ETV Bharat / city

world wind day:સુરત મહાનગરપાલિકાને વિન્ડ પાવર પ્લાન્ટથી 325 કરોડની આવક

author img

By

Published : Jun 15, 2021, 9:32 AM IST

આજે વર્લ્ડ વિન્ડ ડે છે. ત્યારે પવન ઊર્જાની વાત કરીએ તો સુરત થી 700 કિલોમીટર દૂર કચ્છમાં 32 મેગાવોટ ક્ષમતાનો વિન્ડ પાવર પ્લાન્ટ લગાવાયો છે. જેના થકી વર્ષમાં 49 લાખ યુનિટ પાવર જનરેશન થઈ રહ્યું છે. ગ્રીડ થકી સુરતમાં પાવરનો ઉપયોગ થઈ રહ્યો છે.

world wind day
સુરત મહાનગરપાલિકાને વિન્ડ પાવર પ્લાન્ટથી 325 કરોડની આવક
  • આજે વર્લ્ડ વિન્ડ ડેની ઉજવણી
  • સુરત મનપા દ્વારા વિન્ડ પાવર પ્લાન્ટ લગાવાયો
  • પાવરનો ઉપયોગ પાણી શુદ્ધિકરણ માટે કરાયો

સુરત: આજે વર્લ્ડ વિન્ડ ડે છે. મહાનગરપાલિકાએ રિન્યુએબલ એનર્જીના ક્ષેત્રમાં બેન્ચમાર્ક સ્થાપિત કર્યા છે અને અનેક એવોર્ડ પણ મેળવ્યા છે. ત્યારે પવન ઊર્જાની વાત કરીએ તો સુરત થી 700 કિલોમીટર દૂર કચ્છમાં 32 મેગાવોટ ક્ષમતાનો વિન્ડ પાવર પ્લાન્ટ લગાવાયો છે. જેના થકી વર્ષમાં 49 લાખ યુનિટ પાવર જનરેશન થઈ રહ્યું છે. ગ્રીડ થકી સુરતમાં પાવરનો ઉપયોગ થઈ રહ્યો છે.

સુરત મનપા હવા,પાણી અને સૂર્યપ્રકાશથી કરે છે વિજળીનું ઉત્પાદન

સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દેશની એવી પ્રથમ મહાનગરપાલિકા છે જે હવા, પાણી અને સૂર્યપ્રકાશથી વિજળીનું ઉત્પાદન કરીને પોતાનો આર્થિક બોજો ઘટાડી રહી છે. SMC દ્વારા શહેરના વોટર સપ્લાય સિસ્ટમમાં વપરાતી ઇલેક્ટ્રિસિટી વિન્ડ પાવર પ્લાન્ટ થકી ઉત્પન્ન કરવાનું દૂરગામી આયોજન કરાયું હતું. જે અંતર્ગત કચ્છ જિલ્લાના નખત્રાણાના રોહાગામમાં 2.1 મેગાવોટ ક્ષમતાનો વિન્ડ પાવર પ્લાન્ટ લગાવાયો છે, જેને 6 મહિનાની અવધિને બદલે માત્ર 4 જ મહિનામાં તૈયાર કરવામાં આવ્યો હતો.

પાવરનો ઉપયોગ પાણી શુદ્ધિકરણ માટે કરવામાં આવી રહ્યો

120 મીટર ઉંચાઈ ધરાવતું ટાવર 90 મીટર રૂટર ડાયામીટરવાળુ હાઈએસ્ટ સિયુએફ વાળું વિન્ડ મશીન છે. ગુજરાત સરકાર દ્વારા ઉપલબ્ધ સબસીડીનો ઉપયોગ કરીને વિન્ડ પાવરને ગ્રીડ કરીને સુરતના સ્માર્ટ સિટી એરિયામાં લાવવામાં આવે છે. જેના થકી વર્ષમાં SMCને 2 કરોડ 94 લાખની વિજળી બિલમાં બચત થઈ રહી છે. તેનાથી વર્ષમાં 4 હજાર ટન કાર્બન ડાયોકસાઈડ ઓછો ઉત્સર્જિત થાય છે. પાવર પ્લાન્ટ થકી ઉત્પન્ન થયેલા પાવરનો ઉપયોગ પાણી શુદ્ધિકરણ માટે કરવામાં આવી રહ્યો છે. આ પાવર પ્લાન્ટ થકી ઉત્પન્ન થયેલી ગ્રીન એનર્જીનો 66 ટકા ભાગ શહેરના વોટર સપ્લાય સિસ્ટમ, 20 ટકા સુધી સુએઝ સિસ્ટમમાં અને 4 ટકા ઓફિસ બિલ્ડિંગમાં વપરાય છે.

અત્યાર સુધી પાલિકાને 325 કરોડથી પણ વધુની આવક થઇ

મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીએ જણાવ્યું હતું કે, અત્યાર સુધી પાલિકાને 325 કરોડથી પણ વધુની આવક થઇ છે અને દર વર્ષે આ પ્રોજેક્ટના કારણે પાલિકાને 48 કરોડ રૂપિયાની આવક થાય છે. અગાઉ જેટલો ખર્ચ થતો હતો તે હાલ વિન્ડ એનર્જીના કારણે બચ્યો છે. સુરતમાં જે વિજળીની અછત છે તે મોટા પ્રમાણ રિન્યુઅલ એનર્જી અને તેમાં પણ ખાસ કરીને વિન્ડ એનર્જી થકી પૂર્ણ કરવામાં આવે છે. સુરતમાં જે વિજળીની જરૂરિયાત છે તેમાં પણ 33 ટકા વિન્ડ એનર્જી મુખ્ય ભૂમિકા ભજવે છે. આવનારા દિવસોમાં અમે રિન્યુઅલ એનર્જીને 30 ટકાથી વધારીને 50 ટકા કરવા માટેનો પ્રયાસ કરી રહ્યા છે. પાવર પ્લાન્ટથી પાવર ગ્રીડમાં જાય છે અને ગ્રીડમાંથી અહીં મળી જાય છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર સરકાર તરફથી અમને અત્યાર સુધીમાં 212 કરોડની સહાયતા મળી છે.

મ્યુનિસિપલ દ્વારા ચાર વિન્ડ પાવર પ્લાન્ટ લગાવાયા

મ્યુનિસિપલ દ્વારા અત્યાર સુધી કુલ 32.4 મેગાવોટ ક્ષમતાના 4 વિન્ડ પાવર પ્લાન્ટ ગુજરાતના વિવિધ સ્થળોએ સ્થાપિત કરાયા છે. જેના થકી પ્રતિવર્ષ 7.12 કરોડ યુનિટ ગ્રીન એનર્જી ઉતપન્ન થઈ રહી છે. પોરબંદરમાં 3 મેગાવોટ તેમજ 6.3 મેગાવોટ, જામનગરમાં 8.4 મેગાવોટ અને કચ્છ - 12.6 મેગાવોટ ક્ષમતાના વિન્ડ પાવર પ્લાન્ટ સ્થાપવામાં આવ્યા છે. વર્ષ 2021-22 સુધી નવો 6.3 મેગાવોટનો પાવર પ્લાન્ટ સ્થાપિત કરવાનું પણ મનપા આયોજન કરી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.