ETV Bharat / city

વડોદરા રેલવે સ્ટેશન પાસેના ગરનાળામાં લાગી આગ - ગરનાળામાં લાગી આગ

વડોદરા શહેરમાં આવેલા અલકાપુરી ગરનાળામાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગવાની ઘટના બની હતી. આગ એટલી વિકરાળ હતી કે 10 કિમી દુર સુધી તેનો ધુમાડો જોઇ શકાતો હતો. આગ લાગવાને કારણે ફાયર ફાયટર તાત્કાલિક ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતા.

વડોદરા રેલવે સ્ટેશન પાસેના ગરનાળામાં લાગી આગ

author img

By

Published : Apr 28, 2021, 9:02 PM IST

  • વડોદરા અલકાપુરી રેલવે સ્ટેશન પાસેના ગરનાળામાં ભભૂકી આગ
  • ગરનાળા પરથી પસાર થતી ગેસ લાઇનના કારણે લાગી આગ
  • વડોદરા ફાયર ફાઈટર ઘટનાસ્થળે પહોંચી આગ ઓલવવાની કામગીરી શરૂ કરી

વડોદરાઃ શહેરમાં ગેસ લાઇનમાં લીકેજના કારણે આગ લાગવાની ઘટના અવાર–નવાર બનતી હોય છે. બુધવારે શહેરમાં શોર્ટ સર્કિટ થવાને કારણે ભીષણ આગની ઘટના બની હતી. અલકાપુરીથી સ્ટેશન જતા-આવતા ગરનાળામાં શોર્ટ સર્કિટ થતાં લાગેલી આગે જોત જોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગ એ હદે વિકરાળ બની હતી કે, 10 કિમી દુર સુધી ધુમાડાના ગોટા જોવા મળ્યા હતા.

ગરનાળા પરથી પસાર થતી ગેસ લાઇનના કારણે લાગી આગ

આ પણ વાંચોઃ વિદ્યાનગર GIDCમાં આગ લાગતા ગંગા એન્જિનિયરિંગનું યુનિટ બળીને ખાક

ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવી

ગરનાળા નજીક આગને પગલે બન્ને તરફનો વાહન વ્યવહાર ખોરવાયો હતો. આ ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવી હતી. પ્રાથમિક સૂત્રના જણાવ્યા પ્રમાણે જોત જોતામાં ગરનાળા ઉપર આવેલા પ્લેટફોર્મ સુધી આગની જ્વાળાઓ પ્રસરી હતી. હાલ ફાયર વિભાગ દ્વારા આગની ઘટના પર કાબૂ મેળવવાની તજવિજ ચાલી રહી છે. સયાજીગંજ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને ટ્રાફિકનું નિયમન કરવાનું શરૂ કરી દીધું હતું, આગની ઘટનાને પગલે સાવચેતીના ભાગરૂપે ગરનાળા પાસેથી પસાર થતી ગેસ લાઇનને બંધ કરી દેવામાં આવી હતી. જેને પગલે મોટી દુર્ઘટના ટળી હતી.

વડોદરા રેલવે સ્ટેશન પાસેના ગરનાળામાં લાગી આગ

આ પણ વાંચોઃ ઉપલેટાના સ્મશાનની ભઠ્ઠીમાં લાગી આગ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.