ETV Bharat / city

વડોદરામાં RSPના કાઉન્સલર સહિત કાર્યકરો BJPમાં જોડાયા - adodara Municipal Corporation Election

વડોદરા મહા નગરપાલિકાની ચૂંટણીની તમામ બેઠકો પર ભગવો લહેરાવવાના વિશ્વાસ સાથે નવનિયુક્ત શહેર ભાજપ પ્રમુખ ડૉ. વિજય શાહે મિશન 76 હાથ ધર્યું છે. જે અંતર્ગત શુક્રવારના રોજ RSP નેતા રાજેશ આયરે તેમજ અન્ય સાથી કાર્યકર્તાઓએ પુનઃ કેસરીયો ધારણ કર્યો હતો.

વડોદરા શહેર ભાજપ
વડોદરા શહેર ભાજપ
author img

By

Published : Jan 22, 2021, 8:02 PM IST

  • વડોદરાના રાજકારણમાં ગરમાવો આવ્યો
  • RSPના પ્રદેશ અધ્યક્ષના પત્ની અને સાથી કાઉન્સલર સહિતના કાર્યકરો સાથે ભાજપમાં જોડાયા
  • લાંબા સમયથી ચાલતી અટકળો આખરે અંત આવ્યો

વડોદરા : VMCની ચૂંટણીની તમામ બેઠકો પર ભગવો લહેરાવવાના વિશ્વાસ સાથે નવનિયુક્ત શહેર ભાજપ પ્રમુખ ડૉ. વિજય શાહે મિશન 76 આદર્યું છે. શુક્રવારના રોજ RSP નેતા રાજેશ આયરેએ પુનઃ કેસરીયો ધારણ કરતા મિશન 100 ટકાનું અનફોલ્ડ શરૂ થયું એમ કહી શકાય છે. હજૂ આગામી દિવસોમાં શહેરના રાજકારણમાં ભારે ઉથલ પાથલ જોવા મળે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.

પાલિકાની તમામ 76 બેઠક પર કબ્જો કરવા શહેર ભાજપે કમર કસી

આગામી દિવસોમાં સમગ્ર રાજ્યમાં યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણી ટૂંક સમયમાં જાહેર થાય તેવા અણસારો જોવા મળી રહ્યાં છે. તેવામાં પાલિકાની ચૂંટણીમાં તમામ 76 બેઠકો પર ભાજપ હસ્તક કરવા માટે શહેર ભાજપના અધ્યક્ષ દ્વારા કમર કસવામાં આવી છે. વડોદરા શહેરના જે વોર્ડમાં ગત કેટલાંક વર્ષોથી કમળ ખીલી શક્યું નથી, તેવા વિસ્તારોના નેતાઓને ભાજપનો કેસરીયો પહેરાવી દઈ વડોદરા મહા નગરપાલિકાની તમામ બેઠકો પર કેસરીયો લહેરાય તે માટે ભાજપ દ્વારા તોડ જોડની રણનિતી ઘડવામાં આવી છે.

વડોદરામાં RSPના કાઉન્સલર સહિત કાર્યકરો BJPમાં જોડાયા

મનુ ટાવર સ્થિત ભાજપ કાર્યાલય ખાતે રાજેશ આયરે ભાજપમાં જોડાયા

વોર્ડ નંબર 9 જેમનો ગઢ ગણાય છે, એવાં શહેરના પીઢ અનુભવી નેતા રાજેશ આયરે ભાજપમાં પુનઃ જોડાઈ રહ્યાં છે, તેવી અટકળો ગત ઘણા સમયથી ચાલતી હતી. ત્યારે શુક્રવારના રોજ તમામ અટકળોનો અંત આવ્યો હતો. સાંજે 4.30 કલાકે મનુ ટાવર સ્થિત ભાજપ કાર્યાલય ખાતે રાજેશ આયરે, પોતાના પત્ની પૂર્ણિમા આયરે અને સાથી કાઉન્સલર હેમલતા ગૌર સહિતના કાર્યકર્તાઓ સાથે વિધિવત રીતે ભાજપમાં જોડાઈ ગયા હતા.

આગામી દિવસોમાં કોંગ્રેસી અગ્રણીઓ પણ કેસરીયા ધારણ કરે તેવી શક્યતા

ગોત્રી ખાતે મહા નગરપાલિકાની આવાસ યોજનાના ખાતમુહૂર્ત સમયે થયેલા પથ્થરમારા અને તોડફોડની ઘટનાને પગલે ભાજપી મોડવી મંડળે તે સમયે ભાજપના કાઉન્સલર રાજેશ આયરેને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કર્યા હતા. હવે રાજેશ આયરેને પુનઃ ભાજપમાં પ્રવેશ આપવામાં આવી છે. જેને પગલે સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. બીજી તરફ મિશન 76 પાર પાડવા માટે કોંગ્રેસના અગ્રણીઓને પણ કેસરીયા રંગે રંગી નાંખવાના પ્રયાસ ચાલી રહ્યા હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.