ETV Bharat / city

હીરામાં મંદી, 1100 રત્નકલાકારોને છૂટા કરાયા, કર્મીએ કર્યો આપધાત

author img

By

Published : Jul 18, 2019, 2:54 PM IST

Updated : Jul 18, 2019, 3:22 PM IST

સુરતઃ છેલ્લા ઘણા સમયથી હીરા બજારમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. સુરતના કતારગામ વિસ્તારમાં એક રત્નકલાકારે 5માં માળેથી નીચે પડતું મૂકી આપઘાત કર્યો છે. આ ઘટના કતારગામના રામજીનગર સોસાયટીની ઘટના છે. જ્યાં છેલ્લા કેટલાક સમયથી કામ ન હોવાથી રત્નકલાકારે આપઘાત કર્યો હોવાની ચર્ચાઓ ચાલી રહી છે. સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે

સુરતના હીરા બજારમાં મંદી, રત્નકલાકારનો આપઘાત, 1100 કર્મી છૂટા કરાયા

સુરત શહેરને લોકો હીરા નગરી કહે છે. આ હીરા નગરીમાં હવે રત્નકલાકારોની હાલત કફોડી બની છે. છેલ્લા 8 માસની અંદર જ સુરતમાં અંદાજે 1100 જેટલા રત્નકલાકારોને છુટા કરવામાં આવ્યા છે.

સુરતને હીરા નગરી તરીકે ઓળખવામાં આવે છે. હીરાની ચમક ધરાવતા આ સુરત શહેરમાં 10 માંથી 8 હીરા સુરતમાં જ બને છે. પરંતુ બદલાતા સમયની સાથે હીરાનગરી સુરતમાં હીરાની ચમક ક્યાંકને ક્યાંક ઝાંખી પડી રહી છે. હીરા નગરી સુરતમાં ખુદ રત્ન તૈયાર કરતા રત્નકલાકરોની હાલત જ કફોડી બની રહી છે. છેલ્લા 8 માસની વાત કરીએ તો 1100 જેટલા રત્નકલાકારોની રોજી રોટી છીનવાઈ છે.

રત્નકલાકારે કર્યો આપઘાત
રત્નકલાકારે કર્યો આપઘાત

રત્નકલાકાર સંઘના પ્રમુખ જયસુખ ગજેરાએ જણાવ્યું કે, છેલ્લાં દોઢેક મહિનામાં 15 થી 17 જેટલી હીરાની કંપનીઓના કારીગરોએ ફરિયાદો કરી છે. અત્યાર સુધીમાં 200થી 250 જેટલાં કારીગરોને છૂટા કરવામાં આવ્યા છે. મંદીને કારણે છુટાં કરાયાનું કારીગરો જણાવે છે. પરંતુ ફરિયાદમાં અમુક કારીગરને છૂટા કરાયાના કિસ્સા વધુ છે.

હીરા બજારમાં મંદીનો માહોલ

તેમણે વધુમાં જણાવ્યું કે, જે કંપનીઓએ વધારે પ્રમાણમાં કારીગરોની છૂટા કર્યા છે. તેમાંના કેટલાક કારીગરોને પરત લીધાં પણ છે. છેલ્લાં એક વર્ષથી કારીગરોને છુટાં કરવાનું ચાલી રહ્યું છે અને ઓછામાં ઓછા એક હજાર જેટલાં કારીગરો છૂટા થયાં છે. બેકાર થયેલા કારીગરો ફરિયાદ કરવાનું ટાળે છે અને તેને કારણે બહુ ઓછી ફરિયાદો રત્નકલાકાર સંઘને મળે છે. છુટાં થયેલાં કારીગરો પૈકી 20 ટકા કારીગરો જ ફરિયાદ માટે આવ્યાં છે.

જયસુખભાઈએ વધુમાં જણાવ્યું હતું કે, આ અંગે અમે પહેલા પણ સરકારને રજૂઆત કરી હતી. બેરોજગારી ભથ્થું, રત્નકલાકારો માટે આવાસ જેવી અનેક માંગો કરી હતી. પરંતુ આજદિન સુધી તેનો કોઈ જ નિવારણ લાવવામાં આવ્યું નથી. જો રત્નકલાકારોને છુટા કરવાનું મુખ્ય કારણની વાત કરીએ તો કંપનીના માલિકો મંદી, અને ઉઠમણાની વાતો કરી કારીગરોને છુટા કરે છે.

