનહાઉસ બનાવીને લઈ શકાય છે ઇટલીનો આ પાક - સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ

વડોદરા નજીક શિનોર તાલુકાના અવાખલ ગામથી(Avakhal of Shinor Taluka Vadodara) પસાર થતા એક ફાર્મ નજરે આવે છે. જેમાં આધુનિક રીતે કૃષિ(Agriculture in a modern way) વિકાસ કરતા એક રોપા ઉછેરના નિષ્ણાંત ટેકનોલોજીનો ઉપયોગ કરી લાખોની કમાણી કરવાનો કાઢ્યો છે. ચાલો જાણીયે આ ફાર્મ અને ગ્રીન હાઉસ ડોમમાં(Green House Dome) વપરાતી ટેક્નોલોજી વિશે.

ખેતીમાં વૈવિધ્યકરણ: જમીનમાં ગ્રીનહાઉસ બનાવીને લઈ શકાય છે ઇટલીનો આ પાક

author img

By

Published : Jun 8, 2022, 4:15 PM IST

વડોદરા: શહેર નજીક શિનોર તાલુકાના અવાખલ ગામના(Avakhal of Shinor Taluka Vadodara) રોડ પરથી પસાર થતા લોકો 'ગુલાબ', ફાર્મ હાઉસ અને નર્સરી જોઈને આકર્ષિત થાય છે. રસ્તા પરથી પસાર થતા એક વિશાળ ગ્રીન હાઉસ ડોમ દેખાય છે જે ગ્રામીણ વિસ્તારમાં કૃષિ ટેક્નોલોજીના(Agricultural Technology in Rural Areas) સફળ વિનિયોગની પ્રતીતિ(Agricultural Technology) કરાવે છે. 72 વર્ષની ઉંમરના ગુલાબ ફાર્મના માલિક નવનીત પટેલ વર્ષોથી રોપા ઉછેરમાં નિષ્ણાત છે. વડોદરામાં પદ્ધતિસરના રોપા ઉછેરની પહેલ(Plant Rearing Initiative) કરનાર જૂજ શરૂઆતી ખેડૂતોમાં તેનો સમાવેશ થાય છે. રોપા ઉછેરમાં તેમણે સતત નવા પાકો ઉમેર્યા(New Crops to Seedling Cultivation) અને કૃષિ ટેકનોલોજીનો વિનિયોગ કર્યો છે. તેમની આ આવડતને લીધે તેમની પોતાની આવક મધ્યમ કદની કંપનીના CEO જેટલી એટલે કે લગભગ વર્ષે 30 લાખ જેટલી થવા પામી છે.

રોપા ઉછેરમાં તેમણે સતત નવા પાકો ઉમેર્યા અને કૃષિ ટેકનોલોજીનો વિનિયોગ કર્યો છે.

આ પણ વાંચો: કૃષિ યુનિ.ના વિદ્યાર્થીઓએ શોધી કાઢ્યો પોલિથિનનો વિકલ્પ, અનાજના ભુસુમાંથી બનાવી આ મસ્ત વસ્તુ

નવનીત એ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું કે, - હું આ વિસ્તારમાં કૃષિ ક્ષેત્રે નાવાચાર માટે કામ કરી રહ્યો છું. મારી ખેતી કરવાની પદ્ધતિ વિસ્તારી રહ્યો છું. મારી પાસે કુલ 14 એકર ખેતીની જમીન છે, જેમાં બે એકર ફળ ફૂલ છોડ અને શાકભાજીની નર્સરી માટે અલાયદી રાખી છે. અમે શરૂઆતના વર્ષોમાં બે કે ત્રણ શાકભાજીના રોપા વાડીમાં ઉછેરતા હતા. ગુજરાતના કૃષિ વિભાગ(Department of Agriculture Gujarat) પાસેથી માર્ગદર્શન મેળવ્યા બાદ હવે નવ પ્રકારની વિવિધ શાકભાજીના રોપા ઉછેરવાનું(Growing seedlings of various vegetables) શક્ય બન્યું છે.”

ઇટલીનો મૂળ પાક, બ્રોકોલી - ખેતીવાડી વિભાગના માર્ગદર્શન હેઠળ હવે લઇ શકાય છે. ઇટલીનો આ મૂળ પાક, જે 2000 વર્ષ પેહલા ત્યાં થયો હતો. આ પાક બ્રોકોલી તરીકે ઓળખાય છે. જે ત્યાં ખૂબ પ્રમાણમાં આજે પણ થાય છે. જયારે આ બ્રોકોલીનો પાક ટેક્નોલોજીનો ઉપયોગ કરીને આજે ભારતમાં પણ લઇ શકાય છે.

'ગુલાબ', ફાર્મ હાઉસ
'ગુલાબ', ફાર્મ હાઉસ

ખેતીવાડી વિભાગનું માર્ગદર્શન મેળવી ખેતીનું વિવિધીકરણ - એક એકર જમીનમાં ગ્રીનહાઉસ બનાવી તેમાં મરચાં, રીંગણ, લેટીસ, ફ્લાવર, કોબી, ટામેટા, બ્રોકોલી, ડુંગળી અને ગલગોટાના ફૂલોના રોપાનો ઉછેર કરે છે, ત્યારપછી તે આ છોડ ખેડૂતોને એક છોડના 50 પૈસાથી એકાદ રૂપિયાની કિંમત રોપા પૂરા પાડે છે. છોડ નારિયેળના છોતરાથી બનાવેલા ગાદી ક્યારાઓમાં ઉછેરવામાં આવે છે. જેમાં માટી સાથે જરૂરી પ્રમાણમાં ખાતર મિશ્ર કરવામાં આવે છે.

આ પણ વાંચો: Greenhouse Farming: કોઈપણ સીઝનમાં અનુકૂળ તાપમાન મેળવી પાક લઇ શકાય તેવા ગ્રીનહાઉસનું નિર્માણ કરતા વિદ્યાર્થી

ઉત્તમ ખેતી સાથે રોજગારી આપી - ઓછા પાણીનો મહત્તમ ઉપયોગ કરવા માટે, નર્સરી મેન નવનીતે ગ્રીનહાઉસની અંદર અને બહાર સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ(Micro Irrigation System) વિકસાવી છે. આ ઉપરાંત તેઓ તેમના ખેતરમાં જરૂરિયાત મુજબ 30 થી 40 લોકોને રોજગારી આપે છે. આપણા વડાપ્રધાન નરેન્દ્ર ઓર્ગેનિક ખેતીની હિમાયત કરે છે. જેને નવનીત વ્યાપક ખેડૂત સમુદાય સુધી પહોંચાડવા માંગે છે. તે વખતો વખત રાજ્યના ખેતીવાડી અને બાગાયત ખાતાનું માર્ગદર્શન મેળવીને ખેતીમાં વૈવિધ્યકરણ કરે છે .જે તેમને સારું વળતર અપાવે છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.