વડોદરા : વડોદરા મહાનગર સેવા સદનમાં સામાન્ય (General Meeting at Vadodara Seva Sadan) સભા મળી હતી. સભામાં વાડી ગાજરાવાડી સ્લોટર હાઉસ મુદ્દે પૂર્વ વિપક્ષી નેતા અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન વચ્ચે ભારે ચર્ચા થઈ હતી. આ દરમિયાન સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સ્લોટર હાઉસની મુલાકાત લીધી હતી. હાલની સ્થિતિ જોઈને ચેરમેને આગામી દિવસોમાં 3 કરોડના ખર્ચે મૃત પશુઓના નિકાલ માટે વધુ 10 ટનનો પ્લાન્ટ તેમજ કમ્પાઉન્ડ વોલ સહિતની સુવિધા ઊભી કરશે.
સ્લોટર હાઉસ અંગે નિર્ણય - વાડી ગાજરાવાડી સુએઝ પંપીંગ સ્ટેશન પાછળ આવેલા સ્લોટર હાઉસ અંગેનો કોઈ નિર્ણય લેવામાં આવતો નથી. સ્લોટર હાઉસની આસપાસ રહેતા લોકોને હવે જીવવું મુશ્કેલ થઈ ગયું છે. તેમ જણાવી વર્તમાન સ્થિતિની તસવીરો સભા અધ્યક્ષ સમક્ષ રજૂ કરી હતી. વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે સ્થાઈ સમિતિ ચૅરમૅન પડકાર આપતા કીધું કે જો મારી રજૂઆત તમને ખોટી લાગી હોય તો હાલમાં જ તમે સ્થળ સ્થિતિની મુલાકાત લેવા ચાલો તો તમને ખબર પડે કે પ્રવર્તમાન પરિસ્થિતિ શું છે.
સ્લોટર હાઉસનો પ્રશ્ન - વિપક્ષી પૂર્વ નેતાના આ પડકારને સ્થાયી સમિતિના ચેરમેન ડો. હિતેન્દ્ર પટેલે પણ ઝીલી લીધો હતો. અને સ્થળ સ્થિતિની મુલાકાત ચાલુ સભાએ જવા માટેની તૈયારી બતાવી હતી. જોકે સભા અધ્યક્ષ મેયર કેયુર રોકડિયાએ સ્લોટર હાઉસનો પ્રશ્ન (Vadodara Slaughter House) હલ કરવાની બાંહેધરી આપતા મામલો થાળે પડ્યો હતો. સ્થાયી સમિતિના ચેરમેન ડો. હિતેન્દ્ર પટેલ સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે સ્લોટર હાઉસ ખાતે પહોંચી ગયા હતા અને સ્થળ સ્થિતિની સમીક્ષા કરી હતી.
આ પણ વાંચો : વડોદરામાં ફાટી નીકળેલા રોગચાળા સામે મહાનગરપાલિકાએ યોજી બેઠક, કર્મચારીઓ સાથે કરી ચર્ચા
સ્લોટર હાઉસનો વર્ષો જુનો પ્રશ્ન - જો કે, સંબંધિત વિભાગના અધિકારીઓને વહેલી તકે પ્રશ્ન હલ કરવા માટે સૂચના આપી હતી. સ્લોટર હાઉસનો વર્ષો જૂનો પ્રશ્ન છે. પરંતુ આવનારા દિવસોમાં આ પ્રશ્ન હલ (Question of Slaughter House in Vadodara) કરવા માટે 3 કરોડનો ખર્ચ કરવામાં આવશે. જેમાં હાલ મૃત પશુઓના નિકાલ માટે 5 મેટ્રિક ટનનો (Metric ton Plant in Vadodara) પ્લાન્ટ છે. તેમાં વધારો કરીને વધુ બીજો 10 મેટ્રિક ટનનો પ્લાન્ટ શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત સ્લોટર હાઉસ ફરતે દિવાલો સાથે ફેન્સીંગ સાથે ઊંચી કરવામાં આવશે.