- 18000 શબ્દોમાં હસ્તલિખિત અને હસ્તચિત્રિત પ્રથમ ગુજરાતની પુસ્તક
- કોરોના વોરીયર્સની કોરોના કાળ સમયની સત્ય ઘટનાઓ
- 'અ ટ્રીબ્યુટ ટુ અનસીન કોરોના વોરિયર્સ' પુસ્તક
- હસ્તલિખિત પુસ્તક વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આપવામાં આવશે
- પુસ્તકનું વિમોચન ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે કર્યું
સુરત: શહેરમાં એક ખાસ પુસ્તક લખવામાં આવી છે. આ પુસ્તક હસ્તલિખિત અને હસ્તચિત્રિત છે. 90 દિવસ જેટલા સમયગાળામાં તૈયાર કરાયું છે. કોરોના કાળમાં અભૂતપૂર્વ સેવા આપનાર 80 જેટલા કોરોના વોરિયર્સની સત્ય ઘટનાઓને આવરી લેવાઈ છે. અનસીન કોરોના વોરિયર્સની આ હસ્તલિખિત પુસ્તક વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આપવામાં આવશે. જ્યારે પુસ્તકની સ્કેન કોપી દરેક કોરોના વોરીયર્સને વિનામૂલ્યે આપવામાં આવશે.
'અ ટ્રીબ્યુટ ટુ અનસીન કોરોના વોરિયર્સ' પુસ્તક
કોરોના વોરીયર્સને અલગ અલગ રીતે તેઓની કામગીરી માટે સરાહવા માટે આ પુસ્તક લખવામાં આવી છે. કોરોના કાળમાં અને લોકડાઉનમાં જીવન જોખમે પોતાની ફરજ બજાવનાર કોરોના વોરીયર્સ એવા ડોક્ટર, નર્સ,પોલીસકર્મી,સફાઈકામદારોને અનોખી શ્રદ્ધાંજલિ આપવા માટે 'અ ટ્રીબ્યુટ ટુ અનસીન કોરોના વોરિયર્સ'નામનું પુસ્તક લખવામાં આવ્યું છે. ગુજરાતનો પ્રથમ પુસ્તક છે જે હસ્તલિખિત અને હસ્તચિત્રિત છે.
એટલે પુસ્તક પ્રિન્ટ કરવામાં નથી આવ્યું, પુસ્તકમાં રહેલા ચિત્રો પણ હાથથી જ દોરવામાં આવ્યા છે.
પુસ્તકનું વિમોચન ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા કરાયું
પુસ્તકમાં દરેક પૃષ્ઠના શબ્દોને અનુરૂપ જ આ ચિત્રો પણ દોરાયા છે. યાજ્ઞિક કંઝારીયા,ડો.તૃપ્તિ ઉપાધ્યાય અને જયેશ પરમાર દ્વારા આ પુસ્તક લખવામાં આવ્યું છે. વિમોચન ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના હસ્તે કરવામાં આવ્યું હતું.