- પોપઅપ ફટાકડો પોલ્યૂશન મુક્ત છે
- નાના બાળકોથી લઈને મોટા વ્યક્તિ સુધી છે પ્રીય
- નાનો ફટાકડો ક્યારેક મોટી મુશ્કેલીમાં મુકી દે છે
સુરત : દિવાળીના (Diwali 2021) તહેવારોમાં અનેક પ્રકારના નાના-મોટા ફટકડાઓ જોયા હશે પણ કદમાં નાનામાં નાનો ફટાકડો જેનો ક્રેઝ આજે બાળકોમાં ખૂબ જ જોવા મળી રહ્યો છે. જેનું નામ પોપઅપ (Pop Up Fireworks) છે.દિવાળી પર આપણે અનેક પ્રકારના ફટાકડા જોયા હશે અને ફોડ્યા પણ હશે, આ દરમિયાન દાઝવા જેવી અનેક ઘટનાઓ આપણે જોઈ હશે, ત્યારે સુરતમાં કાળજૂ કંપાવી નાખે તેવી ઘટના સામે આવી છે. બુધવારે એક નાના બાળકે પોપઅપ ફટાકડાને ખાય લેતા તેનું મોત નિપજ્યું હતું.
પોપઅપ નામના ફટાકડા ધુમ મચાવી
આપણે દિવાળીમાં ઘણા પ્રકારના ફટાકડા જોયા હશે, પરંતુ છેલ્લા પાંચેક વર્ષથી પોપઅપ નામના ફટાકડા ધુમ મચાવી છે. આ ફટાકડા પોલ્યુશન ફ્રી છે. જ્યારે મોટા ફટકડાઓ દ્વારા ખુબજ પોલ્યુશન ફેલાવે છે. આ ફટાકડા ઘણા નાના આવતા હોય છે, આથી નાના બાળકો તેને ફોડતી વખતે ગળી જતા હોય છે, જેથી પેટમાં ઇન્ફેક્શન તથા જીવ જવાનું પણ જોખમ રહેલું હોય છે. ફટાકડામાં રહેલો દારૂગોળો ખૂબ જ ઘાતકી હોય છે, જે નરી આંખો દેખાતો નથી.
પોપઅપ દ્વારા થઈ શકે છે ઇન્ફેક્શન
આ બાબતે સુરત સિવિલ હોસ્પિટલના ડો. વિદિત ચાવડાએ જણાવ્યું હતું કે, આવા નાનકડા ફટાકડા ગળવાથી કે ખાવાથી ઘણું જ નુકશાન થાય છે. ઉલ્લેખનીય છે કે, નાના બાળકોને બધી નાની વસ્તુઓને મોઢામાં નાખવાની આદત હોય છે, આથી નાના બાળકોને ખબર ના હોય કે આ ખાવાનું છે કે નહી. જો આ નાનું બાળક આ ફટાકડો ખાય લે તો તેનાથી મોટી ઈંજરી પણ થઈ શકે અને પેટની અંદર ઈન્ફેક્શન થઈ શકે છે. વધુમાં ડોક્ટરે કહ્યું કે, આ ફટાકડા ખાવાથી ઝાડા, ઉલટી, તાવ અને અંદર જ્યારે ફેલાય ત્યારે પેટમાં પણ તકલીફ થાય છે. ડોક્ટરે વધુમાં જણાવ્યું હતું કે, આવી ઘટના ન બને તેના માટે માતાપિતાએ કાળજી લેવી જોઈએ કે ફટાકડા ફોડતી વખતે તેનું બાળક ફટાકડા કે અન્ય કોઈ વસ્તું ખાય જાય નહીં.
બજારમાં સહલાઈથી મળી રહી છે
પોપઅપ ફટાકડા બજારમાં સૌથી વધુ અને સહલાઈથી મળી રહી છે. આવા ફટાકડા નાના બાળકોને પણ ખૂબ જ ગમી રહ્યા છે. એનાથી મોટી કોઈ ઈંજરી થતી નથી કારણ કે પોપઅપ ફટાકડા ખૂબ જ નાના આવે છે. અમુક વાર બાળકોને વારંવાર હાથ મોંમાં રાખવાની આદત હોય છે. જેથી તે મોમાં પણ જતું રહે છે અથવા તો નાક કે અન્ય જગ્યાએ પણ નાખી શકે છે. આથી ડોક્ટરે કહ્યું હતું કે, એટલે પોપઅપ ફટાકડાથી જેમ બને તેમ બાળકોને દુર રાખવા જોઈએ, આથવા તો માતાપિતાની નજર હેઠળ એનો ઉપયોગ કરે તેની કરજી લેવી જોઈએ.