ETV Bharat / city

પરિવારે તરછોડ્યો તો ભિક્ષુકના જીવનમાં આવ્યો યુ ટર્ન - beggar in Bhatar area

નિરાધાર, નિ:સહાય અને માનસિક તેમજ શારીરિક રીતે કફોડી (beggar life Change in Surat) હાલતમાં નવસારીના ખાતેથી મળી આવેલા વૃદ્ધ ભિક્ષુક આજે પગભર થયો છે. વોચમેનની નોકરી કરીને દર મહિને 10 હજાર રૂપિયાની કમાણી કરી રહ્યો છે. (Old aged beggar in Surat)

પરિવારે તરછોડ્યો તો ભિક્ષુકના જીવનમાં આવ્યો યુ ટર્ન

author img

By

Published : Sep 20, 2022, 12:57 PM IST

સુરત ભટાર વિસ્તાર ખાતે આવેલા જ્યોતિ શેલ્ટર હોમમાં છેલ્લા કેટલાક મહિનાથી 65 વર્ષીય પ્રહલાદ મોહિતે રહે છે. તેઓ મૂળ મહારાષ્ટ્રના ધુલે જિલ્લાના રહેવાસી છે. આશરે ચારથી પાંચ વર્ષ પહેલા તેમની બીજી પત્નીએ નોકરી ન હોવાના કારણે તેમને ઘરેથી કાઢી મૂક્યા હતા, ત્યાંથી તેઓ જેમ તેમ કરીને નંદુરબાર રેલવે સ્ટેશન પહોંચી ગયા હતા અને ત્યાં આ ભિક્ષુક તરીકે રહી રહ્યા હતા. પરંતુ પોલીસે તેમને ત્યાંથી હટાવી મુક્તા તેઓ ટ્રેનથી નવસારી આવી ગયા હતા નવસારી ખાતે પણ તેઓ ભિક્ષુક તરીકે રહી રહ્યા હતા, પરંતુ દિવસેને દિવસે તેમની તબિયત લથડતી જાતી હતી. (Old aged beggar in Surat)

પરિવારે તરછોડ્યો તો ભિક્ષુકના જીવનમાં આવ્યો યુ ટર્ન

ઘણા મહિનાઓથી ભિક્ષુક રોડ પર પ્રહલાદ મોહિતે યોગ્ય રીતે ચાલી પણ શકતા ન હતા. પેટની બીમારીથી તેઓ ગ્રસિત થઈ ગયા હતા. સારવાર કરવા માટે કોઈ પણ પરિવારના સભ્ય કે પરિચિત ન હતા. તેઓ એક જગ્યાથી ઊઠીને બીજી જગ્યા ચાલી શકે તેટલી શક્તિ પણ ન હોતી. તેથી એક દિવસે સમાજ સેવકો દ્વારા તેમને લઈ આવવામાં આવ્યા હતા. તેઓ કેટલાક દિવસથી સ્નાન પણ ન હતું કર્યું. તેથી છેલ્લા ઘણા મહિનાથી ભિક્ષુક તરીકે રોડ પર રહી રહ્યા હતા. (beggar life Change in Surat)

વોચમેન તરીકે ફરજ આ વૃદ્ધાવસ્થામાં ભિક્ષુક તરીકે જીવન નિર્વાહ કરી રહેલા આધેડ માટે સમાજ સેવકો દેવદૂત બનીને આવ્યા હતા. તેમને નવડાવી તેમના વાસ મારતા કપડાં બદલીને વાળ કાપીને તેમની સારવાર શરૂ કરવામાં આવી હતી. એટલું જ નહીં, તેમને રહેવા માટે સુરતના શેલ્ટર હોમમાં શરણ આપવામાં આવી હતી. તેમનું પેટનું ઓપરેશન પણ કરવામાં આવ્યું હતું. જ્યારે તેઓ સ્વસ્થ થયા ત્યારે તેઓએ પગભર બનવાનો વિચાર કર્યો અને હોમની નજીકમાં તેઓ હાલ વોચમેન તરીકે ફરજ બજાવી રહ્યા છે. પોતાનું જીવન નિર્વાહ થઈ શકે તેટલી કમાણી કરવી છે. (beggar in Bhatar area)

કદાચ તેઓ જીવિત પણ ન હોત પ્રહલાદ મોહિતે જણાવ્યું હતું કે, હાલ પરિવારના કોઈ પણ વ્યક્તિ સાથે તેમનો સંપર્ક નથી. તેમની તબિયત પણ સારી રહેતી નથી. ભિક્ષુક તરીકે તેઓ જીવનનિર્વાહ કરી રહ્યા હતા, પરંતુ આજે પગભર બની ગયા છે જો તેમની સારવાર સમયસર નહીં કરવામાં આવી હોત તો કદાચ તેઓ જીવંત પણ ન હોત. તેઓ ફરીથી પોતાના પરિવાર પાસે જવા ઇચ્છી કરી રહ્યા છે. જોકે આટલા વર્ષ થઈ ગયા છતાં આજ દિન સુધી પરિવારના સભ્યોએ તેમની કોઈ ભાળ લીધી નથી. watchman job in Surat, beggar watchman jobs in surat

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.