ETV Bharat / city

વડોદરા ઇટોલા રેલવે ફાટક પાસેથી બોગસ ડોક્ટર ઝડપાયો

author img

By

Published : May 31, 2021, 2:10 PM IST

કોરોનામાં લોકોએ ડોક્ટરોને ભગવાનની જેમ માન્યા હતા. પરંતુ વડોદરામાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેના પરથી અંદાજો લગાડી શકાય કે કોઇ પણ વ્યક્તિએ ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં દવાખાનામાં જતા પહેલા ડોક્ટર વિશે જરૂરી ચકાસણી કર્યા બાદ જ જવું જોઇએ. વડોદરા જિલ્લાના ઇટોલા ગામે રેલવે ફાટક પાસે પ્રેક્ટીસ કરતા બોગસ ડોક્ટરની શહેર SOG દ્વારા ઘરપકડ કરવામાં આવી હતી.

વડોદરા ઇટોલા રેલવે ફાટક પાસેથી બોગસ ડોક્ટર ઝડપાયો
વડોદરા ઇટોલા રેલવે ફાટક પાસેથી બોગસ ડોક્ટર ઝડપાયો

  • સરકાર અને તબીબોના પ્રયાસોથી હાલ ગુજરાત રાજ્ય કોરોનામાંથી બહાર આવી રહ્યું છે
  • ગ્રામ્ય વિસ્તારોમાં બોગસ ડોક્ટરોનો રાફડો ફાટ્યો હોવાની અનેક ઘટનાઓ સામે આવી રહી છે
  • ઇટોલા પાસે છેલ્લા એક વર્ષથી ડિગ્રી વગર ડોક્ટર બની બેઠેલો ઠગ ઝડપાયો

વડોદરાઃ કોરોના કાળમાં સરકાર અને તબીબો દ્વારા કોરોના પોઝિટિવ દર્દીઓને સારામાં સારી સારવાર મળી રહે તેવા પ્રયાસો કરવામાં આવ્યા હતા. સરકાર અને તબિબોના પ્રયાસોથી હાલ ગુજરાત રાજ્ય કોરોનામાંથી બહાર આવી રહ્યું છે.

વડોદરા ઈટોલા પાસેથી બોગસ ડોક્ટર ઝડપાયો
વડોદરા ઈટોલા પાસેથી બોગસ ડોક્ટર ઝડપાયો

ઇટોલા રેલવે ફાટક પાસે પ્રેક્ટીસ કરતા બોગસ ડોક્ટરની ધરપકડ

છેલ્લા કેટલાય દિવસોથી જિલ્લાના અનેક વિસ્તારોમાં પ્રેક્ટીસ કરતા બોગસ ડોક્ટરોને પકડી પાડવાનો સિલસિલો આજે પણ ચાલુ રહ્યો હતો. સ્પેશ્યિલ ઓપરેશન ગ્રુપની ટીમે ઇટોલા રેલવે ફાટક પાસે પ્રેક્ટીસ કરતા બોગસ ડોક્ટરની ધરપકડ કરી હતી.

આ પણ વાંચોઃ વાંકાનેરના માટેલ રોડ પરથી બોગસ ડોક્ટર ઝડપાયો

હરિરામસિંહ રામનાથસિંહ કુશ્વાહા તબીબ તરીકે પ્રેક્ટીસ કરતો હતો

આ ઘટના અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, વરણામાં પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં આવતા ઇટોલા રેલવે ફાટક નજીક કાચની કેબીનમાં મૂળ બિહારના હરિરામસિંહ રામનાથસિંહ કુશ્વાહા તબીબ તરીકે પ્રેક્ટીસ કરતો હતો. પોલીસે સ્થળે દરોડો પાડ્યો ત્યારે બોગસ ડોક્ટર હરિરામ સ્ટેથોસ્કોપ લગાવીને દર્દીનો સારવાર આપી રહ્યો હતો.

વડોદરા ઈટોલા પાસેથી બોગસ ડોક્ટર ઝડપાયો
વડોદરા ઈટોલા પાસેથી બોગસ ડોક્ટર ઝડપાયો

તબીબે હોમિયોપેથીમાં ટ્રેઇનીંગનો અભ્યાસ કર્યો હોવાનું જણાવ્યું

પોલીસની ટીમે દરોડામાં હરિરામની પુછપરછ કરી તેની પાસે ડિગ્રી કે મેડીકલ કાઉન્સિલની પ્રેક્ટીસનું સર્ટીફીકેટ નહિ હોવાનું જણાવ્યું હતું. પોતે મધ્યપ્રદેશ, ભોપાલ ખાતે હોમિયોપેથીમાં ટ્રેઇનીંગનો અભ્યાસ કર્યો હોવાનું જણાવ્યું હતું.

ડિગ્રી વગર છેલ્લા 1 વર્ષથી દવાખાનું ચલાવતો

SOG પોલીસે બોગસ ડોક્ટર વિરૂદ્ધ ભારતીય મેડીકલ કાઉન્સિલ એક્ટ 1956 તથા ધી ગુજરાત મેડીકલ પ્રેક્ટીસ એક્ટ 1963 અંતર્ગત ગુનો નોંધ્યો હતો. બોગસ તબીબ દ્વારા ડિગ્રી વગર છેલ્લા 1 વર્ષથી દવાખાનું ચલાવતો હતો.

આ પણ વાંચોઃ દ્વારકા નજીકના બંદર વિસ્તારમાંથી બોગસ ડોક્ટર ઝડપાયો

ડિગ્રી વગરના ડોક્ટરો લોકોના જીવન સાથે ચેડા કરી રહ્યા છે

વડોદરા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં બોગસ ડોક્ટરોનો રાફડો ફાટ્યો છે. છેલ્લા કેટલાય દિવસથી પોલીસ દ્વારા વિવિધ વિસ્તારોમાં પ્રેક્ટીસ કરતા બોગસ ડોક્ટરોને પકડી પાડ્યા છે. ડિગ્રી વગરના ડોક્ટરો લોકોના જીવન સાથે ચેડા કરી રહ્યા છે. આ પ્રકારના કિસ્સાઓમાં લોકોએ અજાણી જગ્યાએ ડોક્ટર પાસે જતા પહેલા યોગ્ય માહિતી ભેગી કરી લેવી જોઇએ.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.