- સુરતમાં બાંધકામ સાઈટની દીવાલ ધસી પડી
- 7 મજૂરો દટાયાં, 5નાં મોત નીપજ્યાં
- 3 ઇજાગ્રસ્ત મજૂરોને સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયાં
સુરતઃ મોટા વરાછાના અબ્રાહમ ખાતે આ ઘટના બની હતી જેમાં 8 મજૂરો દબાઈ ગયાં હતાં. આ ઘટનાના CCTV દ્રશ્યો સામે આવ્યાં છે જેમાં દીવાલ પડી છે ત્યાં મજૂરો ઘટનાસ્થળેથી ભાગતાં નજરે પડી રહ્યાં છે.
આ પણ વાંચોઃ SMC વિપક્ષના નેતા ધર્મેશ ભંડેરીએ આવી ઘટના અટકાવવા જરૂરી પગલા લેવા કર્યું સૂચન
તમામને સુરતની સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં
ઘટનાસ્થળેથી 2 મજૂર જીવંત હાલતમાં મળતાં તેઓને સુરત સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે અને જે મૃતદેહ મળ્યાં છે તે પણ સ્મીમેર હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યાં હતાં.
સુરત મેયરઃ ઘટનાની તપાસ કરાશે
જોકે ઘટનાના 4 કલાક બાદ સુરતના મેયર હેમાલીબેન ભોગાવાળા ઘટનાસ્થળે આવીને સ્થિતિ સમીક્ષા કરી હતી. તેમણે એમ પણ જણાવ્યું હતું કે આ સમગ્ર ઘટનાની તપાસ કરવામાં આવશે. આ ઘટનાના જવાબદારોને છોડવામાં આવશે નહીં.
આ પણ વાંચોઃ સુરતમાં બિલ્ડિંગની દિવાલ ધરાશાયી થતા 5ના મોત, 2 ઇજાગ્રસ્ત