ETV Bharat / city

બારડોલીમાં વધી રહેલા ચીજવસ્તુઓના ભાવો નિયંત્રિત કરવા આપની માગ

બારડોલીમાં વધી રહેલી મોંઘવારીને લઈને આમ આદમી પાર્ટીના કાર્યકરો સામે આવ્યા હતા. મંગળવારના રોજ મોંઘવારી સામે પગલાં ભરવાની માગ સાથે બારડોલી SDMને આવેદનપત્ર સુપરત કર્યું હતું.

બારડોલીમાં વધી રહેલા ચીજવસ્તુઓના ભાવો નિયંત્રિત કરવા આપની માગ
બારડોલીમાં વધી રહેલા ચીજવસ્તુઓના ભાવો નિયંત્રિત કરવા આપની માગ
author img

By

Published : Jun 9, 2021, 2:00 PM IST

  • કોરોના કાળમાં ચીજવસ્તુઓના ભાવમાં બેફામ વધારો
  • ખેડૂતોને તેની પેદાશના ભાવ ઓછા મળે છે
  • ગ્રાહકો પાસેથી વધુ વસુલવામાં આવે છે.

બારડોલી: બારડોલી તાલુકા અને નગરમાં જીવન જરૂરિયાતની ચીજવસ્તુના ભાવોમાં બેફામ વધારો થતો હોય આમ આદમી પાર્ટી દ્વારા મંગળવારના રોજ બારડોલી SDMને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતુ.

આ પણ વાંચો: કોરોનાકાળમાં ગૃહિણીના બજેટ પર અસર, જુઓ શું કહે છે ભૂજની મહિલાઓ

પેટ્રોલ, ડીઝલ અને ગૅસના ભાવ આસમાને પહોંચ્યા

આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર હાલમાં કોરોના મહામારી વચ્ચે બારડોલી તાલુકા અને નગરમાં લોકો પરેશાન છે. વેપાર ધંધા પણ બંધ હોવાથી સામાન્ય લોકો બેરોજગાર છે. આવા વિકટ સમય અને સંજોગો વચ્ચે મોંઘવારીએ માઝા મૂકી છે. પેટ્રોલ, ડીઝલ અને ગૅસના ભાવ આસમાને પહોંચ્યા છે. શાકભાજી અને ફળોના ભાવ ત્રણથી ચાર ગણા વધી ગયા છે.

બારડોલીમાં વધી રહેલા ચીજવસ્તુઓના ભાવો નિયંત્રિત કરવા આપની માગ

આ પણ વાંચો: હાય રે મોંઘવારી! મોંઘવારીના વધતા મારથી નગરજનો ત્રસ્ત

વચેટિયાઓ બેફામ ભાવ વસુલે છે

બીજી તરફ ખેડૂતોને તેના ઉત્પાદનના પૂરતા ભાવ મળતા નથી અને વચેટિયાઓ તેમજ રિટેલરો વધુ ભાવ ચઢાવી ચીજવસ્તુઓનું વેચાણ કરી રહ્યા છે. અંતે સામાન્ય જનતાએ જ બધુ સહન કરવાનું આવે છે. જેને કારણે આત્મહત્યા સુધીના બનાવો બની રહી છે. કોરોનામાં ઘરમાં મુખ્ય કમાનાર વ્યક્તિનું મોત થયું હોય તો તેવો પરિવાર એકદમ લાચાર બની જાય છે ત્યારે આ સમસ્યાનું યોગ્ય નિરાકરણ તેમજ મોંઘવારી પર કાબૂ મેળવવાની માગ સાથે બારડોલી SDMને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.