ETV Bharat / city

ધોરણ 8 માં અભ્યાસ કરતા તરુણે સુરતની પરીણિતાનું એકાઉન્ટ કર્યુ હેક, ફોટા મોર્ફ કરીને કર્યા અપલોડ - Cyber crime in Surat

શહેરની પરીણિતાનું ફેસબુક એકાઉન્ટ હેક થયું હતું અને તેના એકાઉન્ટમાં તેણીના ફોટા મોર્ફ કરીને અપલોડ કરવામાં આવ્યા હતા. આ મામલે પરીણિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેમાં પોલીસે ભાવનગરના એક તરુણની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં પરીણિતાએ ફેસબુકમાં પાસવર્ડ તેણીનો મોબાઈલ નંબર રાખ્યો હતો અને તેના મોબાઈલ નંબરની વિગત પણ ફેસબુકમાં હતી અને તે તરુણે પાસવર્ડ તરીકે નાખતા એકાઉન્ટ ખુલી ગયું હતું અને ત્યારબાદ તરુણે એકાઉન્ટ હેક કરી બિભત્સ ફોટો પોસ્ટ કર્યા હતા.

Latest news of Surat
Latest news of Surat
author img

By

Published : Oct 12, 2021, 3:42 PM IST

  • સુરતની પરિણીતાનું ફેસબુક એકાઉન્ટ હેક થયું
  • પરીણિતાએ ફેસબુકમાં પાસવર્ડ તેણીનો મોબાઈલ નંબર રાખ્યો હતો
  • તરુણે એકાઉન્ટ હેક કરી બિભત્સ ફોટો પોસ્ટ કર્યા હતા

સુરત: શહેરના વરાછા વિસ્તારમાં એક પરીણિતાને તેના પતિએ ફેસબુક એકાઉન્ટ બનાવી આપ્યું હતું. પરીણિતા તે ફેસબુક એકાઉન્ટનો ઉપયોગ કરતી હતી. આ દરમિયાન તેણીના એકાઉન્ટ પર બિભત્સ ફોટો અપલોડ થયા હતા અને પરીણિતાના મોર્ફ કરેલા ફોટો પણ અપલોડ થયા હતા. જેથી આ મામલે પરીણિતાના પતિએ પરિણીતાની પૂછપરછ કરી હતી. જેમાં પરીણિતાએ કોઈ ફોટો અપલોડ કર્યા ન હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત ફેસબુક એકાઉન્ટ ઓપન કરવાની કોશિશ કરતા તે ઓપન થયું ન હતું. જેથી એકાઉન્ટ હેક થયું હોવાની જાણ થતા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

તરૂણ લોકડાઉનમાં અભ્યાસ પડતો મૂકી પિતા સાથે દુકાનમાં કામ કરતો હતો

સાયબર ક્રાઈમ પોલીસે જામનગરથી ધોરણ 8 માં અભ્યાસ કરતા તરુણની અટકાયત કરી હતી. પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે, તેણે ટીખળ કરવા પરીણિતાનું એકાઉન્ટ ખોલી તેમાં લખેલો મોબાઈલ નંબર પાસવર્ડમાં નાંખ્યો તે સાથે જ એકાઉન્ટ ખુલતા તેણે હેક કરી ફોટો મોર્ફ કરી બિભત્સ ફોટો પોસ્ટ કર્યો હતો. તરુણ ધોરણ 8 માં અભ્યાસ કરતો હતો પરંતુ લોકડાઉનમાં અભ્યાસ પડતો મૂકી પિતા સાથે દુકાનમાં કામ કરતો હતો. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.