- આમ આદમી પાર્ટીએ વડોદરામાં યોજી પત્રકાર પરિષદ
- સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ધમધમાટ શરૂ
- આમ આદમી પાર્ટીએ ભાજપ કાર્યાલયનું નામ ડ્રેગન ફ્રૂટ કરવા આપ્યું સૂચન
વડોદરાઃ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આગામી મહિનામાં યોજાનારી છે. જેને લઈ રાજકીય પક્ષો દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી રહી છે, ત્યારે વડોદરા શહેરમાં આપ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. જેમાં સામાન્ય જનતા આમ આદમી પાર્ટી સાથે જોડાઈ તે માટે એક હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે. આ સાથે જ AAP દ્વારા મુુખ્યપ્રધાન રૂપાણીને આડે હાથ લેવામાં આવ્યા છે અને સૂચન આપવામાં આવ્યું છે કે, ડ્રેગન ફ્રૂટ અને કમલમ એક હોય તો ભાજપ કાર્યાલયનું નામ કમલમ કરી નાખો.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ધમધમાટ શરૂ
આગામી મહાનગરપાલિકાની ચૂંટણી આવી રહી છે, ત્યારે પાર્ટીઓ પોતાનો પક્ષ મજબૂત કરવા માટે શહેરમાં ધામા નાખી રહી છે. વડોદરા શહેરમાં આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રભારી અને દિલ્હીની કેજરીવાલ સરકારના સલાહકાર ભાથીજી તથા ગુજરાત પ્રદેશના પ્રવક્તા કિરણ આચાર્ય પ્રદેશ સંગઠન પ્રધાન અર્જુન રાઠવા અને મધ્ય ગુજરાતના પ્રવક્તા શ્રીમતી પ્રતિમા વ્યાસે પત્રકાર પરિષદ સંબોધી હતી અને સામાન્ય લોકો પાર્ટીમાં જોડાઈ તે માટે આમ આદમી પાર્ટીમાં દ્વારા એક હેલ્પ લાઈન નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે. 90 99 80 77 11 નંબર જાહેર કરીને નાગરિકોને પાર્ટીમાં જોડાવવા અપીલ પણ કરવામાં આવી હતી.
નાગરિકો ભાજપ-કોંગ્રેસથી ત્રસ્ત
આગામી ચૂંટણીમાં આમ આદમી પાર્ટી પોતાની સ્થિતિ મજબૂત કરવા માટે પોતાના ઉમેદવારો જાહેર કરશે. આ અંગે આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રભારીએ જણાવ્યું હતું કે, હાલની ગુજરાતની પરિસ્થિતિ મુજબ પ્રજા ભાજપના કુશાસન અને ભ્રષ્ટાચારથી ત્રસ્ત થઈ ગઈ છે અને કોંગ્રેસ વિરોધ પક્ષની ભૂમિકા નિભાવવામાં સદંતર નિષ્ફળ ગઈ છે.