સુરત હીરાનગરી કહેવાતું સુરત હવે સ્પોર્ટ્સ એક્ટિવિટી ક્ષેત્રે સતત આગળ વધી રહ્યું છે. સુરતના વિદ્યાર્થીઓ સતત રમતગમત ક્ષેત્રે નામ રોશન કરી રહ્યા છે એ કડીમાં સુરતની વૈષ્ણવી દાસે ઓલ ઇન્ડિયા યોગા સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપ 2022માં બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે કર્ણાટકમાં કન્નડ યુનિવર્સિટી હમ્પી દ્વારા ઓલ ઇન્ડિયા યોગા સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપ 2022નું આયોજન કરવામાં આવ્યું હતું. 3 થી 4 સપ્ટેમ્બરના રોજ તેનું આયોજન કરવામાં આવ્યું હતું. વૈષ્ણવી દાસ શહેરની શારદાયતન સ્કૂલમાં ધોરણ 12 કોમર્સમાં અભ્યાસ કરી રહી છે.
આ પહેલાં પણ લીધો હતો ભાગ વૈષ્ણવીએ આ પહેલાં હરિયાણામાં આવેલ ફરીદાબાદમાં યોગા કોમ્પિટિશનમાં ભાગ લીધો હતો. મેડલ જીતી લાવનાર વૈષ્ણવી દાસે જણાવ્યું હતું તે હું નાનપણથી જ યોગા કરતી હતી. ધોરણ 6 માં પહેલી વખત સ્કૂલમાં યોગા કરી મેં ઇનામ મેળવ્યું હતું. ત્યાર પછી મારી યોગાની જર્ની સ્ટાર્ટ થઈ ગઈ હતી. મેં આ બીજી વખત નેશનલ ચેમ્પિયનશિપમાં યોગા કર્યાં છે. આ પહેલા હરિયાણામાં આવેલ ફરીદાબાદમાં યોગા કોમ્પિટિશનમાં ભાગ લીધો હતો. પરંતુ ત્યાં સફળતા મળી ન હતી. હાલ 3 થી 4 સપ્ટેમ્બરના રોજ કર્ણાટકમાં કન્નડ યુનિવર્સિટી હમ્પી દ્વારા ઓલ ઇન્ડિયા યોગા સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપ 2022નું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં મને યોગામાં ત્રીજો નંબર મળ્યો છે અને બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો છે.
આગામી સમયમાં આંતરરાષ્ટ્રીયસ્તરે પરફોર્મ કરશે આગળના દિવસોમાં વૈષ્ણવી આંતરરાષ્ટ્રીય સ્તરે નેપાળ ખાતે યોજાનાર યોગા સ્પોર્ટમાં ભાગ લેવા જઈ રહી છું. જેને લઇને તેણે જણાવ્યું કે મને સ્પોર્ટ્સમાં જ આગળ વધવાની ઈચ્છા છે. હવે આગળના દિવસોમાં હું આંતરરાષ્ટ્રીયસ્તરે નેપાળ ખાતે યોજાનાર યોગા સ્પોર્ટસમાં ભાગ લેવા જઈ રહી છું. આ પહેલા સ્ટેટ યોગા કોમ્પિટિશનમાં મને ગોલ્ડ મેડલ મળી ચૂક્યો છે અને એ ગોલ્ડ મેડલે મને યોગા ક્ષેત્રમાં આગળ વધવા માટે વધુ ઉત્સાહ પૂરો પાડ્યો હતો. મારી નિયમિત પ્રેક્ટિસ ચાલુ જ છે. આગળ મારે એશિયન ગેમ અને ઓલમ્પિલમાં જવાની ઈચ્છા છે.
વૈષ્ણવીના ટ્રેનરનો પ્રતિભાવ આ બાબતે વૈષ્ણવી દાસને યોગામાં ટ્રેનિંગ આપનાર કોચ ગોપાલ ડોવને જણાવ્યું હતું કે વૈષ્ણવી તેમની પાસે છેલ્લા 6 વર્ષથી યોગાની પ્રેક્ટિસ કરે છે. યોગામાં પણ ઘણા પ્રકારના યોગા કરવામાં આવે છે. જેમ કે ટ્રેડિશનલ યોગા, આર્ટિસ્ટિક યોગા, ડબલ યોગા, સસ્ટ લક્ષ્મી યોગા આ બધા જ યોગા મ્યુઝિકની સાથે કરવામાં આવે છે. આમાં વૈષ્ણવી બધા જ પ્રકાર ના યોગા કરી શકે છે. તેમાં વૈષ્ણવી પોતાની કેટેગરીમાં યોગા કરી ત્રીજો નંબર મેળવી બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે.
કુલ 15 શહેરોમાંથી સ્પર્ધકોએ ભાગ લીધો હતો નેશનલ ચેમ્પિયનશિપમાંમાં વૈષ્ણવીને પહેલી વખત બ્રોન્ઝ મેડલ મળ્યો છે. ઓલ ઇન્ડિયા યોગા સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપ 2022માં દેશના કુલ 15 શહેરોમાંથી સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જેમાં ગુજરાતમાંથી 40 જેટલાં લોકોએ ભાગ લીધો હતો. હવે આગામી સમયમાં ડિસેમ્બરમાં નેપાળ ખાતે આંતરરાષ્ટ્રીય સ્તરની યોગા સ્પોર્ટ્સમાં વૈષ્ણવી ભાગ લેવા જઈ રહી છે.