જયસુખ ગજેરાએ જણાવ્યું હતું કે, સરકાર પાસેથી રત્નકલાકારોને ઘણી અપેક્ષઓ હતી. પરંતુ આજદિન સુધી એક પણ અપેક્ષાઓ સરકાર દ્વારા પૂર્ણ કરવામાં આવી નથી. હીરાની આન બાન અને શાન ગણાતો હીરા ઉધોગમાં રત્નકલાકારોની હાલત કફોડી બની રહી છે. ત્યારે હવે સરકાર આ મામલે અસરકાર પગલા ભરે તેવી રત્નકલાકારોની માંગ છે.

Intro:સુરત : શહેરને લોકો હીરા નગરી કહે છે અને આ હીરા નગરીમાં હવે રત્નકલાકારોની હાલત કફોડી બની છે છેલ્લા 8 માસની અંદર જ સુરતમાં 1100 જેટલા રત્નકલાકારોને છુટા કરી દેવામાં આવ્યા છે. ત્યારે રત્નકલાકરોની હાલત કફોડી કેમ બની છે...

Body:સુરતને હીરા નગરી તરીકે ઓળખવામાં આવે છે હીરાની ચમક ધરાવતા આ સુરત શહેરમાં 10 માંથી 8 હીરા અહી જ બને છે પરંતુ બદલાતા સમયની સાથે હીરાનગર સુરતમાં હીરાની ચમક ક્યાંક ને ક્યાંક ઝાંખી પડી રહી છે હીરા નગરી સુરતમાં ખુદ રત્ન તૈયાર કરતા રત્નકલાકરોની હાલત જ કફોડી બની રહી છે છેલ્લા 8 માસની વાત કરીએ તો 1100 જેટલા રત્નકલાકારોની રોજી રોટી છીનવાઈ ગયી છે. રત્નકલાકાર સંઘના પ્રમુખ જયસુખ ગજેરાએ જણાવ્યું કે, છેલ્લાં દોઢેક મહિનામાં 15 થી 17 જેટલી હીરાની કંપનીઓના કારીગરોએ ફરિયાદો કરી છે. અત્યાર સુધીમાં બસોથી અઢીસો જેટલાં કારીગરોને છુટાં કરાયાં છે. મંદીને કારણે છુટાં કરાયાનું કારીગરો જણાવે છે. જોકે, ફરિયાદોમાં એકલદોકલ કારીગરને છુટા કરાયાના કિસ્સા વધુ છે.

તેમણે વધુમાં જણાવ્યું કે, જે કંપનીઓએ વધારે પ્રમાણમાં કારીગરોની છૂટા કર્યા છે, તેમાંના કેટલાક કારીગરોને પરત લીધાં પણ છે. આમતો, છેલ્લાં એક વર્ષથી કારીગરોને છુટાં કરવાનું ચાલી રહ્યું છે અને ઓછામાં ઓછા એક હજાર જેટલાં કારીગરો છૂટા થયાં છે. બેકાર થયેલા કારીગરો ફરિયાદ કરવાનું ટાળે છે અને તેને કારણે બહુ ઓછી ફરિયાદો રત્નકલાકાર સંઘને મળે છે. છુટાં થયેલાં કારીગરો પૈકી માંડ વીસેક ટકા કારીગરો જ ફરિયાદ માટે આવ્યાં છે.

જયસુખભાઈએ વધુમાં જણાવ્યું હતું કે આ અંગે અમે અગાઉ પણ સરકારને રજૂઆત કરી હતી અને બેરોજગારી ભથ્થું, રત્નકલાકારો માટે આવાસ જેવી અનેક માંગો કરી હતી પરંતુ આજદિન સુધી તેનો કોઈ જ નિવેડો લાવવામાં આવ્યો નથી અને જો રત્નકલાકારોને છુટા કરી દેવાનું મુખ્ય કારણની વાત કરીએ તો કંપનીના માલિકો મંદી, અને ઉઠમણાની વાતો કરી કારીગરોને છુટા કરી દે છે.

Conclusion:વધુમાં જયસુખ ગજેરાએ જણાવ્યું હતું કે સરકાર પાસેથી રત્નકલાકારોને ઘણી અપેક્ષઓ હતી પરંતુ આજદિન સુધી એક પણ અપેક્ષાઓ સરકાર દ્વારા પૂર્ણ કરવામાં આવી નથી ઉલ્લેખનીય છે કે હીરાની આન બાન અને શાન ગણાતો હીરા ઉધોગમાં રત્નકલાકારોની હાલત કફોડી બની રહી છે ત્યારે હવે સરકાર આ મામલે અસરકાર પગલા ભરે તેવી રત્નકલાકારોની માંગ છે.

બાઈટ :જયસુખ ગજેરા -(રત્નકલાકાર સંઘ -પ્રમુખ )

Last Updated : Jul 18, 2019, 3:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.