ETV Bharat / city

રહેણાંક વિસ્તારમાં આવેલા સેનિટાઇઝરના ગોડાઉનમાં આગ લાગી, ધાબા પરથી 2 વૃદ્ધાનો કરાયો બચાવ - ખારીવાવ રોડ

વડોદરા શહેરના ખારીવાવ રોડ પર રહેણાંક વિસ્તારમાં સેનિટાઇઝર બનાવતી ફર્મના ગોડાઉનમાં શનિવારના રોજ આગ લાગવાનો બનાવ બન્યો હતો. જોત જોતામાં આગની જ્વાળાઓ વકરતા 6 ફાયર ફાયટર્સ આગ પર કાબૂ મેળવવાની કામગીરીમાં જોડાઇ ગયા હતા. આ સમગ્ર ઘટનામાં ધાબા પર ચડી ગયેલી બે વૃદ્ધાઓનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું.

સેનિટાઇઝરના ગોડાઉનમાં આગ
સેનિટાઇઝરના ગોડાઉનમાં આગ
author img

By

Published : Jul 3, 2021, 7:02 PM IST

  • સેનિટાઇઝરના ગોડાઉનમાં આગ લાગવાને કારણે મચી અફરા તફરી
  • આગ પર કાબૂ મેળવવા માટે 6 ફાયર ફાઇટર કામે લાગ્યા
  • બે વૃદ્ધોને ફાયરના લાશ્કરોએ રેસ્ક્યૂ કર્યા

વડોદરા : કોરોના કાળમાં સેનિટાઇઝરનો ઉપયોગ લોકો વધુ સારી રીતે કરતા શીખ્યા છે અને તેનું મહત્વ પણ સમજાયું હતું. તો બીજી તરફ માગ ઉઠતા અનેક જગ્યાએ લોકોએ સેનિટાઇઝર બનાવવાનું તથા તેને રાખવા માટે ગોડાઉન લીધા હતા. વડોદરા શહેરના ખારીવાવ રોડ પર આવેલા સેનિટાઇઝરના ગોડાઉનમાં આગ લાગવાને કારણે શનિવારના રોજ વિસ્તારમાં અફરાતફરી મચી હતી. આ સમગ્ર ઘટના અંગે ફાયર વિભાગના લાશ્કરોને જાણ થતાની સાથે તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો શરૂ કરી દીધા હતા.

રહેણાંક વિસ્તારમાં આવેલા સેનિટાઇઝરના ગોડાઉનમાં આગ લાગી

આગમાં ફસાયેલા લોકોને સમયસર રેસ્ક્યૂ કરવામાં સફળતા મળી

ફાયરના લાશ્કરોએ હાઇડ્રોલીક સીડીની મદદથી સાવચેતી પૂર્વક ધાબે ચડી ગયેલી વૃદ્ધાનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતુ. ફાયરના લાશ્કરોની ત્વરીત કામગીરીને પગલે આગ વધુ વકરતા અટકી હતી. આગમાં ફસાયેલા લોકોને સમયસર રેસ્ક્યૂ કરવામાં સફળતા મળી હતી. ઉલ્લેખનીય છે કે, રહેણાંક વિસ્તારમાં આવેલા સેનિટાઇઝરના ગોડાઉનમાં આગ લાગવાને કારણે અનેક સવાલો ચર્ચાઇ રહ્યા છે. ગોડાઉનના સંચાલક પાસે ફાયર સેફ્ટીના સાધનો હતા કે નહીં, લોકોના જીવને જોખમમાં મૂકે તેવી રીતે ગોડાઉન શરૂ કરવાની મંજૂરી લેવામાં આવી છે કે, જો આ દુર્ઘટનામાં કોઇ જાનહાની થાય તો તેના માટે જવાબદાર કોણ?

આ પણ વાંચો -

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.