ETV Bharat / city

આ લોકોને કોરોના વેક્સિન ન લેવાનો ખોટો પ્રચાર કરવાનું ભારે પડ્યું

વડોદરા શહેરના જાણીતા કમાટી બાગના બેન્ડ સ્ટેન્ડમાં 2 મહિલાઓ સહિત 8 લોકો એકત્ર થયા હતા. આ તમામ લોકો દ્વારા કોરોના વેક્સિન ( Corona vaccine ) ન લેવા માટે ભ્રામક પ્રચાર કરતા હતા. આ તમામ લોકો અવેકન ગુજરાત મુવમેન્ટ ( Awakening Gujarat Movement ) અને અવેકન વડોદરીયન્સ ( Awaken Vadodaraians ) સોશિયલ મીડિયા ગૃપના સભ્યો છે. આ તમામ લોકોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી.

Awakening Gujarat Movement
Awakening Gujarat Movement
author img

By

Published : Jun 28, 2021, 10:58 PM IST

  • આ લોકોને કોરોના વેક્સિન ન લેવાનો ખોટો પ્રચાર કરવાનું ભારે પડ્યું
  • તમામ લોકો દ્વારા વેક્સીન નહિ લેવા માટે ભ્રામક પ્રચાર કરતા જોવા મળ્યા
  • 8 લોકોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી

વડોદરા : સમગ્ર દુનિયામાં હાલ ઉપલબ્ધ વૈજ્ઞાનિક પુરાવાઓને આધારે તૈયાર કરવામાં આવેલી કોરોના વેક્સિન ( Corona vaccine ) પર ભરોષો મૂકવામાં આવ્યો છે. હાલ કોરોના સંક્રમણ સામે લડવા માટે વેક્સિન જ એકમાત્ર હથિયાર છે, ત્યારે વડોદરામાં 8 લોકો દ્વારા કોરોના વેક્સિન ન લેવા માટે પ્રચાર કરવાનો પ્રયાસ કર્યો હતો. જે કારણે પોલીસે સમગ્ર મામલે બે મહિલાઓ સહિત 8 લોકોની અટકાયત કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

કોરોના વેક્સિન ન લેવા અંગે પ્રચાર કરવામાં આવી રહ્યો હોવાની ઘટનાઓ સામે આવી

કોરોનાની બીજી લહેરમાં સમગ્ર દેશમાં આરોગ્ય કટોકટી જેવી પરિસ્થિતીનું નિર્માણ થયું હતું. સરકાર અને તબિબોની અથાગ મહેનતના કારણે આજે આપણે કોરોનાની બીજી લહેર પર નિયંત્રણ મેળવવામાં સફળતા મળી છે. ત્યારે હવે સરકાર દ્વારા વધુમાં વધુ લોકો સુધી કોરોના વેક્સિન પહોંચે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. એટલું જ નહીં હાલ સમગ્ર દેશની રાજ્ય સરકાર દ્વારા કોરોના વેક્સિનેશન અભિયાન ( Corona vaccination campaign ) શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે કેટલાક લોકો દ્વારા કોરોના વેક્સિન ન લેવા અંગે પ્રચાર કરવામાં આવી રહ્યો હોવાની ઘટનાઓ સામે આવી હતી.

આ લોકોને કોરોના વેક્સિન ન લેવાનો ખોટો પ્રચાર કરવાનું ભારે પડ્યું

પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી

વડોદરા શહેરના જાણીતા કમાટી બાગના બેન્ડ સ્ટેન્ડમાં 2 મહિલાઓ સહિત 8 લોકો એકત્ર થયા હતા. આ તમામ લોક દ્વારા એકત્ર થઇને કોરોના વેક્સિન ન લેવા બાબતે ભ્રામક પ્રચાર કરવામાં આવી રહ્યો હતો. આ સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતા કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને તમામની અટકાયત કરવામાં આવી હતી. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આ તમામ લોકો અવેકન ગુજરાત મુવમેન્ટ ( Awakening Gujarat Movement ) અને અવેકન વડોદરીયન્સ ( Awaken Vadodaraians ) સોશિયલ મીડિયા ગૃપના સભ્યો હોવાનું સામે આવ્યું હતું. આ તમામ લોકોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી.

પોલીસ કાર્યવાહીમાં પકડાયેલા લોકોના નામ

  • નરેન્દ્ર કાલીદાસ પરમાર
  • ચંદ્રકાન્ત બાબુભાઇ મીસ્ત્રી
  • વિશાલ વિજયકુમાર ફેરવાણી
  • કેવલ ચંદ્રકાંન્તભાઇ પાટડીયા
  • જગવીન્દરસીંગ રાગેન્દ્રસીંગ
  • ઇરફાન યુસુફ પટેલ
  • અવની ઉત્કર્ષ ગજ્જર
  • ભૂમિકા સંજય ગજ્જર

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.