ETV Bharat / city

વેસુમાં ચેઇન સ્નેચર ગેંગનો મહિલાએ સામનો તો કર્યો જ, એકને દબોચી પણ લીધો

author img

By

Published : May 31, 2021, 2:13 PM IST

સુરતના વેસુ વિસ્તારમાં આવેલા પોદાર રેસીડેન્સી પાસે ચેઇન સ્નેચરો દ્વારા એકલી મહિલાને ટાર્ગેટ કરતાં તે જ મહિલાએ હિંમતભેર સામનો કરીને એક સ્કેચરને દબોચી લીધો હતો. 3 ચેઇન સ્નેચરોએ એકલી મહિલાને ટાર્ગેટ કરી હતી.

વેસુમાં ચેઇન સ્નેચર ગેંગનો મહિલાએ સામનો તો કર્યો જ, એકને દબોચી પણ લીધો
વેસુમાં ચેઇન સ્નેચર ગેંગનો મહિલાએ સામનો તો કર્યો જ, એકને દબોચી પણ લીધો
  • સુરતના વેસુમાં મહિલાની હિંમતનું ઉદાહરણ સામે આવ્યું
  • એકલી જતી મહિલાને 3 ઉઠાઉગીરોએ બનાવી હતી નિશાન
  • મહિલાએ સામનો તો કર્યો જ, એકને પકડી પણ લીધો

    સુરતઃ સુરતમાં અવારનવાર ચેઇન સ્નેચિંગની ઘટનાઓ સામે આવી રહી છે. તેજ રીતે આજે સુરતના વેસુ વિસ્તારમાં આવેલા પોદાર રેસીડેન્સી પાસે એક બાઈક પર ત્રણ અજાણ્યા શખ્સોએ એકલી મહિલાનાં ગળામાંથી ચેઇન-ઝૂંટી લેવાનો પ્રયાસ કર્યો હતો.જોકે મહિલા દ્વારા આ ત્રણ ચેઇન સ્નેચરોનો હિંમતથી સામનો કરતા એક ચેઇન સ્નેચરને દબોચી લેવામાં આવ્યો હતો. ત્યાર બાદ આજુબાજુના સિક્યુરિટી ગાર્ડ દોડીને આવતા બીજા બે ચેઇન સ્નેચરો ભાગી ગયાં હતાં. જોકે આવા અસામાજિક ચેઇન સ્નેચરો રસ્તે ચાલતા એકલા વ્યક્તિઓને ટાર્ગેટ કરતા હોય છે. આજે પણ આ ચેઇન સ્નેચરો દ્વારા આજ રીતે એક મહિલાને ટાર્ગેટ કરવામાં આવ્યો હતો.
    3 ચેઇન સ્નેચરોએ એકલી મહિલાને ટાર્ગેટ કરી હતી.

    મહિલાએ ખૂબ જ હિંમતથી ચેઇન સ્નેચરોનો સામનો કર્યો

    મહિલાએ ખૂબ જ હિંમતથી આ ચેઇન સ્નેચરોનો સામનો કર્યો હતો. આ જોતાં જ પોદાર રેસિડેન્સીના સિક્યુરિટી ગાર્ડ અને આજુબાજુના લોકો દોડી આવતા ચેઇન સ્નેચરોમાંથી એકને મહિલાએ દબોચી લીધો હતો પરંતુ બીજા બધા આવતા જ બાકીના બે ચેઇન સ્નેચરો ભાગી ગયા હતાં. જોકે એક ચેઇન સ્નેચરને પકડવા બાદ પોલીસને સોંપવામાં આવ્યો હતો. પરંતુ આ એક ચેઇન સ્નેચરોને પકડવામાં મહિલાએ આ સમાજ માટે ખૂબ જ હિંમતનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. નીડરતાની સાથે આ મહિલાએ ચેઇન સ્નેચરોનો સામનો કર્યો છે.

આ પણ વાંચોઃ દેશમાં સૌથી ઓછા કોરોના પોઝિટિવિટી રેટમાં 0.7 ટકા સાથે સુરત સામેલ

સમગ્ર ઘટના CCTVમાં કેદ થઇ ગઈ

આ ચેઇન સ્નેચરોના કારનામાંની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ હતી. આ ત્રણ જણા પહેલા રેકી કરીને મહિલાને ટાર્ગેટ કરવામાં આવી હતી. જે રીતે મહિલાના આગળ જઈને મહિલા ગળામાંથી ચેઇન ઝૂંટી લેવાનો પ્રયાસ કર્યો હતો અને આ મહિલાએ ગળામાંથી ચેઇન ઝૂંટાયા બાદ જે સામનો કર્યો હતો તે પણ ઘટનાક્રમ CCTVમાં કેદ થઇ ગયો છે.

પોલીસે અન્ય બે આરોપીઓને ઝડપી લીધાં

લોકોએ પકડાયેલા એક ચેઇન-સ્નેચરને ખટોદરા પોલીસને સોંપવામાં આવ્યો હતાં અને બાકીના બે ચેઇન સ્નેચરોને ઉમરા પોલીસ દ્વારા શોધખોળ કરીને ઝડપી પાડવામાં આવ્યાં છે.એ. કે. કુંવાડિયા પીએસઆઈ સર્વેલન્સ સ્ટાફે જણાવ્યું હતું કે હાલ ઉમરા પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરીને આ બંને આરોપીને ખટોદરા પોલીસને શોપવામાં આવશે. હાલ અમારા દ્વારા આ એક આરોપીની પૂછપરછ ચાલી રહી છે અને ચેઇન પણ મળી ગઈ છે.

આ પણ વાંચોઃ World No Tobacco Day 2021: ફેફસાંને નબળા પાડે છે તમાકુ, સાથે સાથે કોરોનાને પણ આપે છે આમંત્રણ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.