- છેલ્લા 20 દિવસથી કોરોના મહામારીના કેસોમાં ઉત્તરોત્તર વધારો
- 7 કરોડ રૂપિયાના ખર્ચે 1720 બેડ કાર્યરત કરવામાં આવ્યા
- સમરસ હોસ્ટેલ ખાતે પણ 1000 બેડ તૈયાર થઈ શકે તેવી પૂર્વ તૈયારી
વડોદરા: રાજ્યમાં છેલ્લા ઘણા દિવસથી કોરોનાના કેસોમાં ધરખમ વધારો નોઘધાયો છે. ત્યારે, વડોદરામાં પણ કોરોનાએ કહેર વર્તાવ્યો છે. આથી, વહીવટીતંત્ર દ્વારા, કોરોનાના 3000 બેડ વધારવાની કામગીરી હાથ ધરી છે. હાલ વડોદરામાં અંદાજિત 7 કરોડ રૂપિયાના ખર્ચે 1720 બેડ કાર્યરત થઈ ગયા છે. રાજ્ય સરકાર દ્વારા કોરોના મહામારીના વધતા કેસોને ધ્યાનમાં રાખી બધા દર્દીઓને કોરોનાની સારવારની સુવિધા મળે તે હેતુથી ફરજ પરના અધિકારી ડૉ. વિનોદ રાવને માહીતી આપી હતી.
આ પણ વાંચો: રાજકોટમાં કોરોનાની સારવાર માટે કુલ 3,051 બેડ કાર્યરત
3 હજાર બેડ વધારવા માટેની તૈયારી
ડૉ. વિનોદ રાવના પ્રયત્નોથી વડોદરામાં 3 હજાર બેડ વધારવા માટેની તૈયાર કરવામાં આવી રહી છે. નિયુક્ત સલાહકાર ડૉ. શીતલ મિસ્ત્રીએ માહિતી આપતા જણાવ્યું હતું કે, શહેરમાં બહારગામથી અનેક દર્દીઓ સારવાર માટે આવી રહ્યા છે. જેને ધ્યાને લઈને સુમનદીપ કોલેજ, પાલ કોલેજ અને પાયોનીયર કોલેજ ખાતે ઓક્સિજનની સુવિધા વાળા 850 બેડ તૈયાર કરવામાં આવ્યા છે. ડૉ. શીતલ મિસ્ત્રીએ વધુમાં કહ્યું હતું કે, વડોદરામાં હાલ ગોત્રી, સયાજી હોસ્પિટલ અને સમરસ હોસ્ટેલ ખાતે 650 બેડ વધારે ઉભા કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો: અમદાવાદ સિવિલ હોસ્પિટલની કોરોના ડેડિકેટેડ 1200 બેડ હોસ્પિટલમાં હેલ્પ ડેસ્ક કાર્યરત
ઓકિસજન રિફિલિંગ સ્ટેશન ઉભું કરાશે
વડોદરાની પ્રજાને મુશ્કેલી પડે નહીં તેને ધ્યાનમાં રાખી આગોતરુ આયોજન કરવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે વધુ 1280 બેડ તૈયાર કરવામાં આવશે. આ ઉપરાંત, ઓક્સિજનની મુશ્કેલી પડે નહીં તે માટે ઓકિસજન રિફિલિંગ સ્ટેશન તેમજ ઓકિસજન બીહસ ટેન્ક પણ ઉભું કરવામાં આવશે. વડોદરા શહેરના સમા વિસ્તારમાં આવેલી સમરસ હોસ્ટેલમાં 1 હજાર બેડ તૈયાર થઈ કરવા માટે પણ પૂર્વ તૈયારી રાખવામાં આવી છે. કોરોના મહામારીને ધ્યાનમાં રાખી ખાસ ફરજ પરના અધિકારી ડૉ. વિનોદ રાવના પ્રયાસોથી 100 વેન્ટિલેટર મંગાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત, હજી વધુ 100 વેન્ટિલેટર વડોદરા મંગાવવાની તજવીજ હાથ ધરી છે.