- 'સેવા' સંસ્થાના સ્વયંસેવકોની સેવા
- એક ગામમાં એક દિવસમાં છ કલાક પાવર મળે તેવી વ્યવસ્થા ગોઠવાઇ
- વિવિધ ગામોમાં જનરેટરની મદદથી વીજળી પૂરી પાડવાનું કાર્ય હાથ ધરાશે
સુરતઃ છેવાડાના ગામોમાં કાંઠાના વિસ્તારનાં 35 ગામોને બાદ કરતા અંદાજીત કુલ 150 ગામ અને 35 ગામમાં પાણીની લાઈનની વ્યવસ્થા નહીં હોવાથી ટેન્કર મારફતે સપ્લાય આપવાની વ્યવસ્થા થનારી છે. બીજા ગામોમાં સરકારી પાણીની વ્યવસ્થા છે. જ્યાં આ જનરેટર મારફતે ત્યાંથી પમ્પીંગ મોટરોને વિજળી પૂરી પાડીને મુખ્ય ટાંકાઓ ભરવામાં આવશે. જેનાથી તમામ ગામોમાં પાણી દરેક ઘર સુધી પહોચી જશે. જે સંકલન સુરતની “સેવા” સંસ્થા સાથે સંકળાયેલા સેવાના સાથી અને 3 ગામના સરપંચ એવી રીતે આ મુજબ એક ટીમ બનશે.

આ પણ વાંચોઃ તૌકતે વાવાઝોડાને પગલે રોપ-વે અપર સ્ટેશન તેમજ દાતાર પર્વત પરના પતરા ઉડ્યા
ટીમ મારફતે પાણી પહોંચાડવાની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી
વિવિધ ગામમાં આ ટીમ મારફતે પાણી પહોંચાડવાની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. પાણી પૂરવઠો પૂરતી માત્રામાં અપાઇ ગયા બાદ અન્ય વધારાના સમયમાં જે તે ગામમાં વિવિધ જરૂરીયાત મુજબ જનરેટરથી વીજળી પૂરી પાડવાનું કાર્ય થવાનું છે. એક ગામમાં એક દિવસમાં 6 કલાક પાવર મળે એવી વ્યવસ્થા ગોઠવેલી છે.
આ પણ વાંચોઃ માળિયા તાલુકાના કાત્રાસા ગામમાં તૌકતે વાવાઝોડાથી થયેલા નુકસાનનું વળતર આપવા ગ્રામજનોની માગ