- વડોદરામાં આમ આદમી પાર્ટી દ્વારા મોંઘવારીના વિરોધમાં કરાયા સૂત્રોચ્ચાર
- પોલીસે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓની કરી અટકાયત
- AAPએ કર્યો મોંઘવારીનો વિરોધ
વડોદરા: દેશભરમાં તમામ આવશ્યક ચીજવસ્તુઓની કિંમતોના ભાવ વધી રહ્યા છે. ખાસ કરીને પેટ્રોલ, ડીઝલ, તેલ અને ગેસના ભાવ વધારતા મોંઘવારી વધી રહી છે. હવે આ નિર્ણાયક સમયમાં સામાન્ય માણસનું ટકી રહેવું ખૂબ મુશ્કેલ છે.
આ પણ વાંચો- મોંઘવારી મામલે વડોદરામાં સામાજિક કાર્યકરે બાબા રામદેવના વેશમાં વિરોધ કર્યો
કાર્યકર્તાઓની રાવપુરા પોલીસ સ્ટેશનમાં અટકાયત
વડોદરામાં આમ આદમી પાર્ટી દ્વારા મોંઘવારી ઘટાડવા માટે સામાન્ય માણસ માટે અવાજ ઉઠાવ્યો હતો અને સરકાર સામે લડત શરૂ કરી છે. આમ આદમી પાર્ટી દ્વારા ગાંધીનગર ગૃહ ખાતે વિરોધ કરવામાં આવ્યો હતો. આમ આદમી પાર્ટી દ્વારા ભારે સૂત્રોચ્ચાર કરી તેલના ડબ્બા સાથે વિરોધ કરાયો હતો. પોલીસે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓની અટકાયત કરી હતી અને તમામને રાવપુરા પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા.