- ડૉ.ભાવેશ અને વિશાલ વાઘાણી બન્ને કોરોનાકાળમાં હજારો દર્દીઓના સંપર્કમાં આવ્યા હતા
- આજે પણ કરોનાના તે દિવસોને યાદ કરી રહ્યા છે: ડૉક્ટર વાઘાણી
- પરિવાર ફર્સ્ટ ફ્લોર અને અમે ગ્રાઉન્ડ ફ્લોર પર રહેવા લાગ્યા હતા: વાઘાણી
સુરત: એક જ ઘરમાં રહી પરિવારથી દૂર રહેવાની પીડા શું હોય છે એ સુરતના બે વઘાણી ડૉક્ટરો પાસેથી જાણી શકાય છે. ભાવેશ વાઘાણી અને વિશાલ વાઘાણી બન્ને કોરોનાકાળમાં હજારો દર્દીઓના સંપર્કમાં આવ્યા હતા. જેના કારણે તેઓ 2 મહિના સુધી એક જ ઘરમાં રહતા હોવા છતાંપ પણ પોતાના પરિવારથી દૂર રહ્યા હતા. જેથી પરિવારના બધા સભ્યો કોરોનાથી દૂર રાખી શકે. આજે પણ તે 2 મહિનાને બન્ને ભાઈઓ પીડદાયક ગણાવે છે.
આ પણ વાંચો: રાજકોટ AIIMSના તબીબી વિદ્યાર્થીઓએ કોરોનાની રસી લીધી
પોઝિટિવ દર્દીઓ સહિત તેમના પરિવારની સારવાર કરી
સુરતમાં વર્ષ 2020 માર્ચ મહિનાથી કોરોના સંક્રમણની શરૂઆત થઈ ગઈ હતી. ત્યારબાદ, જુલાઈ-ઑગસ્ટમાં સૌપ્રથમ કોરોના કેસમાં વધારો થયો હતો. સુરત મહાનગરપાલિકાએ સરકારી હોસ્પિટલ સહિત પ્રાઇવેટ હોસ્પિટલોમાં દર્દીઓની સારવાર માટે ખાસ વ્યવસ્થા કરી હતી. આ સાથે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે આવેલી સમરસ હોસ્ટેલમાં પણ દર્દીઓના ઑબ્ઝર્વેશન અને કોરોન્ટાઈનની વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી. સમરસ હોસ્ટેલમાં સુરતના ડોક્ટર ભાવેશ વાઘાણીએ મહત્વની સેવા આપી હતી. ત્યાં હજારોની સંખ્યામાં આવતા કોરોના પોઝિટિવ દર્દીઓ સહિત તેમના પરિવારની પણ તેઓએ સારવાર કરી હતી અને કાળજી પણ લીધી હતી. તેઓ ચેસ્ટ ફિઝિશિયન છે અને આજે પણ કરોનાના તે દિવસોને યાદ કરી રહ્યા છે.
આ પણ વાંચો: અમદાવાદમાં રસીકરણ સાથે કોરોના વોરિયર્સનો સન્માન સમારોહ યોજાયો
17થી 18 કલાક સુધી ડૉક્ટરોએ ફરજ નિભાવી
ભાવેશ વાઘાણીએ જણાવ્યું હતું કે, તેઓ છ વર્ષથી પ્રેકટીસ કરી રહ્યા છે. તેમના ભાઈ વિશાલ વાઘાણી રેડિયોલોજીસ્ટ છે. જ્યારે, માર્ચ-એપ્રિલ અને જૂનમાં કોરોના વાઇરસ સુરતમાં પીક પર હતો ત્યારે, બન્ને ભાઈઓ હજારોની સંખ્યામાં આવી રહેલા કોરોના દર્દીઓના સંપર્કમાં આવ્યા હતા. તકેદારીના ભાગરૂપે તેઓએ પોતાના ઘરના પહેલા માળે પરિવારના સભ્યો માતા-પિતા,પત્ની અને બાળકોને રહેવા માટે કહી દીધું હતું અને ગ્રાઉન્ડ ફ્લોર પર પોતે રહેવા લાગ્યા હતા. આવી પરિસ્થિતિમાં તેઓ બે મહિના સુધી રહ્યા હતા. એક જ ઘરમાં રહી બાળકોથી દૂર રહેવા અને પરિવારના સભ્યોથી દુર રહેવાની પીડા આજે પણ તેમને યાદ છે. તેઓએ આ સ્થિતિને ખૂબ જ પીડદાયક ગણાવી છે. સાથે કહ્યું હતું કે, સામાન્ય રીતે આવા સમયે 17થી 18 કલાક સુધી ડૉક્ટરોએ ફરજ નિભાવી છે. હાલ ફરીથી કોરોના વાઇરસનું સંક્રમણ વધી રહ્યું છે જેથી લોકો તકેદારીના પગલાં લે.