ETV Bharat / city

સેવાભાવી પત્નીએ પ્રેમીને પામવા પતિની હત્યા કરી પુરાવા કર્યા સાફ

ઓલપાડ તાલુકાના ઉમરાચી ગામે વિરેન્દ્ર સેવાનીયા નામના વ્યક્તિ બાથરૂમ જવા નીચે જઈ રહ્યા હતા તે દરમિયાન મૃત્યુ (Surat Murder Case) થઈ ગયું હતું. આ ઘટનાની જાણ પોલીસને થતાં તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે તપાસ હાથ ધરતા કઈક અલગ રહસ્ય બહાર આવ્યું હતું. જેને લઈને સમગ્ર વિસ્તારમાં સનસનાટી ફેલાઈ છે.

સેવાભાવી પત્નીએ પ્રેમીને પામવા પતિની હત્યા કરી પુરાવા કર્યા સાફ
સેવાભાવી પત્નીએ પ્રેમીને પામવા પતિની હત્યા કરી પુરાવા કર્યા સાફ
author img

By

Published : Jun 10, 2022, 12:16 PM IST

સુરત : રાજ્યમાં પ્રેમ પ્રકરણને લઈને હવે હત્યાનો સિલસિલો (Surat Murder Case) ચાલુ થયો હોય તેવું લાગી રહ્યું છે. ખાસ કરીને સુરત શહેરમાં લગભગ એકાદ માસમાં પ્રેમ પુરાણ મામલે 3-4 હત્યાના કેસ આવતા હોય છે. ત્યારે ફરી એક વખત પત્નીએ પ્રેમીને પામવા પતિની હત્યા કર્યાનું સામે આવતા ચકચાર મચી છે. મહત્વનું છે કે પત્ની પાછી ગાંધી આશ્રમની સંચાલિકા હોવાનું પણ સામે આવ્યું છે. ત્યારે પ્રેમી અને પત્ની દ્વારા પતિની હત્યા કરતા સનસનાટી ફેલાઈ હતી. જોકે આ મામલે પોલીસને જાણ થતાં તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી.

સેવાભાવી પત્નીએ પ્રેમીને પામવા પતિની હત્યા કરી પુરાવા કર્યા સાફ

શું હતો મામલો - ઓલપાડના ઉમરાચી ગામે રહેતા વિરેન્દ્ર સેવાનીયા જેઓ વ્યવસાયે વકીલ અને ઉમરાચી ગામના પૂર્વ સરપંચ હતા. તેઓના લગ્ન ડિમ્પલ નામની મહિલા સાથે થયા હતા. 16મી મે 2022 ના રોજ ધાબા પર સુતા હતા બાથરૂમ જવા નીચે જઈ રહ્યા હતા. તે દરમિયાન નીચે પડી જતાં મૃત્યુ થયાનું પત્નીએ જણાવ્યું હતું. જેથી કીમ પોલીસે અકસ્માત મૃત્યુનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. આ ઘટનામાં સુરત ગ્રામ્ય SOG પોલીસે (Surat Rural SOG Police) તપાસ કરતા માજી સરપંચ વીરેન્દ્ર સિહનું પડી જતા નહિ પણ પત્નીએ અને અન્ય એક શખ્સે હત્યા કરી હોવાનો ઘસ્ફોટ થયો છે. પોલીસે હત્યારી પત્ની ડિમ્પલ અને હત્યારા હેમંત શર્મા નામના શખ્સને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

કેમ કરી હતી પત્નીએ પતી ની હત્યા ? - મૃતક વિરેન્દ્ર સિંહની પત્ની ડિમ્પલ ઉમરાચી ગામે આવેલા મહાત્મા ગાંધી આશ્રમમાં સંચાલિકા તરીકે નોકરી કરતી હતી. જ્યાં અમદાવાદથી અવારનવાર ઉમરાચી ગાંધી આશ્રમની મુલાકાતે આવતા હેમંત શર્મા નામના શખ્સ સાથે નજર મળી ગઈ હતી. બન્ને એકબીજાના પ્રેમમાં પાગલ થઇ ગયા હતા અને બન્ને લગ્ન કરવા માગતા હતા. જેથી 15મી મે ના રાત્રે નવ વાગ્યે વિરેન્દ્ર સિંહ ધાબા પર સુતા હતા તે દરમિયાન પત્ની ડિમ્પલએ પ્રેમી હેમંત શર્માને બોલાવ્યો અને મૃતક વીરેન્દ્ર સિહ ને ધાબા પરથી નીચે રૂમમાં લઈ ગયા અને બોદાર્થ પદાર્થ વડે માથામાં મારી (Murder Case in Love) મોતને ઘાટ ઉતાર્યા હતા.

આ પણ વાંચો : ડીસામાં વધુ એક હત્યાઃ ક્રિકેટ રમવા બાબતે બાળકોના ઝઘડામાં વૃદ્ધાની હત્યા

આરોપી પુરાવા કર્યું કાવતરું - વિરેન્દ્ર સિંહનો મૃતદેહ ઊંચકી (Umrachi Wife Killed her Husband) ધાબા પર લઈ ગયા અને ધાબા પર મૂકી દીધો અને પુરાવા નાશ કરવાના કામે લાગી ગયા હતા. લોહી વાળી ચાદર હત્યારો હેમંત લઈ ગયો અને ઘરથી દૂર જઈને સળગાવી (Wife Kills Husband in Surat) દીધી હતી. જ્યારે હત્યારી ડિમ્પલે લોહી વાળા ડાઘ સાફ કરી દીધા હતા. ગ્રામજનોને તેમજ પોલીસને પોતાનો પતિ વિરેન્દ્ર સિંહ બાથરૂમ જઈ રહ્યા હતા તે દરમિયાન ધાબા પરથી પડી ગયાનું જણાવી ગેરમાર્ગે દોર્યા હતા. જોકે તે સમયે કીમ પોલીસે અકસ્માત મૃત્યુનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.

આ પણ વાંચો : જેતપુરમાં કુતરાને લોખંડના પાઇપ વડે ક્રુરતાપુર્વક માર મારતા મોત નીપજ્યું

ગ્રામજનો તેમજ પોલીસ શંકા - DYSP બી.કે વનારે જણાવ્યું હતું કે, ગામના માજી સરપંચ વિરેન્દ્ર સિંહના મૃત્યુને લઈને ગ્રામજનો તેમજ પોલીસ શંકા થતી હતી. પત્ની ડિમ્પલે જે કારણ જણાવી હતી એ સંતોષ કારક ન હતું. જેથી જિલ્લા SOG પોલીસ ટીમે ઊંડી તપાસ કરતા સમગ્ર પ્રકરણ બહાર આવ્યું હતું. ડિમ્પલ અને પ્રેમી હેમંત શર્મા લગ્ન કરવા આ કૃત્ય કર્યું (Surat Crime Case) હોવાનું સામે આવ્યું હતું, ત્યારે પોલીસે બંને હત્યારીને ઝડપી કડક પૂછપરછ કરતા બન્ને પોપટની જેમ બોલવા લાગ્યા હતા. પોતાનો ગુનો કબૂલ કર્યો હતો, ત્યારે પત્નીના કૃત્ય ને લઈને સમગ્ર પંથકના લોકો ફિટકાર વરસાવી રહ્યા છે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.