સુરતઃ એરપોર્ટ પર પાઇલોટ ફ્લાઈટને તર્ક ઓફ કે લેન્ડિંગ કરે છે, પરંતુ સોમવારે સુરત એરપોર્ટ પર સુપર ફાસ્ટ કારને 200 કિ.મી.ની ઝડપે રનવે પર દોડાવવામાં આવી હતી. આ ખાસ કાર વડે એરપોર્ટ રનવેનો ટેસ્ટ લેવામાં આવ્યો હતો. આ ટેસ્ટ ફ્લાઇટ સ્લીપની ઘટનાને રોકવા માટે ફ્રિકશન ટેસ્ટિંગ એરપોર્ટ ઓથોરીટી દ્વારા કરવામાં લેવા આવ્યો હતો. જેમાં એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટના રનવે પર 200 કિ.મી.ની ઝડપે કારને દોડાવી ફ્રિકશન ટેસ્ટિંગ લીધું હતું.
ધોધમાર વરસાદમાં કોઈ ફ્લાઈટ સ્લીપ થવાની ઘટના ના બને તે માટે રનવે પર ફ્લાઇટના લેન્ડિંગના સમય દરમિયાન ટાયર અને રનવે વચ્ચે ઘર્ષણ થતાં ટાયરનું રબર રનવે પર ચોંટી જતું હોય છે. જે સમય દરમિયાન રનવે પર રબર વધુ પ્રમાણમાં ચોટી જાય તો વરસાદમાં ફ્લાઇટ સ્લીપ થવાની પણ શક્યતા રહેલી હોય છે. રનવે પર ચોટેલા રબરનું લેવલ કેટલું છે, તે જાણવા ફ્રિકશન ટેસ્ટિંગ કરવામાં આવે છે.
સોમવારે કરવામાં આવેલા ફ્રિકશન ટેસ્ટિંગમાં સુરત એરપોર્ટનો રનવે યોગ્ય હોવાનું જાણવા મળ્યું હતું. આ ફ્રિકશન ટેસ્ટિંગ કરવા સમયે એરપોર્ટની સંપૂર્ણ રનવે ફ્રિકશન વેલ્યુ 0.66 મળી હતી. જ્યાં 180 સીટર ફ્લાઇટ પણ વરસાદમાં સુરક્ષીત લેન્ડ થઈ શકે છે. સોમવારે કરવામાં આવેલા ફ્રિકશન ટેસ્ટ માટે ખાસ કાર અને 4 ટ્રેઇન સ્ટાફ હાજર હતાં. આ ટેસ્ટ પાછળ કુલ 12 લાખનો ખર્ચ થતો હોય છે. ફ્રિકશન ટેસ્ટિંગમાં એક AAIની પીળા રંગની મર્સિડિઝ કાર હોય છે.
આ પણ વાંચોઃ કેરળ: કોઝિકોડમાં એરપોર્ટ પર એર ઈન્ડિયાનું પ્લેન ક્રેશ, પાયલટ સહીત પાંચના મોત
કેરળના કોઝિકોડમાં કરીપુર એરપોર્ટ પર ઉતરતી વખતે એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થયું હતું. મળતી માહિતી અનુસાર વિમાન દુબઈથી 184 પ્રવાસીઓ સાથે આવી રહ્યું હતું. વિમાનમાં બે પાઇલટ્સ સહિત છ ક્રૂ સભ્યો હતા. પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, શુક્રવારે સાંજે 7.45 વાગ્યે ઉતરતી વખતે એર ઇન્ડિયાની દુબઇ-કોઝિકોડ ફ્લાઇટ (IX-1344) રનવે પર ક્રેશ થઇ ગયું હતું. કેરળમાં વિમાન દુર્ઘટના સંદર્ભે સરકારે હેલ્પલાઈન નંબર 056 546 3903, 0543090572, 0543090572, 0543090575 જાહેર કર્યા છે.
