- તૌકતે વાવાઝોડાની અસર વડોદરામાં જોવા મળી
- પથ્થર ગેટ મદનઝાંપા રોડ પર બંધ મકાન ધરાશાયી
- મકાન ખાલી હોવાથી કોઈ જાનહાનિ નહીં
વડોદરા: તૌકતે વાવાઝોડાના કારણે ફૂંકાયેલા ભારે પવનને પગલે વડોદરામાં અનેક વૃક્ષો તેમજ જર્જરિત મકાનો ધરાશાયી થયા છે. પથ્થર ગેટ વિસ્તારના મદનઝાંપા રોડ પર એક બંધ મકાન ધરાશાયી થયું હતું.
ફાયરબ્રિગેડ અને G.E.Bના સ્ટાફે કામગીરી કરી
મકાન ધરાશાયી થતા જોરદાર અવાજ આવ્યો હતો. જેના કારણે આસપાસના લોકો એકત્ર થઈ ગયા હતા અને બનાવની જાણ ફાયરબ્રિગેડને કરતા ફાયરબ્રિગેડ અને G.E.Bની ટીમે સ્થળ પર પહોંચીને કાટમાળ હટાવ્યો હતો. મકાન જર્જરિત હતું અને તેમાં ઘણા સમયથી કોઈ રહેતું ન હોવાથી કોઈ જાનહાનિ નોંધાઈ ન હતી.