ETV Bharat / city

વિશ્વ સાયકલ ડે :સુરતમાં 200 જેટલી બેકાર સાયકલમાંથી સકલ્પચર તૈયાર કરવામાં આવ્યું

જે વિશ્વ સાયકલ દિવસ છે અને સુરતને આમ તો લોકો ડાયમંડ સિટી ટેક્સટાઇલ સિટી અને સ્માર્ટ સિટી તરીકે ઓળખે છે. પરંતુ સુરત શહેરને લોકો સાયકલ સિટી તરીકે ઓળખે આ માટે સુરતમાં 200 જેટલી બેકાર સાયકલમાંથી એક ખાસ સકલ્પચર તૈયાર કરવામાં આવ્યું છે. જેને સુરતના મુખ્ય ટ્રાફિક પોઇન્ટ પર મૂકવામાં આવશે..

CCC
વિશ્વ સાયકલ ડે :સુરતમાં 200 જેટલી બેકાર સાયકલમાંથી સકલ્પચર તૈયાર કરવામાં આવ્યું
author img

By

Published : Jun 3, 2021, 7:59 AM IST

Updated : Jun 3, 2021, 8:06 AM IST

  • આજે વિશ્વ સાઈકલ દિવસ
  • સુરતને લોકો સાઈકલ સીટી ઓળખે તે માટે નવતર પ્રયાસ
  • નકામી સાઈકલોમાંથી બનાવવામાં આવ્યું સ્કલ્પચર

સુરત: શહેરમાં નકામી સાયકલને રિસાયકલ કરી તેને જરૂરીયાત મંદોને આપી પર્યાવરણનું રક્ષણ કરવાના ઉદ્દેશથી સુરતમાં ખાસ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. સુરત શહેર અને અને કોલેજોમાં ધૂળ ખાઇ રહેલી જૂની સાયકલો હજારોની સંખ્યામાં છે જેનો હાલ કોઈ વપરાશ થતો નથી.. આવી સાયકલોને રીસાઇકલ કરી જરૂરિયાત મંદોને આપવાનો પ્રોજેક્ટ શરૂ છે. આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ પર્યાવરણની જાળવણી છે. સંયુક્ત રાષ્ટ્રસંઘ દુનિયાભરમાં સાઈકલને પ્રમોટ કરવા વિવિધ અભિયાન ચલાવી રહ્યું છે. જેના માટે 2032 સુધીનો સમય આપવામાં આવ્યો છે. જેને લઇને સુરતમાં પણ આ દિશામાં કામ કરી રહ્યું છે..

વિશ્વ સાયકલ ડે :સુરતમાં 200 જેટલી બેકાર સાયકલમાંથી સકલ્પચર તૈયાર કરવામાં આવ્યું
સાઇકલો તેઓ જરૂરિયાત મંદ લોકો અને વિદ્યાર્થીઓને આપશે અગાઉ બેન્કર રહી ચૂકેલા સુનીલ જૈન નકામી થયેલી સાઈકલ એકત્ર કરી રહ્યા છે. અત્યાર સુધી તેઓએ અનેક સાઈકલ એકત્ર કરી છે. એમાંથી મોટા ભાગે રીપેર થયેલી સાઇકલો તેઓ જરૂરિયાત મંદ લોકો અને વિદ્યાર્થીઓને આપશે. અને આ 1000 સાઈકલ માંથી 200 સાઈકલ આવી હતી કે જે રિપેર થઈ શકે એવી સ્થિતિમાં નથી તેમાંથી એક ખાસ સકલ્પચર તૈયાર કરવામાં આવ્યું છે. સુનિલ જૈને જણાવ્યું હતું કે આવી 200 સાઈકલ સુરતના સકલ્પચર ડિઝાઈનર ને આપી હતી. જેમાંથી તેઓ એક ખાસ સકલ્પચર તૈયાર કર્યું છે.. જેથી સુરતને એક સાઇકલ સીટી તરીકેની ઓળખ મળી શકે.

આ પણ વાંચો : World Bicycle Day : જાણો શું કહેવું છે અમદાવાદના સૌથી જૂના સાઇકલ માર્કેટના વેપારીઓનું

પ્રોજેક્ટ યુરોપમાં થનારા અધ્યયન માટે પસંદગી કરવામાં આવ્યો

બાયસીકલ કેપિટલના રૂપમાં પોતાની ઓળખ બનાવી ચૂકેલા નેધરલેન્ડની સંસ્થા BYES સંયુક્ત રાષ્ટ્રના સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ 2030 ઉપર કામ કરી રહી છે. તેનું લક્ષ્ય 2030 સુધી અડધી જનસંખ્યા ને સાયકલનો ઉપયોગ કરતા કરાવવાનું છે. સંસ્થાએ દુનિયાભરમાં સાયકલને પ્રમોટ કરવા બાઈસીકલ મેયરની નિયુક્તિ કરી છે જેમાં સુરતના બાઈસીકલ મેયર સુનીલ જૈન છે.. તેઓની દ્વારા શહેરમા બેકાર સાયકલ રીપેર કરી જરૂરિયાતમંદોને આપવા પર ફોકસ કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ યુરોપમાં થનારા અધ્યયન માટે પસંદગી કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો : સતત 12 કલાક 300 કિમી સાઈકલ ચલાવી જીત્યું હતું ઈનામ, હજી સુધી દિવ્યાંગને નથી મળ્યો મુકામ

Last Updated : Jun 3, 2021, 8:06 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.