આ પણ વાંચોઃ #AirIndiaCrash : મોતને ભેટનાર પાયલટ કેપ્ટન દીપક સાઠે એરફોર્સમાંથી નિવૃત્ત હતા, સ્વોર્ડ ઓફ ઓનરથી સન્માનિત હતા
કેરળના કોઝિકોડ એરપોર્ટ પર શુક્રવારે મોટી વિમાન દુર્ઘટના થઇ હતી. વંદે ભારત મિશન હેઠળ દુબઇથી આવી રહેલું એર ઇન્ડિયાનું પ્લેન લેન્ડિંગ વખતે લપસી ગયું હતું. જેથી વિમાનના બે ટૂકડા થઈ ગયાં હતાં. રન વેથી ઓવરશૂટ થયા બાદ પ્લેન 35 ફૂટ ઉંડી ખાઇમાં પડ્યું હતું. જેના લીધે તેના બે ટુકડાં થઇ ગયા હતા. આ દુર્ઘટનામાં એર ઇન્ડિયા એક્સપ્રેસના પાયલટ કેપ્ટન દીપક વસંત સાઠે અને કો પાયલટ અખિલેશ કુમારે પોતાનો જીવ ગુમાવ્યો છે.
આ પણ વાંચોઃ કેરળ વિમાન દુર્ઘટનામાં મથુરાના રહેવાસી કો-પાયલટ અખિલેશ કુમારનું મોત
શુક્રવારે મોડી સાંજે કેરળના કોઝિકોડ એરપોર્ટ પર એર ઇન્ડિયા એક્સપ્રેસનું વિમાન ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં બે પાયલટ સહિત 18 લોકોનાં મોત નીપજ્યાં છે. આ વિમાન દુર્ઘટનામાં માર્યા ગયેલા કો-પાયલટ અખિલેશ કુમાર ઉત્તર પ્રદેશના મથુરાના રહેવાસી હતાં.
આ પણ વાંચોઃ પોતાના પાયલોટ દીકરાને યાદ કરતાં માતાએ કહ્યું, 'ભગવાને મને કેમ ન બોલાવી'
કેરળ વિમાન દુર્ઘટનામાં વિમાન પાયલોટ અને કૉ-પાયલોટ બંનેનું મોત નીપજ્યું હતું. તેમના પરિવારોમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. પાયલોટ ડીવી સાઠેની માતાએ કહ્યું કે ભગવાને મને કેમ ન બોલાવી... તેમણે કહ્યું કે, તેનો પુત્ર ખૂબ જ બહાદુર હતો. આ દુર્ઘટનામાં માર્યા ગયેલા કૉ-પાયલોટ અખિલેશ કુમારના લગ્ન ફક્ત બે વર્ષ પહેલા થયા હતા.
આ પણ વાંચોઃ કેરળ વિમાન દુર્ઘટના: DGCAને 2011માં અકસ્માતની ચેતવણી મળી હતી
દુબઇથી 191 યાત્રીઓને લઇને આવી રહેલી એર ઈન્ડિયાની ફ્લાઇટ કેરળના કોઝિકોડ ખાતે લેન્ડિંગ દરમિયાન ક્રેશ થઈ હતી. આ અકસ્માતમાં 21 લોકોનાં મોત નીપજ્યાં હતાં. આ ઘટનાથી આખા દેશમાં શોકનો માહોલ છે. નિષ્ણાંતો કહે છે કે, આ અકસ્માત ટાળી શકાયો હોત. જો ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)એ 2011ના પત્રથી બોધપાઠ લીધો હોત. જેમાં એરપોર્ટના રનવે 10 પર વિમાનને ટેલવિન્ડ શરતો હેઠળ લેન્ડ કરવા અંગે ચેતવણી આપવામાં આવી હતી.
આ પણ વાંચોઃ કેરળ વિમાન દુર્ઘટનાઃ પોલીસકર્મીએ બાળકને બચાવ્યું, ખેવાયેલા માતા-પિતા સાથે થયું મિલન
કેરળના કોઝિકોડ એરપોર્ટ પર શુક્રવારે મોટી વિમાન દુર્ઘટના થઇ હતી. વંદે ભારત મિશન હેઠળ દુબઇથી આવી રહેલું એર ઇન્ડિયાનું પ્લેન લેન્ડિંગ વખતે લપસી ગયું હતું. જેથી વિમાનના બે ટૂકડા થઈ ગયાં હતાં. રન વેથી ઓવરશૂટ થયા બાદ પ્લેન 35 ફૂટ ઉંડી ખાઇમાં પડ્યું હતું. જેના લીધે તેના બે ટુકડાં થઇ ગયા હતા. આ વિમાન અકસ્માતમાં એક બાળકીનો બચાવ થયો હતો, પરંતુ તેનાં માતા-પિતાની ભાળ મળી નહોતી, પરંતુ હવે મળતી માહિતી પ્રમાણે હવે બાળકીના માતા-પિતાની મુલાકાત થઈ ગઈ છે.